News of Monday, 19th May 2025
દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓઃભાનુબેન
ગુજરાતની વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે : સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાનું અને લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગથી કરાઈ, દાહોદ અને ખટામ ખાતે બનાવેલી ડેમો આંગણવાડીનુ ઈ લોકાર્પણઃવ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય તથા માતા યશોદા એવોર્ડ જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સન્માનિત કરાયા

રાજકોટઃ દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, ગુજરાતે શરૂ કરેલી વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. સુપોષિત ગુજરાત બનાવવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે. તેમણે ‘‘નારી શક્તિ થી રાષ્ટ્ર નિર્માણ'' ના દ્રઢ નિヘયને સાર્થક કરવાની શરૂઆત ગુજરાતથી કરી હતી. તેમના આ દ્રઢ સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં છે.
રાજય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતી લાવવાના હેતુથી ગાંધીનગર ખાતે ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ‘‘મહિલા સંમેલન''નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના હસ્તે રૂ. ૪૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું ઈ લોકાર્પણ અને GSPC ના CSR ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને દાહોદ, કરાઈ અને ખટામ ખાતે બનાવેલા ત્રણ આંગણવાડીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અનેશ્રીમતિ ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. રાજયમાં આજે ૩.૫ લાખથી વધુ લાભાર્થીઓ પોષણ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલા સંમેલનમાં આઇસીડીએસ કમિશનર શ્રી રણજીતકુમારે સ્વાગત ઉદબોદન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમ ભાનુબેનના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમનું વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાનાં મંજુરી ચેકનું વિતરણ, માતા યશોદા એવોર્ડ વિતરણ, પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા કલ્યાણ નિયામકશ્રી પુષ્પા નિનામા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, આઈ.સી.ડી.એસના સંયુક્ત નિયામક શ્રી અવંતિકા દરજી, ડે. કમિશનર શ્રી મનીષાબેન પટેલ, મિશન ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસા પંડ્યા, જીઆરસી નિયામકશ્રી અમીબેન પટેલ સહિત અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા. (૩૬-૧૦)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
