રાષ્ટ્રીય સ્તર પર એલપીજીના ભાવ અંગે ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો મોટો નિર્ણય: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા પણ કોમર્શિયલ ગ્રાહકોને રાહત, જાણો તમારા શહેરના નવીનતમ દરો : વૈશ્વિક બજાર અને પુરવઠા સ્થિતિ વચ્ચે ઘરેલુ ૧૪.૨ કગ્રા સિલિન્ડરના ભાવ જૂના સ્તરે યથાવત રખાયા, જ્યારે ૧૯ કગ્રાના કોમર્શિયલ સિલિન્ડરમાં નોંધપાત્ર ઘટાડો તથા બુકિંગ માટે ઓટીપી અને દિવસ મર્યાદાના કડક નિયમો લાગુ10:55 AM IST
મધ્ય-પૂર્વમાં વધતો તણાવ: અમેરિકા પોતાની આક્રમક નીતિઓ નહીં બદલે અને સૈન્ય પીછેહઠ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીનો દરિયાઈ માર્ગ ચાલુ નહીં કરવાનો ઈરાનનો સ્પષ્ટ ઈનકાર : અમેરિકન નૌકાદળ દ્વારા લાદવામાં આવેલી ઘેરાબંધી હટાવવા, યુદ્ધના નુકસાનનું વળતર ચૂકવવા અને પ્રદેશમાંથી પાબંદીઓ નાબૂદ કરવા સહિતની આકરી શરતો સ્વીકારાયા બાદ જ દરિયાઈ વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાની ઈરાની સિક્યોરિટી કાઉન્સિલની ચેતવણી11:29 AM IST
NEET પેપર લીક અને રાજીનામાના વિવાદ બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન: 'રાજકીય રોટલા શેકવા કેટલાક લોકોએ નવી પેઢીના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો' : ઓડિશાના ભુવનેશ્વરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા પ્રધાને સ્પષ્ટતા કરી કે મારે માટે મંત્રીપદ કે વ્યક્તિગત સન્માન મહત્વનું નહોતું, યુવા પેઢીની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને જ મેં પ્રધાનમંત્રી મોદી સામે હોદ્દો છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી11:32 AM IST
ઇંદોરમાં વિવાદિત રાજા રઘુવંશીના બે ભાઈઓની દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધરપકડ: કેટ રોડ પર આવેલા 'રાજા ભોજ ઢાબા' પર અચાનક પોલીસ ત્રાટકી, લાઇસન્સ વગર દારૂ પીરસવાના અને નિયમોના ઉલ્લંઘન બદલ કારવાઈ : આબકારી એક્ટ અને BNSની કલમો હેઠળ રાવ પોલીસ સ્ટેશને કરી મોટી કાર્યવાહી; મેનેજર સચિન અને સંચાલક વિપિન સહિત કર્મચારીઓની ધરપકડ સાથે વિવાદિત રઘુવંશી પરિવાર ફરી એકવાર ચર્ચાના એરણે ચડ્યો11:33 AM IST
પાકિસ્તાનમાં લશ્કરનો વધુ એક આતંકવાદી ઠાર, ઇસ્લામાબાદની મસ્જિદમાં સિનિયર કમાન્ડર કારી સઈદ ઢળી પડ્યો; આતંકવાદીઓમાં ભય વધ્યો : પાકિસ્તાનમાં વધુ એક લશ્કર આતંકવાદી ઠાર મરાયો :ઇસ્લામાબાદની મસ્જિદમાં નમાજ પઢવા ગયેલા લશ્કરના વરિષ્ઠ કમાન્ડર કારી સઈદ અચાનક ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા:આ શંકાસ્પદ મૃત્યુથી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓમાં ભય વધુ વધી ગયો 12:03 AM IST
ટ્રમ્પ યુદ્ધ અટકાવવા માટે પરમાણુ કરારનો ત્યાગ કરવા પણ તૈયાર ! હોર્મુઝ પર ઈરાનની નવી શરતે એક જટિલ પરિસ્થિતિ ઊભી કરી : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ અટકાવવા માટે પરમાણુ કરાર અંગે મોટો નિર્ણય લેવાનું વિચારી શકે:હોર્મુઝ અંગે ઈરાનની નવી શરતે વાટાઘાટોને વધુ જટિલ બનાવી 12:01 AM IST
