News of Saturday, 29th March 2025
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ પર દ્વારકા સ્વામિનારાયણ મંદિરના ગાદિપતી મહંત માધવ સ્વામીએ માંગી માફી
મહંત શ્રીમાધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સંપ્રદાયની વિચારધારા નથી

દ્વારકા તા.૨૯: સ્વામિનારાયણ સંપ્રદાયનાં કહેવાતા સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓ મુદ્દે દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં મહંત શ્રીમાધવ સ્વામી દ્વારા માફી માગવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ જ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં ક્ષમાયાચના કરવામાં આવશે તેવી પણ વાત કરી છે.
દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં મહંત શ્રીમાધવ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અને હિન્દુ ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી છે અને માફી માગી છે. મહંત શ્રીમાધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી. મહંત શ્રીમાધવ સ્વામીએ સંપ્રદાય વતી માફી પણ માગી હતી તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં ક્ષમાયાચના....
મહંત શ્રીમાધવ સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરનારા સંપ્રદાયનાં સાધુઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી પણ આપી હતી. તેમણે ગુગળી બ્રાહ્મણોની સેવાભાવના અને ઉદારતાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરી છે. અંતે, વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પર ભાર મૂકયો છે.(૨.૧૬)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
