News of Monday, 19th May 2025
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાનનું ચીનમાં અપમાન :રેડ કાર્પેટ નહીં, અલગ કાર નહીં, વાનમાં બેસાડ્યા !
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે ફક્ત થોડા સરકારી અધિકારીઓ હાજર:ચીનની આ ઉદાસીનતાને પાકિસ્તાન માટે શરમજનક

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડાર ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા હતા, પરંતુ 'લોખંડી મિત્ર' ગણાતા ચીન દ્વારા તેમનું ખૂબ જ ઔપચારિક અને સામાન્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવાઈની વાત એ હતી કે એરપોર્ટ પર ન તો કોઈ મંત્રી હાજર હતા અને ન તો રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું.
ખાસ કરીને એવા સમયે જ્યારે પાકિસ્તાન આર્થિક અને વ્યૂહાત્મક સહાય માટે સતત ચીન પર નિર્ભર છે
નિષ્ણાતો માને છે કે આ ચીન તરફથી પાકિસ્તાનને 'સ્પષ્ટ સંકેત' છે કે દ્વિપક્ષીય સંબંધોમાં અસંતુલન છે અને વારંવાર આપવામાં આવતી આર્થિક સહાયની પણ મર્યાદા છે
પાકિસ્તાન અને ભારત વચ્ચે તાજેતરના મડાગાંઠને પગલે પ્રાદેશિક વિકાસની ચર્ચા કરવા માટે નાયબ વડા પ્રધાન ઇશાક ડાર ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ પહોંચ્યા છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
