News of Monday, 19th May 2025
કાલાવડમાં ભાજપના નગરસેવક પર છરીથી હુમલો : ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા : જુઓ વિડીયો
લગ્ન પ્રસંગમાં જૂની અદાવતમાં જુનેદ રાવે કર્યો હુમલો : સમગ્ર ઘટના CCTVમાં કેદ : આરોપીનો ગુનાહિત ઇતિહાસ : પોલીસે તપાસ શરૂ કરી

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર: કાલાવડમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ભાજપના નગરસેવક સદામ બારાડી પર છરી વડે જીવલેણ હુમલો થયો છે. આ ઘટનામાં નગરસેવકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે, જેમાં જુનેદ જીકરભાઈ રાવ નામના શખ્સે હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો જૂની પારિવારિક અદાવતમાં કરવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં હાજર લોકો આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. હુમલાખોર જુનેદ રાવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને થોડા સમય અગાઉ તેણે પીજીવીસીએલના કર્મચારીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ કાલાવડ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે અને આરોપી જુનેદ રાવને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ કાલાવડમાં ભારે ચકચાર જગાવી છે. (વિડીયો - કિંજલ કારસરિયા, જામનગર)
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
