તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ઘરે આવવાની ના પાડી તો રસ્તા વચ્ચે લાકડીઓ મારી પાડી દીધો
જામનગરમાં ઘાતકી હુમલોનો વીડિયોઃજામનગરના મીઠોઇ ગામે ભરતસિંહ બાઈક પર જતા હતા ત્યારે અદાવતમાં પાઈપથી હુમલો કરવામાં આવ્યો

જામનગર, તા.૨૯: જામનગરના મીઠોઇ ગામે ખેતમજૂરી કરતા વ્યક્તિ પર પાઈપથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. ભરતસિંહ બાઈક પર જતા હતા ત્યારે અદાવતમાં પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો.
ખેતમજૂરી કરતા ભરતસિંહ જાડેજા પર હુમલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત તારીખ ૨૬ માર્ચના રોજ સાંજના સમયે આરોપી ફરિયાદીના ઘરે જતા ફરિયાદીએ કહ્યું હતું કે, તું મારા ઘરે આવતો નહીં તેમ કહી કાઢી મૂકતા આરોપીએ ફરિયાદીના ઘરની બહાર જાહેર રસ્તામાં ઉભા રહીને અપશબ્દો બોલી અશ્લીલ ઈશારાઓ કર્યા હતા તેમજ ફરિયાદી ભરતસિંહ પોતે મોટર સાઈકલ લઇને ગામમાં દુકાને જતા હોય ત્યારે આરોપી રોડ વચ્ચે ઊભો રહી હુમલો કર્યો હતો. મોટરસાઈકલ ઉભુ રાખતા આરોપીએ ફરિયાદીને અપશબ્દ બોલી પાઈપ વડે હુમલો કરી માથામાં, પડખા અને પગના ભાગે હથિયારના ઘા મારી દીધા હતાં જેના કારણે ફેકચર સહિતની ઈજાઓ પહોંચી છે.
આરોપીને ઘરે આવવાની મનાઈ કરતા અદાવતમાં હુમલો કરાયો હોવાનું ખુલ્યું છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ ગોહિલ વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરવામા આવી છે. જેના આધારે પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૃ કરી છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