પીએમ મોદીની ગ્લાસગો CWG 2026 ના તમામ 39 મેડલ વિજેતા ભારતીય એથ્લેટ્સ સાથે મુલાકાત :ખેલાડીઓને આપ્યો "જો ખેલશે,એ ખિલશે"નો મંત્ર : જુઓ વિડીયો : ભારતે ગ્લાસગોમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે શાનદાર પ્રદર્શન કર્યું:પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને ગ્લાસગોમાં તેમના અનુભવ વિશે જાણ્યું:દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓ સાથે વડાપ્રધાને પોતાના વિચારો પણ શેર કર્યા10:30 PM IST
મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં કરોડોની ચોરી કેસમાં મોટી સફળતા :ખેતરમાં થાંભલા નીચેથી મળ્યું કરોડોનું સોનુ : ચોરીમાં 18થી 20 જેટલા શખ્સો સામેલ : ચોરી કરનાર આરોપીઓ પારદી ગેંગ સાથે જોડાયેલા: ધરનાવદા પોલીસ સ્ટેશન વિસ્તારના કનેરા ગામના રહેવાસી: સ્થાનિક સાંસદ તરીકે સિંધિયાએ કનેરા ગામના લોકોને ચોરી અને લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાના શપથ પણ લેવડાવ્યા હતા 10:38 PM IST
"ઉદાસ છો તો ઓફિસ ન આવો": હર્ષ ગોએન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ભારતમાં શરૂ કરી નવી ચર્ચા : ચીની કંપની પેંગ ડોંગ લાઈ દ્વારા કર્મચારીઓને કારણ દર્શાવ્યા વિના દર વર્ષે ૧૦ દિવસની ખાસ 'નાખુશ રજા' આપવાની નીતિ પર મુક્ત વિચાર વ્યક્ત કરતા જાણીતા ભારતીય ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા : દેશમાં વર્ક કલ્ચર અને બર્નઆઉટ સુધારવા અંગે પ્રશ્ન ઉઠાવ્યા10:13 PM IST
સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હીમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ: ISIના ઇશારે જંતર-મંતર પર હુમલાનું મોટું કાવતરું : પંજાબથી દિલ્હી પહોંચેલા આતંકીઓએ સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની યોજના બનાવી હતી : ઘટના સ્થળથી લઈને રેલ્વે સ્ટેશન સુધીના CCTV ફૂટેજ ખંગાળતી સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ10:11 PM IST
ખેડૂતોના હકમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: ૪,૪૨૭ દિવસના વિલંબ છતાં બંધારણની ખાસ સત્તા વાપરી વળતરમાં કર્યો મોટો વધારો : એક જ નોટિફિકેશન હેઠળ સંપાદિત જમીન માટે સમાન વળતરનો સિદ્ધાંત સ્વીકારી કલમ ૧૪૨ હેઠળ કર્ણાટકના બાગલકોટના ખેડૂતોને પ્રતિ એકર રૂ. ૬.૫ લાખનું વળતર મંજૂર કર્યું : પરંતુ વિલંબના સમયગાળાનું વ્યાજ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો9:47 PM IST
દરિયાકિનારે રાજશાહી ઠાઠ: વિયેતનામમાં આકાર લેશે ભારતનું સૌથી મોટું 'મેગા ડેસ્ટિનેશન વેડિંગ' : આખો ટાપુ જ બુક કરાયો! : ૫ દિવસ સુધી ચાલનારા વિયેતનામના આઇલેન્ડ વેડિંગમાં ૧,૪૦૦ ઝળહળતા મહેમાનો અને ૬૦૦ થી વધુ સ્ટાફની ફોજ : ભારતીય અબજોપતિ દંપતીના શાહી વિવાહ વૈશ્વિક લક્ઝરી વેડિંગ ટુરિઝમમાં નવો ઇતિહાસ રચશે8:29 PM IST
