તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
જામનગરમાં રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાવાનો અરજદારોને વારો આવ્યો :લાંબી લાઈન
Kycના કામમાં લાલીયાવાળી, બાળકોના kyc થતા ન હોવાની અરજદારોની ફરિયાદ

જામનગર :આધાર અપડેટ અને રેશન કાર્ડ માટે e-KYC ની કામગીરી ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યાએ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામી થતી હોવાના કારણે લોકોની ભીડ જામનગર કલેકટર કચેરી ખાતે એકઠી થઈ હતી. જોકે, જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હાલ e-KYC ની કામગીરી ચાલી રહી છે. રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાવાનો જામનગરના અરજદારોને વારો આવ્યો છે.
જામનગરના અરજદારોએ આધાર અપડેટ અને રેશન કાર્ડ માટે e-KYC કરવા લાંબી લાઈન લાગાડી છે.
જામનગર રેશનકાર્ડ, આધારકાર્ડમાં e-KYC માટે ધરમના ધક્કા ખવડાતા અધિકારીઓની મનમાની સામે આવી છે. રેશનકાર્ડમાં KYC ફરજિયાત થવાથી ઝોનલ ઓફિસમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ઝોનલ ઓફિસમાં KYCને લઈને અનેક પ્રશ્ન કાયમી હોય તેવી ફરિયાદ મળી રહી છે. Kycના કામમાં લાલીયાવાળી, બાળકોના kyc થતા ન હોવાની અરજદારોની ફરિયાદ સામે આવી છે. સસ્તા અનાજની દુકાનધારકો ઝોનલ ઓફિસે kyc માટે અરજદારોને મોકલે અને ત્યારબાદ બાળકોનુ kyc ન થતું હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. ઝોનલ ઓફિસે બાળકોનુ kyc થતું નથી રેશનકાર્ડ ધારકો પરેશાન થયા છે. પ્રશ્નને લઈ કોંગી નગરસેવીકા રચના નંદાણીયાએ ઝોનલ ઓફિસે હલ્લાબોલ કર્યો છે. બાળકોમાં ફિંગરપ્રિન્ટને લઈને KYCમાં સમસ્યા થતી હોવાનું તંત્રનું રટણ છે કે ધરમના ધક્કા ખવડાવાની આદત એ હવે સરકાર જ જાણે તેવું સ્થાનિકો કહી રહ્યા છે.
જામનગર શહેરમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ માટે e-KYC ની કામગીરી કરવામાં આવી રહી છે. જો e-KYC નહીં હોય તો રાશન નહીં મળે અને અન્ય લાભો પણ અરજદારને નહીં મળે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે પુરવઠા વિભાગ કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને e-KYC કરવા માટે લાંબી લાઈન જોવા મળી હતી. સ્થાનિક અરજદારે જણાવી રહ્યા છે કે, છ દિવસની e-KYC કરવા માટે ધક્કા ખાઈ રહ્યો છું. અહીં એમ કહે છે કે ઉપરથી બંધ છે. આ સમસ્યાનો યોગ્ય ઉકેલ મળતો નથી, ક્યાં જવું...
આ અંગે જામનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, હાલ કામગીરી ચાલી રહી છે. ક્યારેક સર્વર ડાઉન હોવાના કારણે થોડી કામગીરી ધીમી થતી હોય છે, જેના કારણે લોકોની ભીડ જોવા મળે છે. જોકે લોકોના કામ જલદી થાય તે માટે સ્ટાફ સતત કામ કરી રહ્યો છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
