તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
પોરબંદરના ડો. ચેતનાબેન તિવારી પોતાના પુરસ્કારની રકમ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓની ફી ભરવામાં વાપરશે
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ : ડો. ચેતનાબેનનું સરાહનીય કાર્ય : ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર માટે ડો. ચેતનાબેન ઉપર અભિનંદન વર્ષા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮: પોરબંદર જિલ્લા ભાજપ ડૉ. ચેતનાબેન (રૂપારેલ) તિવારી ને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર અર્પણ થતા અભિનંદન ની વર્ષા થઇ રહી છે. પોતાને પુરસ્કારમાં મળેલ ૫૦ હજાર રૂપિયા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી માટે વાપરશે તેવી ડૉ. ચેતનાબેન દ્વારા જાહેરાતને આવકાર મળ્યા છે.
ગાંધીનગર ખાતે મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર પોરબંદરના ફાળે આવ્યો છે અને પાલિકાના પૂર્વ પ્રમુખ અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીને આ એવોર્ડ એનાયત થયો છે જેમાં પુરસ્કારમાં ૫૦ હજાર ની રાસી મળી છે, જે રકમ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત કરતા અભિનંદન સાથે આવકાર મળ્યો છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને જુદા-જુદા વિકાસ કામોના લોકાર્પણ અને માતા યશોદા એવોર્ડ વિતરણ સહિત સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક અને મંજૂરી હુકમના વિતરણનું આયોજન થયુ હતુ. જેની સાથોસાથ ગુજરાતમાં મહિલાઓ માટે વિકાસની પ્રવળત્તિઓ કરનાર એકમાત્ર મહિલાને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત થવાનો હતો પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ અને પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને આ પુરસ્કાર મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી જ્યારે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમના દ્વારા અનેકવિધ પ્રવળત્તિઓ હાથ ધરવામાં આવતી હતી.
મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે તેઓ સખી કલબ નામની સંસ્થાના માધ્યમથી તેમજ અન્ય રીતે સતત કાર્યરત રહે છે. વર્ષોથી તેમની સેવાપ્રવળત્તિઓ ધમધમતી રહે છે. સરકારી યોજનાનો લાભ અપાવવાનો હોય કે કોઇપણ પ્રકારની મહિલાને, દીકરીઓને જરૂરિયાત હોય ત્યારે તેઓ હરહંમેશ ખડેપગે રહીને મદદ કરતા હતા. તેથી તેમની આ વિવિધ સેવાપ્રવળત્તિઓને ધ્યાને લઇને તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા ઉપરાંત ગાંધીનગરના મેયર મીરા પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર- દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય જયંતીભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી.
ડૉ. ચેતનાબેન (રૂપારેલ) તિવારી ની આ વિશેષ સિદ્ધિ બદલ પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી તથા ભાજપ પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
