News of Saturday, 29th March 2025
સુરત શહેરમાં ઉત્રાણ વિસ્તારમાં માતા-પુત્રીને હડફેટે લઈને ફરાર થઈ જનાર કાર ચાલકને પોલીસે અલગ-અલગ 70થી વધુ CCTV ફૂટેજ તપાસીને ઝડપી પાડયો
કારચાલક વિક્રમસિંહ અજીતસિંહ અટાલીયા [ઉ.27] સામે અગાઉ 6 જેટલા ગુના પણ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું , અને તે તડીપાર પણ થઇ ચુક્યો છે

સુરત તા.૨૯
સુરત શહેરમાં ઉત્રાણ વિસ્તારમાં માતા-પુત્રીને અડફેટે લઈને એક કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ પોલીસે અલગ-અલગ 70થી વધુ CCTV ફૂટેજ તપાસીને કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરત શહેરના ઉત્રાણ પોલીસ મથકની હદમાં સુદામા ચોક પાસેથી મોપેડ પર માતા-પુત્રી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા. જેમાં માતા-પુત્રીને ઈજાઓ થઇ હતી અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ગત 22 માર્ચ 2025ના રોજ બની હતી અને અકસ્માતની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલો ઉત્રાણ પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં ઉત્રાણ પોલીસની ટીમે 70 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસીને કારચાલકને ઝડપી પાડ્યો હતો. કારચાલકનું નામ વિક્રમસિંહ અજીતસિંહ અટાલીયા [ઉ.27] છે. અગાઉ તેની સામે 6 જેટલા ગુના પણ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું અને તે તડીપાર પણ થઇ ચુક્યો છે. હાલ આ મામલે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
