તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ધ્રોલના વાંકિયામાં ૪૮ મણ જીરૂ ચોરનાર રાજકોટના ૪ ઝડપાયા
પોલીસે કાર, મોબાઇલ, જીરૂ સહિત ૧૧.ર૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : ધ્રોલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(સંજય ડાંગર ધ્રોલ દ્વારા), તા. ર૯ : ધ્રોલ ના જામનગર હાઈવે પર આવેલા વાંકીયા ગામમાં એક અઠવાડિયામાં બે વખત ખેડૂતોના જીરુંની ચોરીના ગુનામાં ધ્રોલ પોલીસે ચાર શખ્સોને રૂ. ૧૧,૨૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ઘ્ઘ્વ્સ્ ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી લીધા છે. ગુનામાં વપરાયેલી સફેદ સ્વિફ્ટ કાર અને કાળી બલેનો કાર, મોબાઈલ ૩ કિ. ૬૦૦૦ જપ્ત કરવામાં આવી છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનના P.I એચ.વી. રાઠોડની આગેવાની હેઠળ A.S.I વનરાજભાઈ એમ. મકવાણા, કલ્પેશભાઈ ડી. કામરીયા, પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ ચંદુભા જાડેજા અને કરણભાઈ એન. શીયારની ટીમે ખાનગી રાહે બાતમી મેળવી હતી કે આરોપીઓ રાજકોટથી ધ્રોલ તરફ બે કારમાં આવી રહ્યા છે. પોલીસે જાયવા ગામના પાટીયા પાસે હાઈવે પર વોચ ગોઠવી, બંને કારને રોકી અને ચારેય આરોપીઓને ઝડપી લીધા.
(૧) વિજય ઉર્ફે બેરીયો મુકેશભાઈ સોલંકી (રાજકોટ) (૨) રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ સોલંકી, (રાજકોટ), (૩)સુનીલ ભીખુભાઈ પરમાર (ગોંડલ, રાજકોટ) (૪) સંજય ઉર્ફે મુકેશ જીણાભાઈ સોલંકી,(રાજકોટ)ની ધરપકડ કરી છે. રોજક રાજેશભાઈ ભટ્ટ રે. રાજકોટ ની શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓ પાસેથી સ્વીફ્ટ કાર રજી. નં. GJ-11-CL-8315 વાળી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, બલેનો કાર રજી.નં. GJ-03-NK-3239 વાળીની કિં રૂ.૫,૦૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૩ કિં.રૂ.૬,૦૦૦/-, ધ્રોલ પો. સ્ટે. A પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૧૪૨૫૦૨૦૭/૨૦૨૫ ના કામેનો મુદામાલ રોકડા રૂપીયા-૭૦,૦૦૦/-, ધ્રોલ પો. સ્ટે. પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૧૪૨૫૦૨૨૩/૨૦૨૫ ના કામેનો મુદામાલ રોકડા રૂપીયા-૫૦,૦૦૦ જપ્ત કરેલ છે.
વાંકીયા ગામમાં એક અઠવાડિયામાં બે વખત જીરુંની ચોરીની ઘટનાઓ બની હતી. પ્રથમ ઘટનામાં ૪૮ મણ જીરું (અંદાજે રૂ. ૧.૬૮ લાખ) ચોરાયું હતું, જેની ફરિયાદ ખેડૂતોએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બીજી ઘટના પણ સમાન પ્રકારની હતી, જેના પગલે પોલીસે તપાસ તેજ કરી હતી. CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી.
ધ્રોલ પોલીસની આ ત્વરિત કાર્યવાહીની સ્થાનિક ખેડૂતો અને નાગરિકોએ પ્રશંસા ધ્રોલ P.I રાઠોડે જણાવ્યું, અમે આરોપીઓને પકડવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કર્યો. આ ઘટનાઓથી ખેડૂતોમાં ફેલાયેલા ભયને દૂર કરવા અમે પ્રયત્નશીલ છીએ.ઙ્ઘ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પડધરી તાલુકાના દેપાળીયા ગામમાં પાસે બૈ વખત જીરુ ની ચોરી કરી નુ ખુલ્યું અન્ય સંભવિત ગુનાઓનો પણ પર્દાફાશ થયો છે.
આ કામગીરી ધ્રોલ પી.આઈ એચ.વી.રાઠોડ, તથા એ.એસ.આઇ વનરાજભાઇ.એમ.મકવાણા, તથા પો.હેડ કોન્સ. કલ્પેશભાઇ ડી.કામરીયા, હરદેવસિંહ જે. જાડેજા, લાખાભાઇ એલ. સોઢીયા, જયેશભાઇ કે.દલસાણીયા, પો.કોન્સ. રધુવિરસિંહ ચંદુભા જાડેજા, કરણભાઇ એન.શીયાર, તથા મનિષભાઇ એમ. વાડોલીયા તથા નાગજીભાઇ પી. ગમારા તથા મેહુલભાઇ એસ.જાદવ, નાઓ દ્વારા કરવામા આવેલ છે.(૯.૧પ)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
