તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
જામનગરના ગણપતનગરમા બાઈકમાં જતા યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી લેવાયો
જામનગરમાં ચીલ ઝડપની વધુ એક ઘટના : ત્રણ સવારી એક્સેસ સ્કૂટરમાં ત્રણ ગઠિયાઓ સોનાનો ચેઇન ઝુંટવીને ભાગી છૂટ્યા: પોલીસે ૩ શકમંદોને ઉઠાવી લીધા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૯ : જામનગરમાં ચીલ ઝડપની વધુ એક ઘટના બની છે. તાજેતરમાં એક વૃદ્ધ મહિલા ના ગળામાંથી હિરજીમિસ્ત્રી રોડ પર રૂપિયા દોઢ લાખના સોનાના ચેન ની ચીલ ઝડપ થઈ હતી. અને તેમાં એક્સેસ સ્કૂટરમાં બે શખ્સો ચીલ ઝડપ કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે વધુ એક ન બનાવ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા દિનેશભાઈ ખનાભાઈ પરમાર (૪૪) કે જેઓ ગણપત નગર વિસ્તારમાંથી પરમદીને રાત્રિના ૧૧.૧૫ વાગ્યા ના અરસામાં બાઈક લઈને પોતાના ઘર તરફ જતા હતા, જે દરમિયાન ત્રણ સવારી એક્સેસ સ્કૂટરમાં આવેલા અજાણ્યા શખ્સો ગળામાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતના સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરીને ભાગી છૂટ્યા હતા.
જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફ્લો હરકતમાં આવ્યો હતો, અને સી.સી.ટી.વી. કેમેરાના અલગ અલગ ફુટેજ મેળવ્યા હતા, અને ત્રણ બાવરી શખ્સો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા છે, અને ગણતરી ના કલાકોમાં ઘટનાનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
