તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 19th May 2025
શહેરમાં ૩૮ અસામાજીકોના ૫૫ દબાણો ઉપર બૂલડોઝર ફર્યુઃ ૬ાા કરોડની જમીન ખુલ્લી થઇ : જુઓ વિડિઓ
જેના દબાણો તોડી પડાયા તેઓ હત્યા, મારામારી, રાયોટીંગ દારૂ, હત્યાની કોશિષ, ચોરીઓ, જૂગાર સહિતના ગુનાઓમાં સામેલ હતાં : મુંજકા, રૈયાગામ, રૈયાધારમાં કુલ ૨૬૧૦ ચોરસ મીટર જમીનો પર ગુનેગારોએ દબાણો ખડકી દીધા હતાં: કામગીરી નિહાળવા લોકોના ટોળા ઉમટી પડયાઃ ચાંપતા બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ એચ. એન. પટેલ, પીઆઇ એસ. આર. મેઘાણી, પીઆઇ ડી. એમ. હરિપરા અને તેમની ટીમના ૧૧૬ કર્મચારીઓના કાફલાએ વહેલી સવારે મુંજકા પરશુરામ ચોકડીએથી ઓપરેશનની શરૂઆત કરીઃ એલસીબી ઝોન-૨ ટીમ, મામલતદાર અજીતકુમાર જોષીની ટીમ પણ સામેલ

ગુનેગારોએ ખડકી દીધેલા દબાણોને તોડી પાડવા ગૃહવિભાગે આપેલા આદેશ બાદ શરૂ થયેલી ઝુંબેશ રાજકોટમાં આગળ વધી છે. આજે વહેલી સવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના મુંજકા, રૈયાગામ, રૈયાધાર વિસ્તારોમાં ૩૮ ગુનેગારોએ ખડકી દીધેલા ૫૫ જેટલા ગેરકાયદે દબાણો પર વહેલી સવારે પોલીસે બૂલડોઝર ફેરવી દીધુ હતું. બપોર સુધી ચાલનારી આ કામગીરીને અંતે કુલ ૨૬૧૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન ખુલ્લી કરાવવાની કામગીરી શરૂ થઇ હતી. આ જમીનની કિમત ં૬ કરોડ ૫૨ લાખ ૫૦ હજાર જેવી થાય છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ સાથે પીઆઇ એચ. એન. પટેલ, પીઆઇ આર. એસ. મેઘાણી, પીઆઇ ડી. એમ. હરિપરા, એલસીબી ઝોન-૨ ટીમ તથા ૧૧૬નો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. મામલતદાર અજીતકુમાર જોષી પણ તેમની ટીમ સાથે સામેલ થયા હતાં. આ કામગીરી નિહાળવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. તસ્વીરોમાં તોડી પડાયેલા દબાણો, ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, મામલતદારનો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા) (૧૪.૭)
રાજકોટ તા. ૧૯: રાજ્યમાં ગુનાખોરીને કાબુમાં રાખવા અને ગુનેગારોને કાયદો સમજાવવા ગૃહ વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી હતી જે યથાવત રહી છે. અસામાજીક તત્વોએ ખડકી દીધેલા દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાની કામગીરી આજે વહેલી સવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ થઇ હતી. મુંજકા પાસે પરશુરામ ચોકડી, રૈયાગામ, રૈયાધારમાં ૩૮ જેટલા ગુનેગારોએ ખડકી દીધેલા ૫૫ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરી ૬ાા કરોડથી વધુની જમીનો ખુલ્લી કરાવાઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શરૂ થયેલા આ ડિમોલીશનમાં મામલતદાર કચેરીનો સ્ટાફ પણ સામેલ થયો હતો.
જાણવા મળ્યા મુજબ રાજ્યભરમાં ગુનેગારો દ્વારા ગેરકાયદેસર મિલ્કતો ખડકી દેવામાં આવી હોઇ તેને તોડી પાડવાના ગૃહ વિભાગે આદેશ આપ્યા હોઇ રાજ્યભરમાં આવી કામગીરી સતત થઇ રહી છે. બે દિવસ પહેલા પ્ર.નગર પોલીસે પોતાના વિસ્તારમાં આવી કામગીરી કરી હતી. દરમિયાન આજે વહેલી સવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બૂલડોઝરો ધણધણ્યા હતાં. જેમાં સવારે સાત વાગ્યાથી મુંજકા પરશુરામ ચોકડી પાસે, બાદમાં રૈયા ગામમાં અને રૈયાધારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીનો આરંભ થયો હતો.
પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ પરશુરામ ચોકડીએ ખુશાલ હમીરભાઇ મેરીયા અને હમીરભાઇ મનજીભાઇ મેરીયાએ ખડકેલા બાંધકામોને કડુસલો બોલાવી દેવાયો હતો. આ બંને વિરૂધ્ધ રાજકોટ ગ્રામ્ય મેટોડા, યુનિવર્સિટી, લોધીકા, માલવીયાનગરમાં દારૂ, મારામારી, હત્યાની કોશિષ, સહિતના આઠ ગુના નોંધાયા હતાં. બાદમાં રૈયા ગામમાં વાલજી ઉર્ફ પતારીયો લાલજી સાડમીયા, વનરાજ અને ભરતના ગેરકાયદે બાંધકામને તોડી પડાયા હતાં. આ ત્રણેય મારામારી, ચોરી, ફરજમાં રૂકાવટ, મારામારી સહિત ૯ ગુના નોંધાયા હતાં. રૈયાધાર શાંતિનગરના ગેઇટ પાસે તોૈફિક બસીરભાઇ ખાંડુના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું હતુ઼. આ શખ્સ વિરૂધ્ધ હત્યા, મારામારી, હત્યાની કોશિષ, જૂગાર, ચોરી સહિત ૯ ગુના અને હદપાર ભંગના ૬ ગુના નોંધાયા હતાં.
રૈયાધારમાં રાજેશ બીજલ ભોણીયાનું બાંધકામ પણ તોડી પડાયું હતું. જે તેણે ગરેકાયદે ખડકી દીધુ હતું. આ શખ્સ વિરૂધ્ધ હત્યા, હત્યાની કોશિષ, એટ્રોસીટી, ધાકધમકીના ૪ ગુના હતાં. રૈયાધારના પિયુષ પરેશભાઇ ડાભી અને ઋત્વીક પરેશભાઇ ડાભીના ગેરકાયદે બાંંધકામ ઉપર પણ બૂલડોઝર ફેરવાયુ હતું. આ બંને વિરૂધ્ધ યુનિવર્સિટી, એ-ડિવીઝનમાં મારામારી, અપહરણ, ધાકધમકીના ૬ ગુના અને હદપાર ભંગના ૮ ગુના હતાં.
આનંદ ઉર્ફ બાબુ રણછોડ પરમાર વિરૂધ્ધ મારામારી, બળજબરીથી કઢાવવું, દારૂ, જૂગાર, રાયોટીંગના યુનિવર્સિટી, ભક્તિનગર, લોધીકા, ડીસીબીમાં ૮ ગુના અને હદપાર ભંગના ૨ કેસ હતાં. રૈયાધારના જ પ્રકાશ ડાયા જાદવનું ગેરકાયદે બાંધકામ પણ તોડાયું હતું. તેના વિરૂધ્ધ યુનિવર્સિટી, ડીસીબી પોલીસમાં મારામારી, રાયોટીંગ, ધમકી, દારૂના ૬ કેસ હતાં. આ ઉપરાંત રૈયાધારના ભુપત દિપસિંગ ચોૈહાણ, મારવાડી વાસ પાસેની કિરણબેન જગદીશ પરમાર, રૂપલબેન (રૂત્વીબેન) મુકેશ મકવાણા, ચંદા પ્રદિપ મુખરજી, જયાબેન રાયધન સાડમીયા, ગુલાબબેન કરમશી સાડમીયા, નીમુ રાજુભાઇ વઢવાણીયા, વસંતબેન પ્રવિણ સાડમીયા, વસંતબેન બાબુ વાજેલીયા, રાયસીંગ કેશુ વાજેલીયા, વિક્રમ કેશુ વાજેલીયા, કંકુ કેશુ વાજેલીયા, ચંપા મનસુખ વાજેલીયા, જાનુ રમેશ વાજેલીયા, શહેજાદ ઉર્ફ નવાઝ સુલતાન જલવાણી, રૈયાધાર મચ્છુનગરના રાહુલ રાજુ ચોૈહાણ, ઉષા વિશાલ વાઘેલા, કોૈશલ ઉર્ફ કરણ નિતીન મકવાણા, નાથી ગોવિંદ ચાણકીયા, રાજુ ધીરૂભાઇ વઢવાણીયા, ગીતા વિનોદ મકવાણા, મનસુખ જકશી વાજેલીયા, ડીમ્પલ સાગર સાડમીયા, મુની અલ્તાફ પરમાર, શાયરા મહેબુબભાઇ મુનસી, લાલા બીજલભાઇ ભોણીયા, હસમુખ બાબુભાઇ મકવાણા, ભીખા ભનુભાઇ અઘારીયા, નયના કેશુભાઇ જખાનીયા, કંચન હિતેષભાઇ પરમાર અને કાજલ મહેશભાઇ સાડમીયાના દબાણો પર પોલીસે બૂલડોઝર ફેરવી દીધુ હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ, યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ, ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી, તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, એલસીબી ઝોન-૨ ટીમ તેમજ તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ મળી ૧૧૬ના બંદોબસ્ત સાથે બૂલડોઝર ફેરવવાની કામગીરી વહેલી સવારે મુંજકા ચોકડી પરશુરામ ચોકથી શરૂ થઇ હતી. જે બપોર સુધી ચાલનારી હતી. આ કામગીરીમાં મામલતદાર અજીતકુમાર જોષી અને તેમની ટીમ પણ સાથે રહી હતી. કુલ ૨૬૧૦ ચોરસ મીટર જમીનો પરનું દબાણ ખુલ્લુ થતાં રૂા. ૬,૫૨,૫૦,૦૦૦ની જમીનો પરનું દબાણ દુર થયું હતું. (૧૪.૮)
(2:40 PM IST)










