તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
દવા લઇ દવાખાનામાંથી બહાર નીકળતાં જ રતનપરના મુકેશભાઇ ઢળી પડયા
રિક્ષાચાલક આધેડને ગાંધીગ્રામ ઓમ હોસ્પિટલ પાસે જીવલેણ હાર્ટએટેક આવી ગયોઃ મકવાણા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૯: હૃદય રોગના હુમલામાં વધુ એક મૃત્યુ થયું છે. મોરબી રોડ પરના રતનપરમાં રહેતાં રિક્ષાચાલક મુકેશભાઇ મનહરભાઇ મકવાણા (ઉ.વ.૪૬) રાતે અગિયારેક વાગ્યે રિક્ષાના ફેરા કરવા ગાંધીગ્રામ લાખના બંગલા પાસે હતાં ત્યારે એકાએક પેટ-છાતીમાં દુઃખાવો થતાં નજીકની ઓમ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતાં. પણ દવા લઇ બહાર આવ્યા ત્યાં જ ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. મોભીના મોતથી મકવાણા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
