<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સાબરકાંઠામાં IPL ક્રિકેટ મેચો પર સટ્ટો લગાવતી મોટી ગેંગનો પર્દાફાશ: 8 શખ્શોની અટકાયત: 4.55 લાખનો મુદામાલ જપ્ત

ડીસા પોલીસે 12શખ્સો સામે IPLની મેચોમાં સટ્ટા રમાડવા માટે ગુનો નોંધી 8 ની અટકાયત કરી :4 આરોપી ફરાર

અમદાવાદ : ક્રિકેટ સટ્ટાના દૂષણે ગુજરાતમાં પણ હવે પગ પેસારો કર્યો છે. ત્યારે હવે બનાસકાંઠામાં IPLની મેચોનુ  ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ઝડપાયું છે. પોલીસે 4.55લાખના મુદામાલ સાથે 8 શખ્સોની અટકાયત કરી છે.

સાબરકાંઠામાં IPL ક્રિકેટ મેચો પર સટ્ટો લગાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. ડીસાના આખોલમાં પોલીસે રેડ કરી સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. IPL મેચમાં સટ્ટો રમાડતા 8 શખ્સોની કરી અટકાયત કરી છે.ઓનલાઈન IDઓ વડે ચલાવતા સટ્ટા નેટવર્કને ઝડપી પાડવામાં આવ્યું છે. 

   આ કેસમાં પોલીસે 4.55 લાખના મુદામાલ સાથે 8 શખ્સોની  અટકાયત કરી છે. આ સાથે જ  ઓનલાઇન સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઉપકરનો, સાધનિક દસ્તાવેજો સાથે 4.55  લાખનો મુદામાલ જપ્ત  કર્યો છે. ડીસા પોલીસે 12શખ્સો સામે IPLની મેચોમાં સટ્ટા રમાડવા માટે ગુનો નોંધી 8 ની અટકાયત કરી છે. જ્યારે 4 આરોપી ફરાર થયા છે.  

(7:23 PM IST)