તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
છોટાઉદેપુરના ટમેટા પકવતા ખેડૂતોની કફોડી હાલત : માત્ર બે રૂપિયા જ ભાવ મળતા દેવામાં ડૂબવા મજબુર
બજારમા ટામેટા 30 રૂપિયા પ્રતિ કીલોથી ઓછામા વેચાતા નથી. જ્યારે વેપારીઓ ખેડૂતો પાસેથી 2 રૂપિયા પ્રતિકીલો ખરીદી રહ્યા છે

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી અને નસવાડી તાલુકામા બાગાયત ખેતીમાં ખેડૂતો ટામેટાનુ વાવેતર કરે છે. ટામેટા જેવા રોકડિયો પાકનું વાવેતર કરવાથી ખેડૂતોને 45થી 60 દિવસમા આવક શરૂ થઈ જાય છે. લાંબા સમય સુધી પાકમા ઉત્પાદન મળે છે. ટામેટાના પાકમા ખેડૂતોને ધરુ ઉગાડવો, ખેતર ખેડીને પાયાનું ખાતર નાંખી તૈયાર કરી પાળો બનાવવા, ધરુની રોપણી કરવી, લાકડાના ટેકા ઊભા કરી દોરી બાંધવી, પિયત આપવું જેવી ખર્ચાળ કામગીરી કરવી પડે છે.
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને છેલ્લા બે વર્ષથી ટામેટાના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાવવા મજબૂર બન્યા છે. એક તરફ બજારમા ટામેટા 30 રૂપિયા પ્રતિ કીલોથી ઓછામાं વેચાતા નથી. જ્યારે વેપારીઓ ખેડૂતો પાસેથી 2 રૂપિયા પ્રતિકીલો ખરીદી રહ્યા છે. વેપારીઓ દ્રારા પોષણક્ષમ ભાવ ન આપતા ખેડૂતોએ ટામેટાના ઊભા પાકમા ટ્રેક્ટર મારવા મજબૂર બન્યા છે.
ખેડૂતોને ટામેટાના પાકમાં છેલ્લા બે વર્ષથી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ બન્યા છે. છોટાઉદેપુર જિલ્લામા ટામેટા, કેળમા જ્યારે ઉત્પાદન વધે ત્યારે તેની સાચવણી કરવા કોઈ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કે ટામેટામાંથી બનતા શોસની કોઈ ફેક્ટરી ના હોવાથી ખેડૂતો પાયમાલ તરફ ધકેલાયા છે. હાલ તો ખેડૂતો ટામેટાના ઊભા પાકને ટ્રેક્ટર મારી કાઢવા મજબૂર બન્યા છે.
ટામેટા તૈયાર થયા બાદ તેને તોડી મોટા, મધ્યમ અને નાના કદના અલગ કરી તેને કેરેટ કે કાગળના બોક્સમા પેક કરી ટેપ, દોરી બાંધી તેને માર્કેટ સુધી પહોચાડવામા આવે છે. જેનું એક બોક્સનુ ભાડુ, વેપારીને પ્રતિ કિલો દલાલી ચુકવતા રકમ ખેડૂતોના હાથમા આવે છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
