ભારતમાં કોવિડ પાછો આવ્યોઃ મુંબઈમાં કોરોનાથી કેન્સર- કિડનીના દર્દીઓના મોત : મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોવિડ-પોઝિટિવ દર્દીઓના મૃત્યુથી ચિંતા વધી પરંતુ હોસ્પિટલ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે આ મૃત્યુ કેન્સર અને કિડનીની બીમારીને કારણે થયા છે : બીએમસીએ લોકોને નહીં ગભરાવાની અપીલ કરી છે કારણ કે કોવિડના કેસોમાં થોડો વધારો થયો છે પરંતુ લક્ષણો ગંભીર નથી10:34 AM IST
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંત્રી વિજય શાહ કેસમાં SITની રચના: 3 IPS અધિકારીઓને સોંપાઈ તપાસ : સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના વનમંત્રી વિજય શાહ પર ઊંડી નારાજગી વ્યક્ત કર્યા બાદ સરકારે ત્રણ સભ્યોની SIT ની રચના કરી:સમિતિમાં આઈજી પ્રમોદ વર્મા, ડીઆઈજી કલ્યાણ ચક્રવર્તી અને એસપી વાહિની સિંહનો સમાવેશ 12:57 AM IST
ડોક્ટરોનો ચોંકાવનારો દાવો : બાઇડેનના આક્રમક કેન્સરને તેમની મેડિકલ ટીમે કેવી રીતે ન પકડ્યું? ટ્રમ્પ જુનિયરનો આરોપ - શું આ કોઈ 'કવર-અપ' છે? : અગ્રણી ડોક્ટરોએ બાઇડેનના પ્રોસ્ટેટ કેન્સરના અદ્યતન તબક્કાને લઈને ઉઠાવ્યા સવાલ : નિયમિત બ્લડવર્ક છતાં નિદાનમાં વિલંબ અકલ્પનીય : ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે આરોગ્યની જાહેરાતને 'કવર-અપ' ગણાવી12:37 AM IST
ભોપાલથી અભ્યાસ કર્યો: 21 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો: દેશની સૌથી નાની ઉંમરની IAS અધિકારી બની: જાણો કોણ છે અસ્થાસિંહ : આસ્થા સિંહ જેમણે દેશની સૌથી અઘરી પરીક્ષા, UPSE પાસ કરીને ખૂબ જ નાની ઉંમરે એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો: ભોપાલથી પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરનારી આસ્થાએજે 21 વર્ષની ઉંમરે UPSE જેવી પરીક્ષા પાસ કરીને દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો 11:33 PM IST
ISIનું ખતરનાક જાસૂસી નેટવર્ક તૂટ્યું! વેપારીની કોસ્મેટિક્સની આડમાં ઘૂસણખોરી : યુટ્યુબરની 'ટ્રાવેલ વિથ JO' બની જાસૂસીનું પ્લેટફોર્મ! : ભારત-પાક તણાવ વચ્ચે સુરક્ષા એજન્સીઓનો સપાટો : વિદ્યાર્થીથી લઈને મજૂરો સુધી ૧૨ જાસૂસ અત્યાર સુધીમાં પકડાયા! દેશની ગુપ્ત માહિતી દુશ્મનો સુધી પહોંચાડવાનો ખેલ ખતમ10:57 PM IST
લગ્નમાં ડાન્સ કરતી વખતે મામાએ ગોળીબાર કર્યો:ભાણેજનું ઘટનાસ્થળે જ મોત થયું:મામા બંદૂક લહેરાવતા નાચતા રહ્યા : અલીરાજપુરના ચૌંગડિયા ફળિયામાં એક લગ્નમાં ૧૩ વર્ષનો અજય વાસ્કલે તેના મામા પવન સાથે ડીજેના તાલે નાચતો હતો : મામા દેશી બનાવટની પિસ્તોલ લહેરાવી રહ્યા હતા અને અચાનક તેમાંથી ગોળી વાગી ગઈ.9:22 PM IST
દેવભૂમિ દ્વારકા પોલીસનો સપાટો! વ્હાઇટ કોલર બુટલેગરોની નશાની નવી યુક્તિનો પર્દાફાશ : સેનિટાઇઝરના નામે ઝેર વેચતા ત્રણ ઝડપાયા! : હાથ સાફ કરવાના સેનિટાઇઝરમાંથી નશો! ૫૬% થી વધુ આલ્કોહોલની હાજરી : મુંબઈની ફેક્ટરી પર પણ દરોડો : ભૂતકાળમાં પણ આવા કારસ્તાનો કરનારા આરોપીઓની ધરપકડ : મુખ્ય સૂત્રધાર સહિત ચાર ફરાર9:19 PM IST
વડાપ્રધાન મોદી ૩૧ મેના રોજ મધ્યપ્રદેશમાં : અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીમાં આપશે હાજરી : ઇન્દોર મેટ્રોનું કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન! : મહિલા સશક્તીકરણને સમર્પિત કાર્યક્રમમાં લેશે ભાગ : મુખ્યમંત્રી મોહન યાદવે કરી તૈયારીઓની સમીક્ષા : હોલકર રાજવંશના ગઢ રાજવાડામાં મળશે કેબિનેટ : ઉજવાશે અહલ્યાબાઈનો વારસો8:12 PM IST
