તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
દુનિયાનો અનોખો દેશ જ્યાં ૯૫ વર્ષથી કોઈ બાળક જન્મ્યું નથી! ગર્ભવતી મહિલાઓ માટે છે વિચિત્ર નિયમ
હોસ્પિટલના અભાવે સખત નિયમ : ડિલિવરીનો સમય આવે એટલે મહિલાઓને દેશની બહાર મોકલી દેવાય છે! કુદરતી ડિલિવરી પર પણ પ્રતિબંધ

વેટિકન સિટી: વિશ્વનો સૌથી નાનો અને ઓછી વસ્તીવાળો દેશ વેટિકન સિટી પોતાના અનેક રહસ્યો અને વિચિત્ર નિયમો માટે જાણીતો છે. આવો જ એક નિયમ તમને ચોંકાવી દેશે કે આ દેશમાં છેલ્લા ૯૫ વર્ષથી એક પણ બાળકનો જન્મ થયો નથી! કારણ પણ એટલું જ અચરજભર્યું છે.
હકીકતમાં, વેટિકન સિટીમાં કોઈ પણ મહિલાને બાળકને જન્મ આપવાની મંજૂરી નથી. આ નિયમ એટલો કડક છે કે તેના કારણે અહીં સદીઓથી કોઈ નવું પારણું બંધાયું નથી. નવાઈની વાત એ છે કે જ્યારે પણ કોઈ મહિલા વેટિકન સિટીમાં ગર્ભવતી થાય છે અને તેની ડિલિવરીનો સમય નજીક આવે છે, ત્યારે તેને તાત્કાલિક દેશની બહાર મોકલી દેવામાં આવે છે! ડિલિવરી બાદ તે મહિલા પોતાના દેશમાં પરત ફરી શકે છે, પરંતુ બાળકનો જન્મ વેટિકન સિટીની ધરતી પર થતો નથી.
આ વિચિત્ર નિયમ પાછળનું કારણ પણ એટલું જ અસામાન્ય છે. વેટિકન સિટીમાં એક પણ હોસ્પિટલ આવેલી નથી! હોસ્પિટલો અને ડિલિવરી રૂમની સુવિધાના અભાવે અહીં બાળકોના જન્મ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, કુદરતી રીતે પણ કોઈ બાળકનો જન્મ અહીં થઈ શકે નહીં.
એવું નથી કે વેટિકન સિટીમાં હોસ્પિટલ બનાવવાનો કોઈ વિચાર આવ્યો જ ન હોય, પરંતુ દરેક વખતે આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો છે. તેનું મુખ્ય કારણ છે વેટિકન સિટીનો અત્યંત નાનો વિસ્તાર. આ આખો દેશ માત્ર ૧૧૮ એકરમાં ફેલાયેલો છે. આવી સ્થિતિમાં હોસ્પિટલ માટે જગ્યાનો અભાવ હોવાનું માનવામાં આવે છે.
આ વિચિત્ર નિયમના કારણે વેટિકન સિટીમાં જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી બને છે અથવા કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે તેમને તાત્કાલિક નજીકના રોમ શહેરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. અથવા તો જે તે વ્યક્તિને તેના પોતાના દેશમાં પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આમ, દુનિયાના આ સૌથી નાના દેશમાં જીવન ચક્ર તો ચાલે છે, પરંતુ નવા જીવનનું આગમન અહીં ક્યારેય થતું નથી, જે ખરેખર એક અચરજ પમાડનારી વાત છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
