તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ભરતી માટે જાતિ પ્રમાણપત્ર નિયત ફોર્મેટમાં હોવું અનિવાર્યઃ સુપ્રીમ
અનામત શ્રેણીમાં આવતા હોવાના આધારે વ્યવસ્થામાં છૂટ ના મળેઃ કોર્ટ : જાહેરાતમાં દર્શાવ્યા મુજબના ફોર્મેટ મુજબનું જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ

નવી દિલ્હી,તા.૧૯: સુપ્રીમ કોર્ટે જાતિ પ્રમાણપત્ર લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને કહ્યું છે કે કોઈ પણ ભરતી જાહેરાત અંતર્ગત અરજી કરવા માટે જાતિ પ્રમાણપત્ર નિયત ફોર્મેટમાં રજૂ કરવું અનિવાર્ય છે, જે રીતે જાહેરાતમાં નક્કી કરવામાં આવ્યું છે. ફક્ત કોઈ અનામત શ્રેણીથી સંબંધિત હોવાના આધાર પર કોઈ ઉમેદવાર આ વ્યવસ્થામાં છૂટનો દાવો કરી શકે નહીં.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે આ ટિપ્પણી એ મામલામાં કરી, જેમાં એક ઉમેદવારે ઉત્તર-દેશ પોલીસ રિફ્રેમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડ(યુપીપીઆરપીબી) દ્વારા અપાયેલી જાહેરાત અંતર્ગત અરજી કરી હતી. આ અરજદાર ઉમેદવારે ઓબીસી પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર માટે માન્ય ફોર્મેટમાં રજૂ કર્યું હતું, જ્યારે જાહેરાતમાં સ્પષ્ટ રીતે રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા ફોર્મેટમાં પ્રમાણપત્રની માંગ કરાઈ હતી. નિયત ફોર્મેટમાં પ્રમાણપત્ર રજૂ ન કરવા પર ઉમેદવારની ગણતરી ઓપન કેટેગરીમાં થવાની હતી.
આ આધાર પર ઉમેદવારને ભરતી પ્રક્રિયામાંથી બહાર કરવામાં આવ્યો તો તેણે પહેલા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી. પરંતુ હાઈકોર્ટમાં રાહત નહીં મળવા પર એ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખીને ભરતીની જાહેરાતની શરતોનું પાલન કરવું પ્રત્યેક ઉમેદવારનું કર્તવ્ય છે.
જસ્ટિસ દીપાંકર દત્તા દ્વારા લખાયેલા ચુકાદામાં ૨૦૧૩ના એક અન્ય મામલાનો હવાલો આપીને કહેવામાં આવ્યું કે જો કોઈ પ્રમાણપત્ર નિયત ફોર્મેટમાં ન હોય અને એ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવ્યું ન હોય તો તેના કેન્ડિડેટની પાત્રતા પર પ્રતિકૂળ પ્રભાવ પડશે.
આ સાથે સુ-ીમ કોર્ટની બેન્ચે એમ પણ કહ્યું કે, ભરતની જાહેરાતની શરતોનું પાલન કરવાથી પસંદગીકર્તા સંસ્થા/નિયુક્ત ઓથોરિટીને ઉમેદવારની દાવેદારીને નકારવાનો પૂર્ણ અધિકાર છે. જોઈ કોઈ ઉમેદવાર સ્વયં આ શરતોની અવગણના કરે છે તો પાછળથી તેના પર વાંધો ઉઠાવી શકે નહીં.(૪૦.૭)
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
