<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં સર્વે ગૌ ભક્તો દ્વારા ૧૦૦૦ કિલો શાકભાજીના ભોગ ધરાવાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૯ : જામનગર નજીક હાપા સ્થિત શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ સેવા સમિતિ ઉપરાંત શ્રી મંગળા વિઠલેશ ગૌશાળા ના સંયુક્ત પ્રયાસોથી ગઈકાલે હાપા ના જલારામ મંદિરે ગૌશાળામાં ગાય માતા માટે ૧૦૦૦ કિલો લીલોતરી શાકભાજીનો ભોગ ધરાવાયો હતો.

 શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં ૫૫ જેટલી ગાયો આવેલી છે, જ્યાં ગઈકાલે સાંજે ૭.૦૦ વાગ્યે સર્વે ગૌ ભક્તો દ્વારા જુદા જુદા લીલોતરી ના શાકભાજી, કે જે ૧૦૦૦ કિલો એકત્ર કરી અને ગાય માતાને ભોગ ધરાવ્યો હતો. જેમાં જામનગર શહેરના અને ગૌ ભક્તો જોડાયા હતા, અને પોતાના હાથે ગૌ માતાને લીલોતરી શાકભાજી ખવડાવી ગૌ માતાની સેવા કરી હતી.

(11:25 AM IST)