News of Monday, 19th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં દરિયાઇ સુરક્ષા માટે પોલીસ પણ સતર્ક : વિકાસ સહાય
દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળો અને રિફાઇનરીના રક્ષણ માટે આખી વ્યવસ્થા ગોઠવાઇ : રાજયના પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯: ગુજરાત રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જુનાગઢ રેન્જ ખાતે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી જેમાં રાજયના એડી. ડી.જી. કક્ષાના અધિકારી તમામ સી.પી. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા રેન્જ આઇજી પી.નિલેશ જાજડીયા સહિત રેન્જના વડાઓ તેમજ ગિર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજા પોરબંદર એસ.પી. અને જુનાગઢના ઇ.ચા. એસ.પી. ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
ક્રાઇમ કોન્ફરન્સ બાદ શ્રી વિકાસ સહાય એ પ્રેસ બ્રીફીંગમાં જણાવ્યું હતું કે દરિયા કિનારેથી ઇન્ટેલીજન્સને લગતી માહિતી માટે અલગ અલગ એજન્સી કામ કરી રહી છે. તેમજ સોમનાથ દ્વારકા રિફાઇનરીના રક્ષણ માટે ગુજરાત પોલીસે રર કોસ્ટલ પોલીસ મથકો બનાવ્યા છે.
તેઓએ વધુમાં જણાવેલ કે ગુજરાતના ૧૬૦૦ કિ.મી.થી વધુ લાંબા દરિયાઇ તટ સુરક્ષા માટે પોલીસ છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ અલગ પગલા લીધા છે. ખાસ કરીને રર કોસ્ટલ પોલીસ સ્ટેશન બનાવ્યા છે તેને ઇન્ટરસેપટર બોટ અપાઇ છે જે પેટ્રોલીંગ કરે છે અને કોસ્ટગાર્ડ અને નેવી સાથે સંકલન રાખીએ છીએ દરિયા કિનારેથી ઇન્ટેલીજન્સને લગતી માહિતી માટે અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે. ફિશરમેન વોચ ગૃપ દ્વારા અમારા દરેક કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. તેના માધ્યમથી માછીમારોને દરિયાઇતટની સુરક્ષા માટે સજાગ કરીએ છીએ તેઓને શુ કરવું જોઇએ શું ન કરવું જોઇએ તેમજ ગુજરાતના ફિશરીઝ વિભાગે પણ કોસ્ટલ સિકયોરીટીને ધ્યાને લઇ ટેકનોલોજીના ઉપયોગથી વિવિધ પગલા લેવાય રહ્યા છે.
જેમકે ઓન લાઇન ટોકન સીસ્ટમ શરૂ કરાઇ છે. ગુજરાતમાં ૩૦ હજાર નોંધાવેલી ફિશીંગ બોટ છે. તેમાં ભારત સરકારની યોજના અંતર્ગત દરેકમાં ટ્રાનસપોટન્ડર્સ લગાવ્વામાં આવી રહ્યા છે. ફિશ લેન્ડીંગ સેન્ટર્સમાં સિકીયોરીટી વ્યવસ્થા કરી છે ગુજરાતનો દરિયાકાંઠે ફકત રાજય જ નહી આખા દેશ માટે આર્થિક રીતે
ખુબ જ મહત્વનો છે કારણ કે અહીં ઓઇલ અને કુદરતી કચરો છે. દ્વારકા સોમનાથ જેવા સ્થળો રિફાઇનરી છે તેમના રક્ષણને ધ્યાનમાં રાખીને આખી વ્યવસ્થા ગોઠવી છે.
શ્રી વિકાસ સહાય એ વધુમાં જણાવેલ કે ૧૦૦ કલાકમાં ગુનેગારોની યાદી બનાવ્યા બાદ ગુનેગારો ભયમાં છે રાજય ભરના પોલીસ મથકોને ૧૦૦ કલાકમાં જ ગુનેગારોની યાદી તૈયાર કરવાની સુચના અપાયા બાદ તેઓ સામે કડક કાર્યવાહી કરાઇ છે જેને પગલે દરેક પ્રકારના ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મુખ્યત્વે લોકોમાં એક પ્રકારની સલામતી સંતોષ અને પોલીસમાં વિશ્વાસની ભાવના પેદા થાય એવો અમારો હેતુ હતો આવી કાર્યવાહીને લીધે ગુનગારોમાં ભય ઉભો થયો છે. અને ગુન્હા કરતા અટકયા છે.
તેઓ એ વધુમાં જણાવેલ કે ગુજરાત પોલીસે ૭૪૦ ગુનગારોના જામીન રદ કરવાની દરખાસ્ત કોર્ટો ને કરી છે જે પૈકી ર૬ અસામાજીક તત્વોના જામીન રદ થયા છે. તેમજ ગુજરાત પોલીસે જે ગુનેગારોની યાદી તૈયાર કરી હતી એમાં જે ગુનેગારોએ સરકારી જમીનો પર બાંધકામ કર્યુ હતું એવા રાજયના પર૧ બાંધકામોનું ડિમોલીશન કરવા માટે આવ્યું જયારે ૭૯૯ એવા ઇસમો હતા તેમણે લીધેલા ગેર કાયદેસર વીજ જોડાણ પણ અમે કપાવ્યા છે. જુનાગઢ રેન્જમાંથી ૯ પોલીસ કર્મચારીઓને સારી કામગીરી બદલ પ્રશંસા પત્ર પણ રાજયના પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
