<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

‘શકિત' વાવાઝોડુ શકિતશાળી બની ગુજરાત પર ત્રાટકશે?

ચોમાસાની શરૂઆત પહેલાજ વાવાઝોડાની અસરે ચોમાસા જેવો ભારે વરસાદ વરસે એ અચરજ તો પમાડશે જ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૯ :.. આપણે ગુજરાતમાં ૧પ જુન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. ખુશ ચોમાસાને હજુ પચ્‍ચીસ દિવસ જેટલો લાંબો સમય બાકી છે. ત્‍યારે ચોમાસા પહેલા જ અરબ સાગરમાં ચક્રાવાત બને અને તેનો ભરચોમાસા જેવો ભારે વરસાદ વરસે એવું બને તો અચર જ તો પમાડશે જ.

છેલ્લા કેટલાક દિવસોથી આંતર રાષ્‍ટ્રીય  સ્‍તરની અમુક વેધર વેબસાઇટોના જીએફએસ તેમજ અન્‍ય માપદંડો આધારિત મોડેલ મેપ્‍સમાં આવનારા દિવસોમાં અરબ સાગરમાં ઉદભવનારી લો-પ્રેસર સિસ્‍ટમમ, ડીપ્રેશન, ડીપ ડીપ્રેશન, અને અમુકમાં આ સિસ્‍ટમ સાયકલોન અર્થાત વાવાઝોડાનું સ્‍વરુપ લે તેવું દર્શાવે છે. વાવાઝોડાના નામો પ્રથમથી નકકી થયેલા હોય છે જે મુજબ હવે ઉદભવનાર વાવાઝોડાનું નામ ‘શકિત' હોઇ, છેલ્લા કેટલાક દિવસોથી ‘શકિત' વાવાઝોડાની ચર્ચા વધુ જોવા મળી રહી છે.

જો ભારતીય હવામાન વિભાગ - આઇએમડીના લોંગ પીરીયડ ફોર કાસ્‍ટ મેપને આધાર બનાવીએ તો છેલ્લા દસેક દિવસના સમય ગાળામાં અર સાગરમાં ઉદઘવનારી સીસ્‍ટમ અંગે વારંવાર બદલાવો જોવા મળ્‍યા છે. પ્રારંભે ર૦ તારીખ પછી આ લો પ્રેસર સિસ્‍ટમ ડીપ્રેશન જેવું સ્‍વરૂપ લઇ દેશના દક્ષિણ - પヘમિના રાજયો કેરળથી લઇ આંધ્ર - તેલંગાણ અને મહારાષ્‍ટ્ર-મુંબઇ - ગોવા પર અતિ ભારે વરસાદ વરસાવી ગુજરાતના દક્ષિણ તેમજ સૌરાષ્‍ટ્રમાં પણ વરસાદી જમાવટ ભર ચોમાસા જેવી આ મોડેલ મેપ દર્શાવવા હતા. ગઇકાલે તો વળી આ સીસ્‍ટમથી સૌરાષ્‍ટ્ર બાદ કચ્‍છને પણ રૌદ્ર વરસાદથી ધમરોળે તેવું દર્શાવાયેલું હતું. અને ફરી તેમાં બદલાવ ગુજરાત માટે જોવા મળી રહ્યો છે. ર૩ મેથી સૌરાષ્‍ટ્રમાં પ્રીમોન્‍સૂન વરસાદ વરસે. જો કે ગુજરાત નજીક જ આ સિસ્‍ટમ સાયકલોનનું સ્‍વરૂપ લઇ તેની દિશા ગુજરાતથી થોડી દૂર જતી જોવા મળે છે. જો આ સિસ્‍ટમ વાવાઝોડામાં બદલાય તો તે ‘શકિત' વાવાઝોડુ ગણાશે અને જો માપદંડો મુજબ વાવાઝોડું ન બને તો ચોમાસા સમયે જયારે કોઇ વાવાઝોડું બનશે ે ‘શકિત' વાવાઝોડાથી ઓળખાશે.

મોડેલ મેપનો આધાર બનાવી આગાહી થઇ શકતી નથી જયાં સુધી આઇએમડી દ્વારા સત્તાવાર જાહેરાત તથા બનનારા વાવાઝોડાનો ટ્રેક સાર્વજનિક કરાય નહીં ત્‍યાં સુધી રાહ જોવી રહી.

(10:54 AM IST)