તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
રાણા સાંગા વિવાદમાં AIMIM વડા ઓવૈસી કૂદયા, SP સાંસદના નિવેદનનો કર્યો પુનરોચ્ચાર
અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ: કહ્યું કે ભાજપ મુસ્લિમોને દરેક બાબતમાં માને છે ખતરો

નવી દિલ્હી : AIMIM ચીફ ઓવૈસી પણ રાણા સાંગા વિવાદમાં સામેલ થયા છે. AIMIM ચીફ ઓવૈસીએ વિવાદાસ્પદ રામજીલાલ સુમનના નિવેદનનું પુનરાવર્તન કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે બાબરને રાણા સાંગા અને ઇબ્રાહિમ લોદીના ભાઈએ બોલાવ્યો હતો, પરંતુ પાછળથી બાબરના ઇરાદા બદલાઈ ગયા.
સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમનના ઘર પર થયેલા હુમલા બાદ વિવાદ વધુ વધ્યો છે. સુમને યુપી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે આ જંગલ રાજ છે. ભાજપે વિપક્ષ પર બહાદુર યોદ્ધાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
ઓવૈસીનો પ્રશ્ન: "જયારે ૧૮ કરોડ મુસ્લિમો પછાત છે, તો વિકાસ કેવી રીતે શક્ય છે?"
મુસ્લિમો પર ભાજપ પર ઓવૈસીએ પ્રહાર કરતા કહ્યું. અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ મુસ્લિમોને દરેક બાબતમાં ખતરો માને છે. ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો ૧૮ કરોડ મુસ્લિમ વસ્તી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહેશે તો ભારત કેવી રીતે વિકસિત થશે? જવાબ આપો.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