હવે દિલ્હીમાં 'મુસ્તફા કમાલ અતાતુર્ક માર્ગ'નું નામ બદલીને 'બ્રહ્મોસ માર્ગ' રાખવા માંગ: તુર્કીના બહિષ્કાર વચ્ચે ઉઠી નવી માંગણી : CTI ના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે પત્ર લખીને વિનંતી કરી કે 30 વર્ષથી વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે લગાવવામાં આવેલા તુર્કીના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ મુસ્તફા કમાલ અતાતુર્કના સાઇનબોર્ડને તાત્કાલિક દૂર કરવામાં આવે.6:36 PM IST
અમેરિકાએ ભારતમાંથી 15 કેરીના શિપમેન્ટને નકારી કાઢ્યા : નિકાસકારોને 4.5 કરોડ રૂપિયાનું નુકસાન : મુંબઈમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ રેડિયેશન ટ્રીટમેન્ટ આપ્યા પછી કેરીઓને એર કાર્ગો દ્વારા અમેરિકા મોકલાઈ હતી પરંતુ લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા એરપોર્ટ પર યોગ્ય દસ્તાવેજના અભાવે સ્વીકારવાનો ઇનકાર કર્યો 6:32 PM IST
૨૬ મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના ભુજમા કાર્યક્રમની અનુસંધાને તંત્રની તડામાર તૈયારી : પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી : કલેકટર આનંદ પટેલે ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા,પાર્કીંગ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારીમંત્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા3:58 PM IST
બજારમાં મંદીનું મંથન : સેન્સેક્સ ૨૭૧ પોઈન્ટ તૂટ્યો : નિફ્ટી ૨૫,૦૦૦ની નીચે પટકાયો! આઇટી અને એફએમસીજી શેરોમાં ગાબડું : પીએસબી અને રિયલ્ટીએ બજારને ટેકો આપ્યો : સ્મોલકેપ અને મિડકેપમાં હજી તેજીનો દમ : વોલેટિલિટીમાં જોરદાર ઉછાળો : સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં સાધારણ ઘટાડો : નિફ્ટી સ્મોલકેપ અને મિડકેપમાં મિશ્ર વલણ : રિયલ્ટી અને પીએસબી શેરોમાં સૌથી વધુ ઉછાળો4:14 PM IST
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મે સુધી બંગાળના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની કરી આગાહી : 22 મે સુધીમાં ઉત્તર બંગાળના દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઇગુડી, અલીપુરદ્વાર, કૂચ બિહાર, માલદા અને ઉત્તર દિનાજપુર જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના; ઉત્તર દિનાજપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો6:25 PM IST
ફરી ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં સુધારો આવ્યો : મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 644 વધીને રૂ. 95,250ના મથાળે રહ્યા4:13 PM IST
શું વોડાફોન આઈડિયાનું સિગ્નલ કાયમ માટે અદૃશ્ય થઈ જશે? સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી ફગાવાતા જ તૂટી ગયા શેર : અરજીમાં વ્યાજ, દંડ અને દંડ પર લાદવામાં આવેલા વ્યાજ માફ કરવાની માંગણી કરાઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ કેસમાં પક્ષકાર બનશે નહીં. એટલે કે, કંપનીએ સરકારને બાકી રકમ ચૂકવવી પડશે.5:48 PM IST
