<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ભારતમાં કોવિડ પાછો આવ્‍યોઃ મુંબઈમાં કોરોનાથી કેન્‍સર- કિડનીના દર્દીઓના મોત

મુંબઈની KEM હોસ્‍પિટલમાં બે કોવિડ-પોઝિટિવ દર્દીઓના મૃત્‍યુથી ચિંતા વધી પરંતુ હોસ્‍પિટલ વહીવટીતંત્રે સ્‍પષ્ટતા કરી હતી કે આ મૃત્‍યુ કેન્‍સર અને કિડનીની બીમારીને કારણે થયા છે : બીએમસીએ લોકોને નહીં ગભરાવાની અપીલ કરી છે કારણ કે કોવિડના કેસોમાં થોડો વધારો થયો છે પરંતુ લક્ષણો ગંભીર નથી

 

 

મુંબઈ તા.૧૯: કોવિડના વધતા કેસ વચ્‍ચે KEM હોસ્‍પિટલમાં બે મળત્‍યુ નોંધાયા છે. આ બંને દર્દીઓના કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્‍યા છે પરંતુ હોસ્‍પિટલ વહીવટીતંત્રે સ્‍પષ્ટતા કરી છે કે એક દર્દીનું મળત્‍યુ કેન્‍સરને કારણે થયું હતું અને બીજાનું કિડનીની ગંભીર બીમારીને કારણે થયું હતું. ડોક્‍ટરો અને બીએમસી અધિકારીઓએ સાવચેતી રાખવા કહ્યું છે અને લોકોને ગભરાવાની નહીં તેવી અપીલ કરી છે.

મુંબઈમાં પણ કોવિડના કેસમાં થોડો વધારો થયો છે. બીએમસી આરોગ્‍ય વિભાગના જણાવ્‍યા અનુસાર, સામાન્‍ય રીતે મહિનામાં ૮ થી ૯ કેસ જોવા મળે છે, પરંતુ હવામાનમાં ફેરફારને કારણે તેમાં થોડો વધારો થયો છે.

હોસ્‍પિટલે કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્‍કાર કર્યા

પરેલની રહેવાસી ૫૯ વર્ષીય મહિલાનું KEM હોસ્‍પિટલમાં મળત્‍યુ થયું. મહિલા કેન્‍સરથી પીડિત હતી, હોસ્‍પિટલે પરિવારને મળતદેહ સોંપવાનો ઇનકાર કર્યો હતો. પરિવારે પૂર્વ કોર્પોરેટર અનિલ કોકિલનો સંપર્ક કર્યો. અનિલ કોકિલે જણાવ્‍યું હતું કે મહિલા કેન્‍સરથી પીડિત હતી, પરંતુ તેનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્‍યો હતો. આવી સ્‍થિતિમાં, હોસ્‍પિટલે પ્રોટોકોલ મુજબ મળતદેહ પરિવારને સોંપ્‍યો નહીં. આ અંગે હોસ્‍પિટલ પ્રશાસન સાથે વાત કર્યા બાદ, પ્રોટોકોલ મુજબ મળતકના અંતિમ સંસ્‍કાર ભોઇવાડા સ્‍મશાનગળહમાં પરિવારના ફક્‍ત બે સભ્‍યો સાથે કરવામાં આવ્‍યા હતા.

મળત્‍યુ પ્રમાણપત્રમાં કારણ કોવિડ નથી

મળતકના મળત્‍યુ પ્રમાણપત્રમાં મળત્‍યુનું કારણ કોવિડ દર્શાવવામાં આવ્‍યું નથી, પરંતુ પ્રશ્‍ન એ ઊભો થાય છે કે પછી કોવિડ ટેસ્‍ટ શા માટે કરવામાં આવ્‍યો? બીજા કિસ્‍સામાં, ૧૪ વર્ષની એક છોકરી, જે ગંભીર કિડની રોગથી પીડાતી હતી, તેનું મળત્‍યુ થયું. આ છોકરીનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્‍યો છે. હોસ્‍પિટલના અધિક્ષક ડો. મોહન દેસાઈએ જણાવ્‍યું હતું કે બંને દર્દીઓના મળત્‍યુનું કારણ અન્‍ય ગંભીર રોગો હતા. લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી, આ અંગે વધુ માહિતી હોસ્‍પિટલ વહીવટીતંત્ર દ્વારા સોમવારે શેર કરવામાં આવશે.

બીએમસીના એક્‍ઝિકયુટિવ હેલ્‍થ ઓફિસર ડો. દક્ષા શાહે જણાવ્‍યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી. અમે કોવિડના કેસોનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. ઋતુ પરિવર્તનને કારણે ચેપ લાગવાની શકયતા રહે છે. મે મહિનામાં કોવિડના કેસોમાં વધારો થયો છે, પરંતુ દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્‍યા છે.

અઠવાડિયામાં ૩ થી ૪ કેસ, કોઈ ગંભીરતા નથી

મુંબઈ સેન્‍ટ્રલ સ્‍થિત વોકહાર્ટ હોસ્‍પિટલના ડિપાર્ટમેન્‍ટ ઓફ ઇન્‍ટરનલ મેડિસિન ડિરેક્‍ટર ડો. બહેરામ પારડીવાલાએ જણાવ્‍યું હતું કે એપ્રિલ સુધી એક અઠવાડિયામાં એક દર્દી કોવિડથી સંક્રમિત જોવા મળતો હતો, પરંતુ મે મહિનામાં એક અઠવાડિયામાં ૩ થી ૪ દર્દીઓ કોવિડથી સંક્રમિત જોવા મળી રહ્યા છે. સારી વાત એ છે કે આ રોગ સામાન્‍ય ફ્‌લૂ જેવો છે અને તેને દાખલ કરવાની જરૂર નથી. લોકો ૫ થી ૬ દિવસમાં સ્‍વસ્‍થ થઈ રહ્યા છે.

વળદ્ધો અને દર્દીઓની કાળજી લેવાની જરૂર છે

નિષ્‍ણાતોના મતે, જે લોકોની રોગપ્રતિકારક શક્‍તિ નબળી પડી ગઈ છે તેમણે પોતાના સ્‍વાસ્‍થ્‍યનું ખાસ ધ્‍યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને વળદ્ધો અને જેઓ પહેલાથી જ અન્‍ય રોગોથી પીડાઈ રહ્યા છે. ડોક્‍ટરોએ માસ્‍ક પહેરવા, સ્‍વચ્‍છતા જાળવવા અને ભીડવાળી જગ્‍યાએ જવાનું ટાળવાની સલાહ આપી છે. જો રોગના લક્ષણો દેખાય, તો ચોક્કસપણે પોતાનો ટેસ્‍ટ કરાવો.

કોવિડના લક્ષણો

શરદી, તાવ, શરીરમાં દુખાવો, ખાંસી, તાવ.(૩૮.૧૬)

(10:34 AM IST)