<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયા દ્વારા બન્‍ની ગજેરાને ૧૦ કરોડની નોટીસ

શોરપલ મીડીયાના માધ્‍યમથી બદનક્ષી કરી ધમકી આપતા નોટીસ ફટકારી

 

 

ગોંડલ તા.૧૯: રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા દ્રારા યુટયુબર બન્ની ગજેરા સામે બદનક્ષી બદલ રૂા. ૧૦ કરોડ નું વળતર ચુકવી આપવા નોટિસ પાઠવવામા આવી છે.

આ કેસની હકીકત એવી છે કે, મુળ ગોંડલ તાલુકાના લીલાખા ના વતની અને હાલ ગોંડલ મુકામે રહેતા અલ્‍પેશભાઈ ઢોલરીયા કે જેઓ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમજ એગ્રીકલ્‍ચર પ્રોડયુસ માર્કેટ કમીટી-ગોંડલ ના ચેરમેન તરીકે ફરજ બજાવી રહેલ છે તે સિવાય પણ ઘણા જુદા જુદા હોદાઓ ઉપર હોય અને વર્ષોથી રાજકીય તથા સામાજીક કાર્યકર તરીકે કરેલ કર્યોથી સમાજમા લોકચાહના તથા સન્‍માન મેળવી સમાજમા આગવી ઓળખ પ્રાપ્ત કરેલ છે. અલ્‍પેશભાઈ ઢોલરીયા લેઉવા પટેલ જ્ઞાતીના હોય પાટીદાર સમાજમા પણ નામના મેળવેલ હોય આ રીતે સમાજમા પ્રતિષ્ઠિત અને આબરૂદાર નાગરીક તરીકેની છાપ ધરાવતા હોય પરંતુ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના રહીશ બન્‍તી ભાવીન ગજેરા સોશીયલ મીડીયા ફેશબુક, ઈન્‍સટાગ્રામ અને યુટયુબ ના માધ્‍યમથી માર્ચ-૨૦૨૫ થી અલ્‍પેશભાઈ ઢોલરીયા અને તેના પરિવારની બદનક્ષી થાય તેવા વિડીયો પબ્‍લીશ કરી આમજનતાને અલ્‍પેશભાઈ વિરૂધ્‍ધ ભડકાવવાનુ ગેરકાયદેસરનુ કળત્‍ય કરી રહેલ હોય જયારે આ બન્ની ગજેરા ગુનાહીત ઈતીહાસ ધરાવતો હોય તેની સામે એટ્રોસીટી એકટ, ખંડણી માંગવાનો, ઠગાઈ આચરવાનો વિગેરે ઘણા બધા ગુનાઓ દાખલ થયેલ હોય તેમજ આ બન્ની ગજેરા એ અલ્‍પેશભાઈ સામે ગોંડલ યાર્ડમાથી કાઈ કામ કર્યા વગર કરોડો લઈ લીધાનો પાયાવિહોણો આક્ષેપ કરેલ હોય તેમજ આ બન્ની ગજેરા એ સોશીયલ મીડીયા મારફત અલ્‍પેશભાઈ ઢોલરીયા ની તથા તેના ઘરની આબરૂ કાઢવાની તથા રાજકીય કારકીર્દી ખત્‍મ કરી નાખવાની સોશીયલ મીડીયા મારફત ધમકી આપેલ હોય

 આથી બન્ની ગજેરા સામે કાયદેસરના પગલા ભરવા માટે અલ્‍પેશભાઈ ઢોલરીયાએ ગોંડલના વકીલ શ્રી નિરંજય એસ. ભંડેરી મારફત નોટિસ પાઠવી બન્ની ગજેરાના કળત્‍યને કારણે અલ્‍પેશભાઈ ઢોલરીયા તથા તેના પરિવારના સભ્‍યોને માનસીક, શારીરીક, આર્થિક, સામાજીક, વ્‍યવસાયીક સ્‍તરે ગંભીર અસરો પડેલ હોય જેની પીડા અલ્‍પેશભાઈ તથા તેનો પરિવાર ભોગવી રહેલ હોય આવા સંજોગોમા તેના નુકશાન વળતર પેટે રૂા.દશ કરોડ મળવા તથા લેખિતમા તથા સોશીયલ મીડીયા સમક્ષ અલ્‍પેશભાઈ ઢોલરીયા તથા તેના પરિવારજનોની માફી માગી લેવા તથા સોશીયલ મીડીયા પ્‍લેટફોર્મ મારફત અલ્‍પેશભાઈ ઢોલરીયા ની બદનક્ષી થાય તેવા જેટલા વિડીયો અપલોડ કરેલ હોય તે તાત્‍કાલીક અસરથી દુર કરાવી નાખવા અને ભવિષ્‍યમાં આ પ્રકારનુ કોઈ કળત્‍ય કરવામા નહી આવે તેવી લેખિતમા બાંહેધરી આપવા તાકીદ કરવામા આવેલ છે.

આ અંગે દિવસ-૧૫ ની સમયમર્યાદામા નોટિસનુ પાલન કરવામા બન્ની ગજેરા દ્વારા કસુર કરવામા આવશે તો ના-છુટકે અલ્‍પેશભાઈ ઢોલરીયા ન્‍યાયમંદિરના દ્રારે કાનુની રાહે બન્ની ગજેરા વિરૂધ્‍ધ કાર્યવાહી હાથ ધરશે તેમ જણાવવામાં આવેલ છે. આ કેસમાં અલ્‍પેશભાઈ ઢોલરીયા વતી ગોંડલના  ધારાશાષાી શ્રી નિરંજય એસ. ભંડેરી, ધારાશાષાી શ્રી શિવલાલ પી. ભંડેરી તથા પ્રજ્ઞા એન. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર રોકાયેલ છે.(૩૮.૨૦)

(11:23 AM IST)