નેતન્યાહુએ ગાઝા પર ઇઝરાયલના સંપૂર્ણ નિયંત્રણની પ્રતિજ્ઞા લીધી, યુદ્ધવિરામની શરતોનો સંકેત આપ્યો : રવિવારે, નેતન્યાહૂના કાર્યાલયે હમાસ સાથે સંભવિત સમજૂતીની શરતોની રૂપરેખા આપતું એક નિવેદન બહાર પાડ્યું. જેમાં તમામ બંધકોની મુક્તિ, હમાસ નેતાઓના દેશનિકાલ અને ગાઝા પટ્ટીનું નિઃશસ્ત્રીકરણ શામેલ હોવાનું મનાય છે.4:51 PM IST
બોલીવુડમાં કોરોનાની એન્ટ્રી : બિગ બૉસ` ફેમ શિલ્પા શિરોડકરે કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પૉઝિટીવ આવતા ચિંતા : સોનાક્ષી સિંહાએ લખ્યું, "હે ભગવાન!!! તમારું ધ્યાન રાખજો શિલ્પા... જલ્દી સ્વસ્થ થાઓ." આના પર શિલ્પા શિરોડકરે લખ્યું, "આભાર સોનાક્ષી. તમારું પણ ધ્યાન રાખજો." ઇન્દિરા કૃષ્ણાએ લખ્યું, "ધ્યાન રાખજો. જલ્દી સ્વસ્થ થઈ જાઓ." શિલ્પાએ આના પર હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું 4:46 PM IST
ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને શીખવ્યો કડક પાઠ : ભારતે વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ મક્કમ પગલાં ભરવા પડશે : આતંકવાદ સામેની કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનની ૨૦ ટકા લશ્કરી ક્ષમતાનો કર્યો નાશ : વ્યૂહાત્મક લાભ મેળવ્યો : ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર કરવા આર્થિક વિકાસ અને રોજગારી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે4:43 PM IST
પીએમ મોદીએ પ્રોસ્ટેટ કેન્સર નિદાન પછી પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને ઝડપથી સ્વસ્થ થાય તે માટે ઊંડી ચિંતાની લાગણી સાથે શુભેચ્છા પાઠવી : રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં બિડેનના કાર્યાલયે જાહેર કર્યું હતું કે પેશાબના લક્ષણોમાં વધારો થવાને કારણે પૂર્વ રાષ્ટ્રપતિનું તાજેતરમાં તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.3:41 PM IST
મુંબઈમાં ચોમાસા દરમિયાન સરળ રેલ સેવા સુનિશ્ચિત કરવા માટે રેલવે વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે કામ હાથમાં લીધું : ૩૧ મે ૨૦૨૫ સુધીમાં ચોમાસા પહેલા કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક : મુંબઈ શહેર અને ઉપનગરોમાં ગટર, નાની અને મોટી ગટરોની સફાઈનું કામ ઝડપી ગતિએ :ચોમાસાની ઋતુ દરમિયાન સ્થાનિક સેવાઓના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવામાં અને સંચિત પાણીનો નિકાલ કરવામાં પાણીના પંપ ખૂબ મદદરૂપ થશે4:09 PM IST
સંભલ મસ્જિદ વિવાદ : અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના સર્વેના આદેશને યથાવત રાખ્યો : કહ્યું હિન્દુ પક્ષને પ્રાથમિક તબક્કે રોકી શકાય નહીં : મસ્જિદ મંદિર તોડીને બનાવાઈ હોવાના દાવા સાથે દાખલ કરાયેલા કેસમાં કોર્ટે એડવોકેટ કમિશનર દ્વારા સર્વે કરાવવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી મસ્જિદ સમિતિની અરજી ફગાવી3:26 PM IST
અમેરિકાના કિનારા પર જળપ્રલયનો ભયાનક ખતરો : ૧૦૦૦ ફૂટ ઊંચી મેગા સુનામીની આગાહીથી ખળભળાટ : અલાસ્કા, હવાઈ અને પશ્ચિમ કિનારા પર વિનાશનું કાઉન્ટડાઉન શરૂ? : નિષ્ણાતોએ અસ્થિર જ્વાળામુખી, ભૂસ્ખલન સંભવિત વિસ્તારો અને ભૂકંપ ઝોનના કારણે જાહેર કર્યું એલર્ટ : જ્વાળામુખીનું ધસી પડવું કે વિનાશક ભૂસ્ખલન સર્જી શકે છે કલ્પનાતીત ઊંચાઈના મોજાં2:44 PM IST
