તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૬૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૬૬:‘‘મિત્ર અને અજાણ્યા પ્રત્યે, માન અને અપમાનમાં, અસમતાની વચ્ચે સમભાવ રાખો.''
‘‘ અસમતા વચ્ચે સમભાવ રાખો,'' આ આધાર છે. તમારા ભીતર શું ઘટી રહ્યું છે? બે વસ્તુઓ ઘટી રહી છે. તમારા ભીતર કોઇ વસ્તુ એવી ને એવી જ રહે. જે કયારેય બદલાતી નથી. કદાચ તમે એનું નિરિક્ષણ ના કર્યુ હોય, કદાચ તમે એનો સાક્ષાત્કાર ના કર્યો હોય પરંતુ જો નિરિક્ષણ કરશો તો જાણશો કે તમારા ભીતર કાંઇક છે જે હંમેશા એનું એ જ રહે છે. એના લીધે તમારૂ એક વ્યકિતત્વ હોય છે. એના કારણે તમે પોતાને કેન્દ્રિત અનુભવ કરો છો, નહિતર તમે એક અરાજકતા થઇ જશો. ત્યારે તમે જોઇ શકો છો કે મિત્રમાં અજાણ્યો અને અજાણ્યામાં મિત્ર છે અને ત્યારે તમે ‘‘ અસમતા વચ્ચે સમભાવ'' રાખી શકો છો. પરીધ ઉપર તમે બદલાતા રહો છો પરંતુ કેન્દ્ર ઉપર પ્રાણોમાં એના એ જ બનેલા રહો છો.
ીંસંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
