તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
અંકલેશ્વર ત્રણ રસ્તા નજીક શાકભાજીના દબાણો હટાવામાં આવતા મહિલા વેપારીઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજૂઆત
વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાઓએ નગરપાલિકા દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા અને કાયમી યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી

અંકલેશ્વર ત્રણ રસ્તા નજીક શાકભાજીના દબાણો હટાવામાં આવતા મહિલા વેપારીઓનો પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરના હાર્દ-સમાન ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તાને અડીને વર્ષોથી શાકભાજી માર્કેટેની જમાવટ કરે છે.
જ્યારે પણ ટ્રાફિકને અડચણરૂપ બનતા શાકભાજી વેપારીઓના દબાણો પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવે છે. આ દબાણો થોડા સમયમાં જ પુનઃ સ્થાપિત પણ થઇ જાય છે કાયમી કોઈ ઉકેલ આવતો નથી. પાલિકાનું તંત્ર ફરી એક વખત જાગ્યું હતું, અને ત્રણ રસ્તા સર્કલ પાસે શાકભાજી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.અને વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાઓએ નગરપાલિકા દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા અને કાયમી યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