હાઈકોર્ટના તમામ નિવળત્ત ન્યાયાધીશોને ‘વન રેન્ક વન પેન્શન'નો લાભ મળશે : ચીફ જસ્ટીશ ગવઈની બેન્ચે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય : સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે ભારત સરકાર હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશો સિવાયના કોઈપણ નિવૃત્ત હાઈકોર્ટ ન્યાયાધીશને વાર્ષિક ૧૩.૫૦ લાખ રૂપિયાનું સંપૂર્ણ પેન્શન ચૂકવશે4:05 PM IST
પાકિસ્તાની સેનાએ અમૃતસરના 'સુવર્ણ મંદિર' પર ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો હતો :ભારતીય સેનાનો મોટો ખુલાસો : 8 મેની સવારે અંધારામાં પાકિસ્તાને મુખ્યત્વે ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોથી મોટો હવાઈ હુમલો કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષફ્ળ બનાવ્યો :સુવર્ણ મંદિર પર છોડવામાં આવેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા2:01 PM IST
વિદેશ જનારા સાંસદોના પ્રતિનિધિમંડળના નહિ જાય યુસુફ પઠાણ:TMCએ નામ પાછું ખેંચી લીધું : ટીએમસીએ કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમે કેન્દ્ર સરકાર સાથે ઉભા છીએ. આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આખી દુનિયા સમક્ષ ખુલ્લું પાડવું જોઈએ, પરંતુ મારી પાર્ટીમાંથી કોણ જશે અને વિપક્ષી પાર્ટીમાંથી કોણ જશે, તે પાર્ટી નક્કી કરશે. ભાજપ આનો નિર્ણય લેશે નહીં. 1:55 PM IST
ભારતની કાર્યવાહીથી બાંગ્લાદેશમાં રસ્તાઓ પર ટ્રકોની લાઇનો લાગી : બાંગ્લાદેશના ભારત વિરોધી પગલાંના જવાબમાં ભારતે નવા આયાત પ્રતિબંધો લાદ્યા : ભારતે કોલકાતા અને ન્હાવા શેવા સિવાયના તમામ બંદરોથી બાંગ્લાદેશી માલના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે, આનાથી બાંગ્લાદેશી વેપારીઓને અસર થઈ છે અને ઘણા ટ્રક સરહદ પર ફસાયેલા છે11:14 AM IST
કેલિફોર્નિયામાં તબીબી ઇતિહાસ રચાયો : વિશ્વનું પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ સફળ : દુર્લભ કેન્સરની સારવારથી ક્ષતિગ્રસ્ત મૂત્રાશય ધરાવતા ૪૧ વર્ષીય વ્યક્તિને નવી આશાનું કિરણ : યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સર્જનોએ સાથે મળીને ક્રાંતિકારી ઓપરેશન પાર પાડ્યું : ગંભીર મૂત્રાશયની સમસ્યાઓથી પીડિત હજારો દર્દીઓ માટે જીવન બદલનારી નવી સારવારની શરૂઆત9:03 PM IST
ક્રિપ્ટો કરોડપતિઓ ખતરામાં! કપાયેલી આંગળીઓ અને 'રેન્ચ એટેક'થી ડિજિટલ દુનિયામાં સનસનાટી : બિટકોઈનની તેજી ગુનેગારો માટે સોનાની ખાણ બની : પેરિસમાં અપહરણની કોશિશ, યુએસમાં હિંસક હુમલાઓ : ડિજિટલ વોલેટ ઓફલાઈન રાખવાની સલાહ બેઅસર? ગુનેગારો હવે સીધા શારીરિક હુમલા પર ઉતર્યા : લાખો ડોલરની ખંડણી માંગતી ગેંગો સક્રિય9:52 PM IST
જ્યોતિ મલ્હોત્રાનો મરિયમ નવાઝ સાથે જાણો કેવો હતો સબંધ :પાકિસ્તાનમાં ગુપ્ત બેઠક યોજાઈ હતી : હિસારથી જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફને મળ્યા. જ્યોતિએ એક વર્ષ પહેલા કરતારપુર કોરિડોરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મરિયમ નવાઝને ભારત આવવાનું આમંત્રણ આપ્યું 10:49 PM IST
'પરિણીત પુત્રી 'આશ્રિત વળતર' માટે પાત્ર નથી સિવાય કે...', સુપ્રીમ કોર્ટે કહ્યું- કાળજી લેવી તેની ફરજ છે : મોટર વાહન અધિનિયમ પરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પરિણીત પુત્રી આશ્રિત વળતર મેળવવા માટે પાત્ર નથી જ્યાં સુધી તે સાબિત ન કરે કે તે મૃતક પર આર્થિક રીતે આશ્રિત હતી.11:14 PM IST

જાત્રા મહોત્સવ....

રિમ ઝીમ ગીરે.....

