News of Monday, 19th May 2025
રત્નકલાકાર માટે સુરત જિલ્લા કોંગ્રેસે ઉઠાવ્યો અવાજ: કલ્યાણ બોર્ડ સ્થાપવાની માંગણી કરી
રત્ન કલાકારો માટે સરકારે એક કમિટીનું ગઠન કર્યું: કમિટીમાં મુખ્યમંત્રી સહિતના લોકો હોવા છતાં આજ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી. જેને લઈને કોંગ્રેસ દ્વાર જવાબ માંગ્યો

સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં વખણાય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું હોવાના સમાચારો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે સુરત જિલ્લા કોંગ્રેસે સંકટનો સામનો કરી રહેલા રત્નકલાકારોની વહારે આવ્યા છે.
સુરત શહેર - જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને અનેક રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ કફોળી થઈ ગઈ હોવાની વાત કરી હતી. તેમનું કહેવું છે કે ભારતના કલાકારો આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદિને કારણે રત્ન કલાકારો માટે સરકારે એક કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટીમાં મુખ્યમંત્રી સહિતના લોકો અંદર હોવા છતાં આજ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી. જેને લઈને કોંગ્રેસ દ્વાર જવાબ માંગવામાં આવ્યો છે.
મંદીનો સામનો કરી રહેલા રત્નકલાકારો માટે હવે કોંગ્રેસ આગળ આવી છે. અને સરકાર પાસે રત્ન કલાકાર માટે તાત્કાલિક રત્ના કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની માંગ કરી છે. આ ઉપરાંત રત્ન કલાકારના બાળકોને અભ્યાસ અર્થે શિષ્યવૃતિ, પરિવારને રાહત દરે આરોગ્યની સેવા આપવામાં આવે, તેમજ રત્નકલાકારોએ લોન લીધી હોય તો તેમાં રાહત તેમજ હીરા યુનિટમાં લાઈટ બિલ તેમજ ભારતના કલાકારો માટે આવાસ યોજના શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
સુરત શહેર - જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી આ દરમિયાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સરકાર દ્વારા ફક્ત જાહેરાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસે રત્નકલાકાર માટે બનાવવામાં આવેલી કમીટીએ શું કામ કર્યું છે તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
