તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
મ્યાનમાર-થાઇલેન્ડમાં ફસાયેલા લોકો માટે કલેકટર દ્વારા તાકિદે હેલ્પલાઇન જાહેર
૦૨૮૧-૨૪૭૧૫૭૩ ફસાયેલા લોકોની વિગતો મોકલી શકાશે

રાજકોટ, તા. ૨૯: ગઈ કાલ તા. ૨૮ માર્ચના રોજ મ્યાનમાર અને થાઈલેન્ડ દેશમાં ૭.૭ની તીવ્રતાના ભૂકંપ આવેલ છે ત્યારે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટ દ્વારા મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના લોકોની જાણકારી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
હેલ્પલાઈન નંબર ૦૨૮૧- ૨૪૭૧૫૭૩ માં રાજકોટ જિલ્લાના ફસાયેલા લોકોનું નામ, રાજકોટ તેમજ મ્યાનમાર કે થાઇલેન્ડનું સરનામું, તાલુકાનું નામ, રાજકોટ ખાતેના તથા મ્યાનમાર કે થાઇલેન્ડ ખાતેના ફોન નંબર સહિતની વિગતો મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.
(4:01 PM IST)