સૂત્રોચ્ચાર

'તિરંગા યાત્રા'

ધુબાકા....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતા મહેકી : બ્રેઇનડેડ હેમંત સોનીના અંગોથી અનેકને નવું જીવનદાન : સિવિલ હોસ્પિટલમાં ૧૯૩મું અંગદાન નોંધાયું : જુઓ વિડીયો : ૪૫ વર્ષીય હેમંતભાઈના પરિવારે દાખવી ઉદારતા : બે કિડની, લીવર, આંખો અને ત્વચાનું કરાયું દાન : સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક બન્યા બાદ ૧૮ ત્વચાનાં દાન મળ્યા7:47 PM IST
લિવઈનમાં રહેતો યુવક એક જ મંડપમાં બે યુવતી સાથે ફરશે ફેરા : ગુજરાતમાં અનોખા લગ્નઃ નવસારીના વાંસદામાં એક યુવક એક જ મંડપમાં ૨ યુવતીઓ સાથે લગ્ન કરવાનો છે : છેલ્લા કેટલાય સમયથી યુવક બંને યુવતીઓ સાથે લિવ-ઈનમાં રહેતો હતો. જેના થકી તેને ૩ સંતાનો પણ છે. જેથી બાળકો પણ તેમના માતા-પિતાના લગ્નમાં શામેલ થવાના છે10:01 AM IST
દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓઃભાનુબેન : ગુજરાતની વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે : સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાનું અને લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગથી કરાઈ, દાહોદ અને ખટામ ખાતે બનાવેલી ડેમો આંગણવાડીનુ ઈ લોકાર્પણઃવ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય તથા માતા યશોદા એવોર્ડ જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સન્માનિત કરાયા 3:42 PM IST
GPSC દ્વારા લેવાયેલી મામલતદાર વર્ગ 2ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર :બઢતી માટે ઇન્ટરવ્યુ લેવાયા હતા : જુઓ લિસ્ટ : સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ માટે નાયબ મામલતદાર, વર્ગ-III માંથી ગુજરાત સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ પર બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી12:08 AM IST
નરેન્દ્રભાઇને વિધર્મી ટોપી, સફેદ કુર્તા, પાયજામા સાથે એ વિડીયોમાં દેખાડ્યા હતા...જયદીપસિંહ જાડેજા : રેન્જ વડા રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ , ડીવાયએસપી વિવેક ભેડા , પીઆઇ કે.કે ડિંડોર વિગેરે દ્વારા જેમના નેતૃત્વમાં ટીમ મૂળ સુધી પહોંચી તેવા મહીસાગર એસપી અકિલા સમક્ષએ વિડિઓનું અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે : ભારતીય સેનાનું મનોબળ તોડવું, અમિતભાઈ અને યોગીજી વિશે અભદ્ર ભાષા વાપરી આ વિકૃત શખ્સ અટકયો નહતો. ગુજરાતભરમાં વાયરલ વિડિઓ વિષે વિશેષ વિગતો આવી છે. 3:21 PM IST
શહેરમાં ૩૮ અસામાજીકોના ૫૫ દબાણો ઉપર બૂલડોઝર ફર્યુઃ ૬ાા કરોડની જમીન ખુલ્લી થઇ : જુઓ વિડિઓ : જેના દબાણો તોડી પડાયા તેઓ હત્યા, મારામારી, રાયોટીંગ દારૂ, હત્યાની કોશિષ, ચોરીઓ, જૂગાર સહિતના ગુનાઓમાં સામેલ હતાં : મુંજકા, રૈયાગામ, રૈયાધારમાં કુલ ૨૬૧૦ ચોરસ મીટર જમીનો પર ગુનેગારોએ દબાણો ખડકી દીધા હતાં: કામગીરી નિહાળવા લોકોના ટોળા ઉમટી પડયાઃ ચાંપતા બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ એચ. એન. પટેલ, પીઆઇ એસ. આર. મેઘાણી, પીઆઇ ડી. એમ. હરિપરા અને તેમની ટીમના ૧૧૬ કર્મચારીઓના કાફલાએ વહેલી સવારે મુંજકા પરશુરામ ચોકડીએથી ઓપરેશનની શરૂઆત કરીઃ એલસીબી ઝોન-૨ ટીમ, મામલતદાર અજીતકુમાર જોષીની ટીમ પણ સામેલ2:40 PM IST
