News of Monday, 19th May 2025
ગોધરાના નદીસર ગામના તલાટી મહેશભાઈ ડામોર સસ્પેન્ડ : વિકાસકામોમાં ભ્રષ્ટ્રાચારની ફરિયાદ બાદ ડીડીઓની કાર્યવાહી
તપાસમાં તલાટી મહેશભાઈ ડામોર સામે ભ્રષ્ટાચારના આરોપો સાચા સાબિત થતાં તેમની સામે કડક પગલાં લેવાયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં વિકાસ કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી થઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ નદીસર ગામના તલાટી મહેશભાઈ ડામોરને સસ્પેન્ડ કર્યા છે..
આ કેસમાં ગ્રામજનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. ગામમાં થતાં વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ રજૂઆતોને ગંભીરતાથી લેતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં તલાટી મહેશભાઈ ડામોર સામે ભ્રષ્ટાચારના આરોપો સાચા સાબિત થતાં તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
