તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
બ્રહ્માકુમારીઝ દ્વારા સૂર્યસ્નાન સાથે ફોરેસ્ટ બાથીંગઃ ઘેઘુર વૃક્ષની નીચે ‘ૐ'ના ધ્વનિ સાથે ધ્યાન પ્રયોગ
પ૦ લોકોએ ધ્યાન સાથે પ્રકૃતિ રક્ષાનો સંકલ્પ લીધોઃ વિધીબેન કહે છે વૃક્ષો સાથે મૌન સંવાદથી વિચારો શાંત થાય છે

રાજકોટઃ બ્રહ્માકુમારીઝ પંચશીલ સેવા કેન્દ્ર દ્વારા રીટ્રિટ સેન્ટર હેપ્પી વિલેજ ખાતે શનિ - રવિ ફોરેસ્ટ બાથીંગ યોજાયો હતો. જેમાં ૫૦ લોકોએ ભાગ લીધો હતો. બ્રહ્માકુમારી વિધિબેન, તનિષાબેન અને અવનીબેને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત ઝોન ડાયરેક્ટર વરિષ્ઠ બ્રહ્માકુમારી ભારતીદીદીજીના માર્ગદર્શન તળે યોજાયેલ હોવાનું સંસ્થાની યાદિમાં જણાવેલ છે. હરિયાળી, વનરાઈ અને શહેરના શોરબકોરથી દૂર વન સાથે વાતો, કોમલ કિરણોમાં સૂર્ય સ્નાન અને ‘‘ઓમ મંગલ ધ્વનિ વચ્ચે સુંદર અનુભવ સહુ કોઈને થયો હતો.વૈજ્ઞાનિક તરીકાથી કેટલીક એક્ટિવિટી કરાવી ,જેનાથી સહભાગીઓને શાંતિ, શુકુન, તાજગી, પ્રસન્નતાનો દિવ્ય અનુભવ થયો હતો.બ્રહ્માકુમારી વિધિબેને આ તકે કહ્યું હતું કે, વૃક્ષો સાથેના મૌન સંવાદથી વિચારોની ગતિ શાંત બને છે. મનની આ સ્થિતિ વાહન હંકારતી વખતે જરૂરી છે, તેનાથી અકસ્માત ઘટે છે. જાપાની સાહિત્યમાં એક વાર્તા છે. જેમાં યુવક એક વૃક્ષને બથ ભરીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. કેમ કે તે તેનાથી દૂર જઈ રહ્યો હોય છે. વિદેશમાં નેચર થેરાપી પ્રચલિત છે. જેમાં ડિપ્રેસન હોય તેને વન ગમન કરવાની સલાહ અપાય છે. તેમ પ્રસ યાદીમાં જણાવાયું છે.
(4:09 PM IST)