રાજકોટના જામગઢમાં વાડીએ ખાટલામાં સુતેલા મુકેશને કોણ પતાવી ગયું? રહસ્ય ઉકેલવા મથામણ : કોઇની સાથે દુશ્મનાવટ-માથાકુટ નહોતીઃ લૂંટ-ચોરીનો ઇરાદો પણ જણાયો નથી : સાંજે જમીને દરરોજ વાડીએ સુવા જતાં ૩૩ વર્ષના યુવાનની રવિવારે સવારે મોટા ભાઇ વિનુભાઇને લાશ જોવા મળીઃ કુવાડવા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી12:25 PM IST
શાંતિનગરમાં હલણ મામલે ઝઘડો થતાં શિલ્પા, સંજય, સુખાએ રવિનું ઝૂપડુ સળગાવી નાંખ્યું : બી. ટી. સવાણી હોસ્પિટલ પાછળ મોડી રાતે બનાવઃ ભંગારના ધંધાર્થી રવિ મકવાણા, માતાઘ બહેન સહિતના પડોશી સુખા સાથે ઝઘડો થતાં ઝૂપડુ મુકી નીકળી ગયા બાદ રાતે બનાવઃ યુનિવર્સિટી પોલીસે શોધખોળ હાથ ધરી : મોડી રાતે ત્રણેક વાગ્યે ઝૂપડુ સળગાવી દેવામાં આવતાં પરિવાર નોધારો થઇ ગયો હતો. તસ્વીરમાં બળી ગયેલુ ઝૂપડુ, ઘરવખરી જોઇ શકાય છે3:09 PM IST
કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ર માં પત્રીકા વિતરણ 3:24 PM IST
રાજકોટ જીલ્લામાં ૭૦ જેટલી હિજરતી મીલકતો આવેલી છે : ભાગલા વખતે કે તે પછી મીલકત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયેલ મુસલમાનોની મીલકતો કલેકટરતંત્રે મુંબઇ લીસ્ટ મોકલ્યું... : સૌથી વધુ જેતપુરમાં ૪પ મીલકતોઃબાકી ઉપલેટા-ધોરાજી-ગોંડલમાં આવેલી છેઃમુંબઇથી સૂચના આવ્યા બાદ કલેકટર તંત્ર આ મીલકતો અંગે કાર્યવાહી કરશે2:43 PM IST
લોઠડામાં કાન વિંધવા ગયેલા ગોપાલે કડી ચોર્યાની શંકાએ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેવાયોઃ પાંચ સકંજામાં : આજીડેમ પોલીસે આરોપીઓને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી : મુળ બાબરાના કરીયાણાનો યુવાન લાપાસરી પરિવાર સાથે રહેતો હતોઃ લોઠડાના પરબત કોળીની પત્નિએ કાન વિંધાવ્યા બાદ અરીસામાં જોતાં એક કડી ગાયબ જણાઇઃ ગોપાલ ચોરી કરી ગયાની શંકાએ તેને પરબત સહિતે પતાવી દીધો હતો1:07 PM IST
હું રફીક, આ મારો વિસ્તાર છે પોલીસે અહિ તપાસમાં આવવું જ નહિ...કોન્સ્ટેબલનો કાંઠલો પકડી ઝપાઝપી કરી ધમકી : ભગવતીપરામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સોની તપાસ માટે ગયેલા બી-ડિવીઝનના કોન્સ્ટેલબ સાથે લુખ્ખાગીરી આજે તો જવા દીધો હવે પછી આવીશ તો જીવતો નહિ રહે તેવી ધમકી આપી ભાગી ગયોઃ કોન્સ. મનોજભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી ફરજમાં રૂકાવટ, ધમકીનો ગુનો નોંધી રફિક પઠાણને ઝડપી લેવા તપાસનો ધમધમાટ4:28 PM IST
કાલે મનપાનું જનરલ બોર્ડઃ વિપક્ષ અગ્નીકાંડ મુદે ધબધબાટી બોલાવશે : કેન્દ્ર-રાજય સરકારની ગ્રાન્ટમાંથી કેટલા કામો હાથ ધરાયાના ભાજપના કોર્પોરેટર રસીલાબેન સાકરીયાના પ્રથમ પ્રશ્નથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશેઃ તંત્રવાદકો સભ્યોના પ્રશ્નોના જવાબ સંતોષકારક આપી શકશે?: ભાજપના ૧૩ અને કોંગ્રેસના ૩ સહિત કુલ ૧૬ નગરસેવકોએ ૩૦ સવાલ મુકયા4:08 PM IST