પીઓકેમાં જનઆક્રોશ સામે પાકિસ્તાન સરકારે ટેકવ્યા ઘૂંટણ: જેમને 'ભારતીય એજન્ટ' કહ્યા : હવે તેમને જ ગણાવ્યા દેશભક્ત! : શરીફ સરકારનો સનસનાટીભર્યો યુ-ટર્ન : PoK માં ચૂંટણીઓ અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ગૃહ સલાહકાર રાણા સનાઉલ્લાહે આંદોલનકારીઓને ગણાવ્યા "દેશભક્ત ભાઈઓ" : ૪૦૦ થી વધુ પ્રદર્શનકારીઓના મોત અને આક્ષેપો વચ્ચે પાકિસ્તાની સત્તાધીશોની નમતુ જોખવાની ફરજ પડી8:28 PM IST
"જો ખેલશે એ ખીલશે": CWG ૨૦૨૬ના મેડલિસ્ટોને મળ્યા પીએમ મોદી : સોશિયલ મીડિયા પર ઈન્સ્ટા રીલથી આપ્યો નવો 'રમત મંત્ર' : કોમનવેલ્થ ગેમ્સમાં ૧૩ ગોલ્ડ સાથે ૩૯ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર ભારતીય રમતવીરોનું પ્રધાનમંત્રી નિવાસ્થાને ભવ્ય સન્માન : બોક્સર સાક્ષી ચૌધરી સહિતના વિજેતાઓ સાથે ખાસ વીડિયો શેર કરીને દેશવાસીઓને આપ્યો #Cheer4India નો ઉત્સાહવર્ધક સંદેશ8:27 PM IST
IPO માર્કેટમાં ધમાકો! શિપ્રોકેટ અને ધૂત ટ્રાન્સમિશન સહિત ૯ કંપનીઓ લાવશે ₹૭,૬૮૧ કરોડના ઈશ્યૂ; કમાણીની સોનેરી તક : ૧૦ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મેઈનબોર્ડ અને SME સેગમેન્ટમાં પ્રાથમિક શેરબજાર ધમધમશે : ધૂત ટ્રાન્સમિશનનો ₹૩,૦૬૬ કરોડનો સબથી મોટો IPO, મિલ્કી મિસ્ટ અને મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ પણ રોકાણકારોને આકર્ષવા તૈયાર8:27 PM IST
શું ફેસબુક-ઇન્સ્ટાગ્રામના 'અંતિમ દિવસો' શરૂ થવાના આરે? : ભારતમાં ગાળિયો કસાતા જ અમેરિકામાં મેટા સામે ફાટી નીકળ્યો ભારે જનઆક્રોશ : રોઇટર્સના ચોંકાવનારા પોલમાં ૬૧% અમેરિકનોએ સોશિયલ મીડિયા પર આકરાં સરકારી નિયંત્રણોની કરી માંગ : જનરેશન-ઝેડ અને બાળકોને વ્યસની બનાવી માનસિક સ્વાસ્થ્ય જોખમાવવાનો આક્ષેપ ઝુકરબર્ગ સામે $૧.૪ ટ્રિલિયન સુધીના દંડ અને કાનૂની આફતનું સંકટ8:26 PM IST
મધ્ય પૂર્વમાં ભડકો થતાં રશિયાનો માસ્ટરપ્લાન: હિંદ મહાસાગર સુધી દોડશે સીધી ટ્રેન : ભારત સુધી માલસામાન પહોંચાડવા મોટો રોડમેપ : હોર્મુઝ અને બોસ્ફોરસ યુદ્ધના વાદળો વચ્ચે રશિયાએ તુર્કમેનિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને હિંદ મહાસાગર સુધી સમાંતર જમીની રેલ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો : દરિયાઈ જોખમોથી બચીને ભારત સાથેનો રૂ. ૧ ટ્રિલિયનથી વધુનો વેપાર સુરક્ષિત કરવાનો વ્યૂહાત્મક દાવ8:25 PM IST
ઝારખંડમાં યુવાનોનો 'મહાસંગ્રામ': સોરેન સરકાર JPSC પરીક્ષા રદ કરવા તૈયાર : પણ CBI તપાસ સામે સ્પષ્ટ ઇનકાર : સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની પાંચ કલાક લાંબી ત્રીજા રાઉન્ડની વાટાઘાટો પણ નિષ્ફળ જતાં વણસી સ્થિતિ : JSSC-CGL રદ કરવાની અને CBI તપાસની મુખ્ય માંગણીઓ ન સંતોષાતાં હજારો વિદ્યાર્થીઓ નવી વિધાનસભા તરફ 'વિધાનસભા ઘેરાવ' માર્ચ કરશે8:24 PM IST
