News of Monday, 19th May 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 2400 રૂપિયા બોલાયો : જાણો 14 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 265.87 ટન લીંબુની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 265.87 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 2400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મહેસાણામાં 2 હજાર રૂ., વઢવાણમાં 1700 રૂ., અમદાવાદમાં 1600 રૂ., ગોંડલમાં 1300 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 265.87 ટન લીંબુની આવક થઇ છે.


(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