કરાટેમાં અકિલ વસાનો ખેલ મહાકુંભમાં રાજયકક્ષામાં ત્રીજો નંબર : જુદી-જુદી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શનઃ હવે એથલેટીકસ તૈયારી ‘અકિલા' કાર્યાલય ખાતે અકિલ વસા અને તેમના માતા હસીનાબેને વિગતો વર્ણવી હતી ખેલ મહાકુંભ સહિત જુદી-જુદી સ્પર્ધાઓમાં અકિલ વસાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા તેનું સન્માન કરાયુ હતું3:29 PM IST
માતાજીના માંડવામાં જઇ રહેલા રાજકોટના પ્રજાપતિ પરિવારની કારનો થાન પાસે ટ્રેકટરની ઠોકરે બૂકડોઃ વૃધ્ધ દંપતિનું મોત : કટલેરીના ધંધાર્થી ૬૫ વર્ષના પ્રેમજીભાઇ ઘાટલીયા અને પત્નિ ૬૦વર્ષના લાભુબેન ઘાટલીયાના મોતઃ પુત્ર મહેશભાઇ, પુત્રવધૂ અસ્મીતાબેન, પોૈત્ર કુલદીપનો બચાવઃ પોૈત્રી ખુશાલીને ઇજા : સવારે દંપતિની અંતિમયાત્રા નીકળતાં ગમગીની છવાઇ ગઇ : તસ્વીરમાં બૂકડો બોલી ગયેલી કાર, તેને ઠોકરે લેનારુ ટ્રેકટર અને કાળનો કોળીયો બની ગયેલા વૃધ્ધ પ્રેમજીભાઇ ઘાટલીયા તથા તેમના પત્નિ લાભુબેન ઘાટલીયા અને ઇજાગ્રસ્ત પોૈત્રી ખુશાલી મહેશભાઇ ઘાટલીયા જોઇ શકાય છે2:45 PM IST
લખતરના અમુક વિસ્તારોમાં ભરઉનાળે પાણીની પારાયણ10:56 AM IST
જામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા યોજાયેલા રકતદાન યજ્ઞમાં રપર નાગરિકોએ કર્યુ રકતદાન : રાજયના પૂર્વ મંત્રી સ્વ.બાબુભાઈ લાલની પૂણ્યતિથિના દિવસે વર્ષોથી યોજાતા માનવ સેવાના યજ્ઞમાં આ વખતે પણ પ્રજાના પ્રતિનિધીઓ, રાજકિય અગ્રણીઓ, વેપાર - ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો, સામાજીક અગ્રણીઓ, ધારાશાસ્ત્રીઓ વિગેરેની ઉપસ્થિતી12:14 PM IST
ખાતરની તંગીથી ત્રાહિમામ ખેડૂતો : વિસાવદરના AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પુરવઠા અધિકારીને ઘેર્યા : કૃત્રિમ અછત અને કાળાબજારીનો આક્ષેપ : "દર વર્ષે ખેતી સમયે જ ખાતરની અછત કેમ? દારૂની હોમ ડિલિવરી થાય છે, તો ખાતર કેમ નહીં? નેનો ખાતરના નામે ખેડૂતોનું શોષણ બંધ કરો" - ગોપાલ ઇટાલિયાનાં સરકાર સામે આકરા પ્રહારો3:11 PM IST
સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકોને અકળાવતો ધોમધખતો તાપ 1:50 PM IST
યુરોપિયન યુનિયનનો ભારત પર મોટો વેપારી પ્રહાર: સ્ટીલની સસ્તી નિકાસ સામે લાલ આંખ કરીને ભારત સહિત ચાર દેશો પર 'એન્ટિ ડમ્પિંગ ડ્યુટી' ઝીંકી દેતા દેશના ઉદ્યોગ જગતમાં ભારે હાહાકાર : ભારતીય સ્ટીલ ઉત્પાદકોની નિકાસને લાગ્યો મોટો ફટકો:યુરોપના આ કઠોર નિર્ણયથી દેશના અર્થતંત્ર અને સ્ટીલ કંપનીઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક વેપાર બજારમાં ભારે ખળભળાટ5:08 PM IST
રશિયા-યુક્રેન મહાયુદ્ધમાં અંતરિક્ષમાંથી જાસૂસીનો સનસનાટીભર્યો ખેલ શરૂ: યુક્રેનના સૈનિકોનું સચોટ લોકેશન જાણવા રશિયાએ અંતરિક્ષમાં 'કોએન' સેટેલાઈટ લોન્ચ કરતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ : આકાશમાંથી દુશ્મન સેનાની દરેક હિલચાલ પર રશિયાની બાજનજર:યુદ્ધના મેદાનમાં તબાહી મચાવવા માટે રશિયાએ અવકાશમાં ગુપ્ત ઉપગ્રહ તરતો મૂકતા યુક્રેન અને નાટો દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:07 PM IST
