News of Monday, 19th May 2025
જામકંડોરણામાં અનુ.જાતિ સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો
અનુ.જાતિ સમાજની ૧૧ દિકરીઓનો પ્રથમ સમૂહલગ્ન સમારોહમાં દીકરીઓને કરીયાવરમાં ઘરવખરીની તમામ વસ્તુઓ અપાઈ

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૧૯: તાલુકા અનુસુચિત જાતિ સમાજ દ્વારા આયોજીત અનુ.જાતિ સમાજની ૧૧ દિકરીઓનો સ્નેહનું પાનેતર પ્રથમ સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો આ સમૂહલગ્ન પ્રસંગે દાંડિયા રાસ તેમજ વાજતે ગાજતે જાનના સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમાજના દાતાઓ અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને દરેકને માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં કબાટ-સેટી પલંગ, કાંસાની થાળી, ત્રાંબાના કળશ, સોનાના દાણા, બાથરૂમ સેટ, ચાંદીનું મંગળસુત્ર, કિચનવેર સેટ, ડીનર સેટ સહિત ઘરવખરીની તમામ વસ્તુઓ દાતાશ્રીઓના સહકારથી દીકરીઓને કરીયાવરમાં આપવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ હાજરી આપી હતી અને નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને અનુ.સમાજને અભિનંદન પાઠવ્યા હતા. આ સમૂહલગ્નના આયોજકો જયંતિભાઈ ચુડાસમા,ખીમજી ભાઈ બગડા, બાલાભાઈ બગડા, અમિતભાઈ બગડા, મનસુખભાઈ રાઠોડ, સંદિપભાઈ મઢવી, રાહુલભાઈ બગડા, બિપીનભાઈ મણવર, જસવંતભાઈ મકવાણા, પંકજભાઈ કટારીયા, મનસુખભાઈ ચૌહાણ, નિર્મળભાઈ સોંદરવા, અશોકભાઈ સોલંકી, વિનોદભાઈ ચાવડા, હરસુખભાઈ મકવાણા એ પધારેલ તમામને આવકારી આભાર વ્યકત કર્યો હતો તેમજ તમામ દાતાશ્રીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.(૨૩.૩)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
