તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
અમરેલીમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી : દારૂની બોટલો નીકળી હોવાનો વિડિઓ વાયરલ
RTO ઓફિસની બાજુમાં ટ્રક પાછળ પોલીસની સરકારી ગાડી ઘુસી જતા આગળથી કચ્ચરઘાણ થયો : બોલેરોમાંથી 1 દારૂની બોટલ મળી જેનો સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો

અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ઉભો હતો અને પાછળથી SOG પોલીસની બોલેરો આવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘૂસી જતા દારૂની બોટલ નીકળી હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક ઉભો હતો ત્યાં પાછળથી SOG પોલીસની બોલેરો આવતા અકસ્માત થયો હતો. ટ્રક પાછળ પોલીસની સરકારી ગાડી ઘુસી જતા આગળથી કચ્ચરઘાણ થઈ ગયો હતો. SOGની બોલેરોમાં આઉટસોર્સનો ડ્રાઇવર ચલાવતો હતો, જે ગાડીનો અકસ્માત કરી ગાડી છોડી નાસી ગયો. બોલેરોમાંથી 1 દારૂની બોટલ મળી આવી હતી. જેનો સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા પોલીસની બોલેરોનો આગળથી કચ્ચરઘાણ નીકળી ગયો છે. SOGની બોલેરોમાં આઉટસોર્સનો ડ્રાઇવર ચલાવતો હતો, જે ગાડીનો અકસ્માત કરી ગાડી છોડી નાસી ગયો છે. પોલીસની બોલેરોનો દરવાજો ખોલતાની સાથે જ દારૂની બોટલો જોવા મળી છે. પોલીસ વાનમાંથી દારૂની બોટલો મળતા પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી વાયરલ કરી રહ્યા છે. અમરેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
