<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

યુટયુબર બન્ની ગજેરા અને તેના સાગ્રીત પિયુષની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી

સીટી પોલીસના ગુન્‍હામાં જામીન ઉપર છુટયા બાદ તાલુકા પોલીસે કાર્યવાહી કરી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૯: સોશ્‍યલ મીડીયામાં ગોંડલનાં આગેવાનો અને સમાજ લક્ષી બેફામ વાણીવિલાસ કરનાર ભાવિન ઉર્ફ બન્ની ગજેરા તથા તેના સાગ્રીત પિયુષ રાદડીયા સામે તાલુકા પોલીસમાં ફરિયાદ થયા બાદ  પોલીસે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી કર્યા બાદ બન્નેનો જામીન પર છુટકારો થતા ગોંડલ એ-ડીવીઝન પોલીસે નોંધાયેલી ફરિયાદ ના કામે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ નાં સુખનાથનગરમાં રહેતા નિલેશભાઈ ગોવિંદભાઈ સાવલીયા એ બન્ની ગજેરા સામે સોશ્‍યલ મીડીયા માં ગોંડલનાં રાજકારણ વિરુધ્‍ધ અપમાન જનક ટીપ્‍પણીઓ કરી હોય તથા પાટીદાર તથા ક્ષત્રીય સમાજ વચ્‍ચે વૈમેનસ્‍ય સર્જાય તેવા વીડીયો વાયરલ કરવા અંગે એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરી હોય પીઆઇ. એ.વી. ડામોરે બન્ની તથા પિયુષ ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે.

(11:57 AM IST)