<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

જેતપુરમાં ગુન્‍હાહીત ઇતિહાસ ધરાવતા સાજીદ શેખની હત્‍યા

જુની અદાવતમાં સાજીદને કાકા-ભત્રીજાએ ઢીમ ઢાળી દીધાના સીસીટીવી ફુટેજ મળતા પોલીસે તપાસ હાથ ધરી હત્‍યાનો ભોગ બનનાર સાજીદ સામે દારૂ અને મારામારીના ૧૦ ગુન્‍હાઓ નોંધાયા છેઃ પાસા તળે જેલમાં પણ ગયો'તો

તસ્‍વીરમાં  હત્‍યાનો ભોગ બનનાર સાજીદ શેખનો મૃતદેહ અને સાજીદની ફાઇલ તસ્‍વીર (તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.,૧૯: શહેરના ભાદરના સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા અને ગુન્‍હાહીત ઇતિહાસ ધરાવતા શખ્‍સની હત્‍યા થતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગત અનુસાર ભાદરના સમાકાંઠા વિસ્‍તારમાં રહેતો અને દારૂનો ધંધો કરતો સાજીદ શેખ નામના શખ્‍સને ગતરોજ કોઈ અજાણ્‍યા શખ્‍સોએ ફૂલવાડી વિસ્‍તારમાં માર મારેલ હોય ઇજાઓ સાથે સારવાર માટે સરકારી હોસ્‍પિટલમાં આવેલ આ અંગેની જાણ સરકારી હોસ્‍પિટલે શહેર પોલીસને કરેલ. જોકે પોલીસ સરકારી હોસ્‍પિટલને પહોંચે તે પહેલા જ સાજીદ ત્‍યાંથી સારવાર લઈ નીકળી ગયેલ હોવાનું જાણવા મળેલ જેથી ફરિયાદ કોઈ પણ પ્રકારની દાખલ થયેલ ન હતી દરમિયાન આજરોજ બપોરના સમયે સાજીદ શેખનું મળતદેહ સિવિલ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરેલ પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળેલ કે આ શખ્‍સને ચાંદની ચોક વિસ્‍તારમાં કોઈ અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કરી ધીમ ઢાળી દીધું હોય હતું. પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસતા બે શખ્‍સોએ સાજીદની હત્‍યા કરી હોવાનું બહાર આવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. જુની અદાવતમાં સાજીદની હત્‍યા કરાઇ હોવાનું ખુલ્‍યું છે.

હત્‍યાનો ભોગ બનનાર સાજીદ સામે દારૂ અને શરીર સંબંધી ૧૦ ગુન્‍હાઓ અગાઉ નોંધાયા છે અને પાસમાં પણ જઇ આવ્‍યો છે.

બનાવ અંગે જેતપુર ડીવાયએસપી ડોડીયા તથા પી.આઇ. વી.સી. પરમારે તપાસ હાથ ધરી છે

(4:00 PM IST)