તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 29th March 2025
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જામશે જંગ :રનનો ખડકલો થવાની સંભાવના
જાણો કેવું રહેશે હવામાન અને પીચનો કેવો રહેશે મિજાજ

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ યોજાશે. આ મેદાન હાઈસ્કોરિંગ મેચ માટે જાણીતું છે. આ પહેલા અહીં ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ યોજાયેલી મેચમાં સારો સ્કોર જોવા મળ્યો હતો. તે જોતા આજે પણ અમદાવાદની પિચ પર રનોનો ઢગલો થઈ શકે છે. સાંજે 7.30 વાગ્યાથી મેચ શરૂ થશે. જાણો પિચ રિપોર્ટ…
આજે અમદાવાદમાં થોડી ગરમી રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જોકે મેચ દરમિાન તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જો પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાક અને ભેજનું સ્તર 18 ટકા રહી શકે છે. વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ પિચ પર ઝાકળની અસર જોવા મળી શકે છે. બીજા દાવમાં પિચ પર ઝાકળની અસર જોવા મળી શકે છે. જેના લીધે ટોસની ભૂમિકા મહત્વની રહેશે. કારણ કે મોટા ભાગે ટોસ જીત્યા પછી ટીમ બોલિંગ પસંદ કરે છે અને તેના લીધે બીજા દાવમાં બેટિંગ કરવી સરળ રહે છે.
અમદાવાદની પિચ પર આમ તો બોલરોનો દબદબો રહ્યો છે પરંતુ અહીં રનોનો પણ એટલો જ ખડકલો થયો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમાઈ છે. આમાંથી 6 મેચોમાં બીજા નંબરે બેટિંગ કરનારી ટીમે મેચ જીતી છે. આ પિચનો મિજાજ જોતા હાઈસ્કોરિંગ મેચ થવાની સંભાવના છે. આ મેદાન પર 220 થી 230 રનનો સ્કોર સામાન્ય ગણાય છે. પ્રથમ ઇનિંગ્સમાં પિચ પર ઉછાળો જોવા મળતાં તે ઝડપી બોલરો માટે આ પિચ અનુકૂળ માનવામાં આવે છે. પણ અહીં બેટ્સમેનોએ પણ રન બનાવ્યા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
