તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 19th May 2025
૬,૨૧૦.૭૨ કરોડ રૂપિયાના ઉચાપતના કેસમાં યુકો બેંકના ભૂતપૂર્વ સીએમડી સુબોધ કુમાર ગોયલની ધરપકડ
EDએ મની લોન્ડરિંગના આરોપસર યુકો બેંકના ભૂતપૂર્વ સીએમડી સુબોધ કુમાર ગોયલની ધરપકડ કરી છે. તેમની દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી

નવી દિલ્હી,તા.૧૯: ED એ મની લોન્ડરિંગના આરોપસર UCO બેંકના ભૂતપૂર્વ CMD સુબોધ કુમાર ગોયલની ધરપકડ કરી છે. તેમની દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ED બેંક છેતરપિંડીના કેસમાં કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (CSPL) અને અન્યની તપાસ કરી રહી છે. આ કેસમાં ગોયલની ધરપકડ કરવામાં આવી છે. EDના કોલકાતા ઝોનલ ઓફિસે ૧૬ મેના રોજ PMLA હેઠળ તેમની ધરપકડ કરી હતી. તેમને ૧૭ મેના રોજ કોલકાતાની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ૨૧ મે સુધી ઇડી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
આ કેસ CSPL ને લોન આપવા અને ૬,૨૧૦.૭૨ કરોડ રૂપિયાના ઉચાપત સાથે સંબંધિત છે. સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર નોંધી છે. એક નિવેદનમાં, ED એ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે સુબોધ કુમાર ગોયલના કાર્યકાળ દરમિયાન, શ્ઘ્બ્ બેંકે CSPL ને મોટી લોન મંજૂર કરી હતી. બાદમાં કંપનીએ તેનો ઉચાપત કર્યો. બદલામાં, સુબોધ કુમાર ગોયલને મોટી લાંચ આપવામાં આવી. ગોયલને રોકડ, મિલકતો, લક્ઝરી સામાન, હોટેલ બુકિંગ વગેરેના રૂપમાં લાંચ આપવામાં આવી હતી. આ કામ અનેક શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આમાંની ઘણી શેલ કંપનીઓ ઓળખાઈ ગઈ છે. તેમનો સીધો સંબંધ ગોયલ અને તેમના પરિવારના સભ્યો સાથે હતો. EDએ કહ્યું કે ગોયલને મળેલા પૈસા CSPL સાથે સંબંધિત હતા. આ સંદર્ભમાં, ૨૨ એપ્રિલે ગોયલના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા. CSPL ની તપાસ દરમિયાન, એજન્સીએ કંપનીના પ્રમોટર સંજય સુરેકાની ૫૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી. સુરેકાની ગયા વર્ષે ૧૮ ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. ઇડીએ ફેબ્રુઆરીમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.(૪૦.૩૪)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
