News of Monday, 19th May 2025
કચ્છના રતનાલ ગામે બેકાબૂ કાર ચાલકે રાહદારીને હડફેટે લેતા મોત
આડેસર પાસે ટ્રેલર ચાલકે બ્રેક મારતા પાછળ બાઈક ઘૂસી જતા ચાલકનું મોત થતા અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : જે રીતે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે તે જોતા રસ્તાઓ ઉપર યમદૂત બની ફરતા વાહનચાલકો માટે કડક કાયદાઓ અમલમાં લાવવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે બેકાબૂ કાર ચાલકે ૫૫ વર્ષીય રાહદારી વસ્તાભાઈ રબારીને હડફેટે લેતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્ત કાર ચાલકની સામે ગુનો નોંધી તેની ઓળખ કરવા સહિત અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. બીજો બનાવ કચ્છના આડેસર ગામે નેશનલ હાઈવે ઉપર બન્યો હતો. જેમાં ટ્રેલર ચાલકે બ્રેક મારતાં તેની પાછળ બાઈક ચાલક અથડાયો હતો. બાઈક ચાલક ૩૬ વર્ષીય લાલાભાઈ માનાભાઈ સેવાળનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક વૃદ્ધ માં બાપના ટેકા સમાન એક જ પુત્ર હતો. પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
