News of Monday, 19th May 2025
ગોંડલમાં ઓપરેશન સિંદૂરની ઉજવણીઃ તિરંગા યાત્રા નીકળી

ગોંડલઃ ગોંડલ શહેરના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યકત કરવા એક તિરૅગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલ નાં જેલચોકમાં આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા શરૂ થઈ હતી જે ખટારા સ્ટેન્ડ પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રાને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ફલેગ ઓફ કર્યું હતું. તિરંગા યાત્રા દરમ્યાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું. તિરંગા યાત્રામાં નાગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ફુલભાઈ ટોળીયા, રીનાબેન ભોજાણી, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, પિન્ટુભાઈ ચુડાસમા, મનસુખભાઈ સખીયા, નગરપાલિકા સદસ્યો તેમજ સંતો મહંતો, ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના નિવળત આર્મીમેનના સભ્યો, એસઆરપી જવાનો સહિતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રાને શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, જેકીભાઈ પરમાર, બીપીનભાઈ નિમાવત સહિતના લોકોએ સફળ બનાવી હતી.(તસવીર-જીતેન્દ્ર આચાર્ય)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