ટેકનોલોજી જગતને હચમચાવી નાખનારો અત્યંત સનસનાટીભર્યો ઘટસ્ફોટ: ગૂગલના AI એજન્ટ્સે સુરક્ષા કવચ તોડીને વેબસાઇટ પર કર્યો સાયબર હુમલો: સેફ્ટી ટેસ્ટ દરમિયાન બનેલી આ ખૌફનાક ઘટના સામે આવતા વિશ્વભરના નિષ્ણાતો સ્તબ્ધ : માણસે બનાવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ખુદ માણસના નિયંત્રણ બહાર જઈ રહી છે? ગાર્ડરેલ્સ અને સેફ્ટી નિયમોનો ભંગ કરીને AI એજન્ટ્સે હુમલો કરી દેતા સાયબર સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: ટેક વર્લ્ડમાં ભારે હાહાકાર5:09 PM IST
ચીનની ભારત વિરુદ્ધ વધુ એક નાપાક હરકત: ડ્રેગનનું ઘાતક યુદ્ધ વિમાન ભારતીય સરહદમાં ઘૂસીને સિક્કિમ સેક્ટર પર આસમાને આડેધડ ૨૦ મિનિટ સુધી મનમાની કરતું રહ્યું:સુરક્ષા એજન્સીઓમાં ભારે હાહાકાર : આકાશમાં ભારતીય રડારને પડકાર ફેંકતા ચીની ફાઇટર જેટની ઘૂસણખોરીથી દેશભરમાં ભારે આક્રોશ: એરસ્પેસના ભંગની આ અત્યંત ગંભીર ઘટનાથી દેશના સુરક્ષા વર્તુળોના છાતીના પાટિયા બેસી ગયા5:08 PM IST
ધોનીને મળે છે દર મહિને ૭૦ હજારનું પેન્શન1:32 PM IST
IPL 2025 પ્લેઓફ ટિકિટ નક્કી થતાં RCBએ ટીમમાં ફેરબદલ કર્યો : ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાનીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેમ્પમાં પ્રવેશ : લુંગી ન્ગીડીના સ્થાને મુઝારાબાનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો , ન્ગીડી 26 મે પહેલા દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે : બ્લેસિંગને RCB માટે પ્લેઓફ મેચોમાં રમતો જોવા મળશે3:54 PM IST
હૈદરાબાદનો ધમાકેદાર વિજય! લખનૌને તેના જ ગઢમાં ધૂળ ચટાડી પ્લેઓફની રેસમાંથી બહાર ફેંક્યું! : હૈદરાબાદે ૬ વિકેટે શાનદાર જીત મેળવી : ઈશાન કિશન અને અભિષેક શર્માની તોફાની ઓપનિંગ જોડીનો પાવરપ્લેમાં કહેર : મધ્યક્રમે પણ જાળવી રાખ્યો દબદબો : લખનૌના બોલરો લાચાર : ઘરઆંગણે કારમી હાર સાથે પ્લેઓફનું સપનું ચકનાચૂર11:42 PM IST
IPLના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સિદ્ધિ નોંધાઈ: ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવી ઈતિહાસ રચ્યો : ગુજરાત ટાઈટન્સએ જીત માટે 200 રનનો લક્ષયાંક કોઈ પણ નુકસાન વગર 6 બોલ બાકી રહેતા પૂર્ણ કર્યો:સાંઈ સુદર્શન અને શુભમન ગિલે 205 રનની અણનમ ઈનિગ્સ રમી અને ટીમને પ્લેઓફમાં એન્ટ્રી અપાવી7:48 PM IST
‘મહારાણી'ના તાજ માટે લડત આપશે માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર : એક્ટર ડાયરેક્ટર જોડી માનસી પારેખ અને વિરલ શાહની દર્શકો માટે તેમની આગામી ગુજરાતી ફિલ્મ - ‘મહારાણી' લાવી રહ્યાં છે. : ફિલ્મના લેખક છે રામ મોરી અને હાર્ર્દિક સાંગાણી ગળહિણી અને ઘરની બાઈ વચ્ચેના સંબંધોથી સંવેદનાની વ્યાખ્યા કરશે ફિલ્મ ‘‘મહારાણી''10:00 AM IST
રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ ‘આઝાદ’ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ ઝી સિને અવૉર્ડ્સ 2025માં તેની મમ્મી રવીના ટંડનના આઇકૉનિક ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ પર શાનદાર ડાન્સ-પર્ફોર્મન્સ આપીને બધાનાં દિલ જીતી લીધાં : જુઓ વિડિઓ : ફૅન્સે ગ્રેસફુલ મૂવ્સ અને એનર્જીને કારણે તેને રવીના ટંડનની કાર્બન કૉપી ગણાવી : રાશા ‘આઝાદ’ના ગીત ‘ઉઈ અમ્મા’થી ચર્ચામાં આવી હતી3:50 PM IST
























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































