<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

દિલ્હીમાં નકલી NCERT પુસ્તકો વેચતા રેકેટનો પર્દાફાશ: અલીપુરમાં ગોડાઉનમાં દરોડો : 2.4 કરોડના પુસ્તકોનો જથ્થો જપ્ત : ત્રણની ધરપકડ

મંડોલી રોડ પર અનુપમ સેલ્સ નામની એક દુકાન પર ગેરકાયદેસર રીતે NCERTની નકલી પુસ્તકો વેચવામાં આવી રહ્યા હોવાની બાતમી બાદ કાર્યવાહી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં નકલી NCERT પુસ્તકો વેચતા એક રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસને મળેલી માહિતીના આધારે અલીપુર સ્થિત એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટા પ્રમાણમાં નકલી પુસ્તકોનો જથ્થો મળી આવ્યો હતો. આ પુસ્તકોની કિંમત 2.4 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 16 મેના રોજ શાહદરા જિલ્લાની પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે મંડોલી રોડ પર અનુપમ સેલ્સ નામની એક દુકાન પર ગેરકાયદેસર રીતે NCERTની નકલી પુસ્તકો વેચવામાં આવી રહ્યા છે.

માહિતી મળતા જ સ્પેશિયલ સ્ટાફની ટીમ સક્રિય થઈ ગઈ અને ઇન્સ્પેક્ટર મનીષ કુમારના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી. NCERTના આસિસ્ટન્ટ પ્રોડક્શન ઓફિસર પ્રકાશવીર સિંહને પણ પ્રમાણીકરણ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા

 

(8:54 PM IST)