તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
વોર્ડ નં.૦૫માં સ્વીમીંગ પુલનું થશે રીનોવેશન કુલ રૂ.૯૨.૭૭ લાખના કામો મંજુર

રાજકોટ, મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૫માં રૂ.૨૧.૨૨ લાખના ખર્ચે રણછોડનગર સોસાયટીમાં કે.જે. વેકરીયા મેઈન રોડ પર જનભાગીદારીથી ફૂટપાથ બનાવવાનું કામ રૂ.૮૦.૫૪ લાખના ખર્ચે આડા પેડક રોડ પર આવેલ વિવેકાનંદ સ્વીમીંગ પુલને રીનોવેશન કરવાનું કામ, આમ કુલ મળી રૂ.૯૨.૭૭ લાખના જૂદા જૂદા કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. જે બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, ડો.હાર્દિકભાઈ ગોહીલ તથા રસીલાબેન સાકરીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:59 PM IST)










