તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
જેતપુરમાં ઉદ્યોગ નગર પોલીસે વધુ બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના દબાણ ઉપર બુલડોઝર ફેરવ્યું

જેતપુરઃ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાતા એક મહિલા સહિત બે લોકોના દબાણ ઉપર બુલડોઝર ફેરવાયું.
ઉદ્યોગ નગર પી.આઈ એમ એમ ઠાકોર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એલ ડી મેતા, બી આર ચૌધરી તથા સ્ટાફે ગતરોજ તંત્રની તમામ ટીમને સાથે રાખી દેરડી આવાસ યોજના પાસે રહેતી મહિલા જિલાબેન બદરૂભાઈ વડદોરીયા કે જેના વિરુદ્ધ દારૂ અંગેના તેર ગુન્હાઓ નોંધાયેલ હોય તેના દબાણ કરાયેલ મકાનને તોડી પાડેલ તેમજ દેરડી રોડ કચરાના ડમ્પ યાર્ડ પાછળ રહેતા રાજેશ વલકુભાઈ ચારોલીયા કે જે બાટવા જુનાગઢ કોટડા સાંગાણી ગોંડલ ચોરીના ગુન્હા તેમજ જેતપુરના ગુનામાં સંડોવાયેલ હોય તેના ગેરકાયદેસર બાંધકામ કરેલ મકાન ઉપર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરેલ
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
