તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ખોડલધામ આયોજિત વૈદિક વિવાહમાં રચાયો અનોખો સંયોગઃ દીકરાના નિધન બાદ પિતાએ પુત્રવધુને પરણાવીને કર્યુ કન્યાદાન

રાજકોટ, તા.૧૯: ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આધ્યાત્મિક પ્રવળત્તિઓની સાથે સાથે સમાજ ઉત્થાનની અનેકવિધ પ્રવળત્તિઓ કરી રહ્યું છે. ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક, શિક્ષણ, આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવળત્તિઓ ચાલી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવીન દિશા મળે તેવા ઉદ્દેશ સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હિંદુ શાષાોક્ત વિધિથી વૈદિક વિવાહ કરાવવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે આવેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વૈદિક વિવાહમાં ૧૭ મે ને શનિવારના યોજાયેલા લગ્નમાં અનોખો સંયોગ રચાયો હતો. દીકરાના નિધન બાદ પિતાએ પુત્રવધુને અન્ય જગ્યાએ પરણાવીને કન્યાદાન કર્યું હતું અને સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો.
જામનગર જિલ્લાના અમરાપર ગામના નારણભાઈ ઘાડિયાના તેમના પત્ની જાગળતિબેનના અન્ય જગ્યાએ લગ્ન કરાવવાનું સ્વ. અંકિતભાઈના પિતા અને જાગળતિબેનના સસરા નારણભાઈ ઘાડિયાએ નક્કી કર્યું હતું. આ લગ્ન તા. ૧૭ મે ને શનિવારના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત વૈદિક વિવાહ અંતર્ગત યોજાયા હતા. જેમાં જાગળતિબેનના પિતા મેઘજીભાઈ સંઘાણી અને સસરા નારણભાઈ ઘાડિયાએ કન્યાદાન કરીને કાલાવડ તાલુકાના મોટી નાગાજાર ગામના રમેશભાઈ ભીખાભાઈ વાડોદરિયાના પુત્ર જયદિપકુમાર વાડોદરિયા સાથે જાગળતિબેનના લગ્ન કરાવ્યા હતા. આમ પુત્રવધુને દીકરી સમજીને કન્યાદાન કરીને સસરાએ સમાજમાં એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વૈદિક વિવાહ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના માનદ મંત્રીશ્રી જીતુભાઈ વસોયા અને ટ્રસ્ટીશ્રી બકુલભાઈ સોરઠીયાએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા અને વર-કન્યાના પરિવારને આ અનુકરણીય પગલું ભરવા બદલ બિરદાવ્યા હતા. રાજકોટના જે.પી. જ્વેલ્સના માલિક જીજ્ઞેશભાઈ પાટડીયા દ્વારા વૈદિક વિવાહમાં જોડાનાર દરેક કન્યાઓને સોનાની ચુક ભેટમાં આપવામાં આવી રહી છે. વૈદિક વિવાહ દરમિયાન કન્યાઓને કોઈપણ ભેટ અર્પણ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સૌને આવકારે છે. રાજકોટ શહેરના શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં ચાર વૈદિક વિવાહનું આયોજન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે. વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી ૨૫-૨૫ લોકો ઉપસ્થિત રહી શકે છે અને સાદગીપૂર્ણ રીતે વિવાહ પ્રસંગ યોજાય છે. વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિના લોકો જોડાઈ શકે છે. વૈદિક વિવાહ માટે અગાઉથી બુકિંગ કરાવવું અનિવાર્ય છે. બુકિંગ કરાવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મુખ્ય કાર્યાલય, સરદાર પટેલ ભવન, નવું બિલ્ડિંગ, ચોથો માળ, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, ન્યૂ માયાણીનગર, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ, મો.નં. ૭૪૮૬૦૨૦૮૧૦ અથવા ૯૭૧૨૯૪૭૮૯૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.
(4:03 PM IST)










