<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

વોર્ડ નં.૧રમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નખાશે

રાજકોટઃ મહાનગરપાલીકાના વોર્ડ નં.૧રમાં રૂા.૯પ.૯૦ લાખના ખર્ચે મવડી મેઇન રોડ થી આર.કે.એમ્‍પાયર સુધી વરસાદી પાણીના નીકાલ માટે પાઇપ ગટર નાખવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉકત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧રના કોર્પોરેટર મીતલબેન લાઠીયા, અસ્‍મિતાબેન દેલવાડીયા, મગનભાઇ સોરઠીયા તથા ડો.પ્રદીપભાઇ ડવ દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમીટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(4:00 PM IST)