તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
જાણો માણસના મિત્ર એવા વફાદાર શ્વાનના રેકોર્ડ વિશે

નવી દિલ્હી: વિશ્વનો સૌથી મોટો, વજનદાર અને સૌથી લાંબો શ્વાન ઝોરબા હતો. ૧૯૮૯માં નોંધાયેલા રેકોર્ડ મુજબ તે આઠ ફૂટ ત્રણ ઇંચ (નાકથી પૂંછડી સુધી) લાંબો હતો અને વજન ૩૪૩ પાઉન્ડ.
- વિશ્વનો સૌથી ઊંચો શ્વાન શામગ્રેટ ડાન્ઝા ૪૨ ઇંચ ઊંચો અને ૨૩૮ પાઉન્ડ વજનનો હતો.
- વિશ્વનો સૌથી નાનો શ્વાન ઇંગ્લેન્ડનો યોર્કી બે વર્ષની ઉંમરે ૨.૫ ઇંચ ઊંચો અને ૩.૭૫ ઇંચ લાંબો હતો તે માત્ર ચાર ઔંસ વજનનો હતો.
- વિશ્વનો સૌથી વૃધ્ધશ્વાન બ્લ્યૂઈ નામનો ઓસ્ટ્રેલિયન કેટલ ડોગ હતો. તેણે ૨૯ વર્ષ પાંચ મહિનાનું આયુષ્ય ભોગવેલું.
- વિશ્વમાં સૌથી વધુ ડ્રગ્સ પકડનાર શ્વાનમાં અમેરિકાના કસ્ટમ વિભાગનો 'સ્નેગ' નામનો લેબ્રાડોર જાણીતો છે. તેણે એક વર્ષમાં ૧૧૮ વખત ડ્રગ્સની ખેપ પકડી હતી. જેની કિંમત ૮.૧૦ કરોડ ડોલર હતી.
- કેટલાક શ્વાનની સુંઘવાની શક્તિ માણસ કરતાં લાખો ગણી વધારે હોય છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