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પરિમલભાઈ નથવાણીએ ગિર અને એશિયાઈ સિંહો સાથેના ચાર દાયકાના સંસ્મરણો વાગોળ્યા : સિંહોના સંરક્ષણ અને સુરક્ષા અંગે રજૂ કર્યા મહત્વના વિચારો : ૧૯૮૭માં ૨૦૦ની વસ્તીથી વધીને સિંહોની સંખ્યા ૮૯૧ થવાને વિશ્વની સૌથી સફળ વન્યજીવ સંરક્ષણ ગાથા ગણાવી : ખુલ્લા કૂવા, રેલવે ટ્રેક ફેન્સિંગ અને ધ્વનિ-પ્રકાશના પ્રદૂષણ રોકવા અંગે હાથ ધરાયેલા કાર્યોની આપી વિગતો5:29 PM IST
સિદ્ધાર્થનગરમાં સભા સંબોધતા મુખ્યમંત્રી યોગીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું - સપા અને કોંગ્રેસે યુવાનો માટે ઓળખનું સંકટ ઉભું કર્યું : સિદ્ધાર્થનગરમાં ૩૧૧ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતા સીએમ યોગીએ કહ્યું, "યુવાનો હવે નોકરી શોધનારા નથી, પરંતુ નોકરી સર્જનારા છે." તેમણે દાવો કર્યો કે દેશભરમાં ૧૭ કરોડ નોકરીઓનું સર્જન થયું 7:10 PM IST
તાઈવાનમાં તબાહી મચાવ્યા બાદ હવે ચીન પર 'ટાયફૂન ડોલ્ફિન' વાવાઝોડાનો ખતરો;1300 થી વધુ ફ્લાઇટ રદ :4 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા : ટાયફૂન ડોલ્ફિને રાજધાની તાઈપેઈ સહિત ઉત્તરી તાઈવાનને ભારે અસર :વાવાઝોડાને કારણે ઉત્તરી તાઈવાનમાં મુસળધાર વરસાદ: ચીનના પૂર્વ કિનારે પૂર તથા ભૂસ્ખલનનો મોટો ખતરો 7:31 PM IST
ઝારખંડમાં સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી: સીએમ હેમંત સોરેનબે ૩ JPSC પરીક્ષાઓ રદ કરવા અને ગડબડીની ED તપાસ કરાવાની જાહેરાત : JPSC અને JSSC ની પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે IIM ની મદદ લેવાશે: સીએમ સોરેને જણાવ્યું કે સંવાદથી જ દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે અને યુવાનોને ન્યાય મળશે.7:03 PM IST
કેનેડામાં ટોરોન્ટો પોલીસે ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાના 7 મહિના બાદ મુખ્ય આરોપી અબ્દુલ ગફૂરીને એરપોર્ટ પર ઝડપી લીધો : ડિસેમ્બરમાં ઘરમાંથી મૃત હાલતમાં મળેલી હિમાંશીના મર્ડર કેસમાં ગફૂરી સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો ગુનો દાખલ કરાયો: આંતરરાષ્ટ્રીય પોલીસના સંયુક્ત ઓપરેશનથી આરોપી ઝડપાઈ ગયો 7:10 PM IST
આસામમાં જળપ્રલયનો હાહાકાર: ૧૨ જિલ્લાઓમાં દોઢ લાખથી વધુ જનતા જળબંબાકારની સ્થિતિમાં હોમાઈ, ગોલાઘાટમાં સૌથી વધુ તારાજી વચ્ચે કુલ મૃત્યુઆંક વધીને ૯૯ થયો : બ્રહ્મપુત્રા સહિતની નદીઓમાં પૂરને પગલે સેંકડો ગામડાં સંપર્કવિહોણા: ઘરબાર વિહોણા બનેલા હજારો ગ્રામજનો રાહત શિબિરોમાં આશરો લેવા મજબૂર, માર્ગ વ્યવહાર ખોરવાતાં જનજીવન અસ્તવ્યસ્ત5:34 PM IST
કર્ણાટકમાં વિધાન પરિષદના સભાપતિ બસવરાજ હોરાટ્ટી પાસે બળજબરીથી રાજીનામું લેવડાવાયાનો આક્ષેપ: ભાજપ-જેડીએસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળી મુખ્યમંત્રી અને કૉંગ્રેસ નેતાઓ સામે આકરા બંધારણીય પગલાં ભરવા કરી રજૂઆત : સત્તાધારી કૉંગ્રેસ સરકાર દ્વારા બંધારણીય પદની ગરિમા અને લોકશાહી મૂલ્યોનું અનાદર કરીને 'ગુંડાતત્વો જેવું વલણ' અપનાવવામાં આવ્યું હોવાનો વિપક્ષનો ગંભીર આરોપ; રાજ્યપાલને સમગ્ર મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવા માંગણી કરી5:33 PM IST
પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એક્શન મોડમાં: કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કામગીરી અને સુધારાઓ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી : વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વધુ જવાબદાયી, વિશ્વસનીય અને સુગ્રથિત પરીક્ષા ઇકોસિસ્ટમ તૈયાર કરવા આગામી રોડમેપ અને સંસ્થાકીય પ્રક્રિયાઓને વેગ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો5:32 PM IST
શસ્ત્રક્રિયા ટેબલ પર અસહ્ય દુખાવા વચ્ચે પણ સંગીતનો જાદુ વિખેરતા સોનુ નિગમ: ઓપરેશન થિયેટરમાં તબીબો અને મેડિકલ સ્ટાફ માટે ગાયું મોહમ્મદ રફીનું ૭૭ વર્ષ જૂનું કલ્ટ સોંગ 'સુહાની રાત ઢલ ચૂકી' : નસોની ગંભીર બીમારીથી પીડાતા બોલિવૂડના દિગ્ગજ ગાયકે સર્જરી દરમિયાન અચાનક આપેલી સરપ્રાઇઝ પરફોર્મન્સનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો; ચાહકો અને બોલિવૂડ હસ્તીઓએ ઝડપી સાજા થવાની કામના કરી5:32 PM IST
જમ્મુ-કાશ્મીરના દુર્ગમ પહાડી વિસ્તારોમાં આતંકવાદીઓ સામે લડતા CRPFના જવાનો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પહેલગામ હુમલા બાદ ૬૦૦૦ ફીટથી વધુ ઊંચાઈ પર તૈનાત દળો માટે રૂ. ૪.૫૪ કરોડનું સ્પેશિયલ વિન્ટર ફંડ મંજૂર : DRDO દ્વારા તૈયાર કરાયેલા ખાસ 'હિમસુરક્ષા' ક્લોથિંગ, સ્નો બૂટ્સ અને રેસ્ક્યૂ બેગ્સ સહિતના અત્યાધુનિક સાધનોથી સજ્જ કરાશે સૈનિકો; 'ઢોક' નામના માટી-પથ્થરના છુપા ઠેકાણાઓમાં આશરો લેતા આતંકીઓને ઘેરવા હોમ મિનિસ્ટ્રીનું મોટું કદમ5:30 PM IST
વૈશ્વિક સ્તરે ભારતીય પરિવહન ક્ષેત્રનો ડંકો: પેરિસ, ન્યૂયોર્ક અને હોંગકોંગ સબવેને પછાડી દિલ્હી મેટ્રો વિશ્વની ટોપ-5 સૌથી વિશ્વસનીય ટ્રાન્ઝિટ સિસ્ટમ્સમાં સામેલ, વર્ષ 2026માં નોંધાવી 99.95 ટકાની રેકોર્ડબ્રેક સમયપાલન ક્ષમતા : નિર્ધારિત સમય કરતાં માત્ર 59 સેકન્ડથી વધુ મોડી પડે તો જ ટ્રેન લેટ ગણવાના અત્યંત કડક નિયમ છતાં DMRCએ પ્રતિદિન 64 લાખથી વધુ મુસાફરોની સફળ અવરજવર સાથે 416 કિલોમીટરના નેટવર્ક પર જાળવી રાખી ટેકનિકલ ચોકસાઈ5:30 PM IST
કર્ણાટકમાં બિદડી ટાઉનશિપ પ્રોજેક્ટ સામે વિપક્ષી ભાજપ-જેડીએસનું મોટું પદયાત્રા આંદોલન: 'કોઈપણ સત્ય છુપાવી શકશે નહીં, બધું જાહેર થશે' કહીને ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે સામો પ્રહાર કર્યો : બૈરામંગલાથી બેંગલુરુના ફ્રીડમ પાર્ક સુધી યુવા જેડીએસ નેતા નિખિલ કુમારસ્વામીની આગેવાનીમાં ત્રણ દિવસીય પદયાત્રા શરૂ; ખેડૂતોની જમીન અને આજીવિકા છીનવાઈ જવાના આક્ષેપો વચ્ચે કૉંગ્રેસ સરકારે સમીક્ષા માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદે ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરી5:29 PM IST
લાલ કિલ્લા પર 15મી ઓગસ્ટની ઉજવણી પૂર્વે દેશની રાજધાની છાવણીમાં ફેરવાઈ: જમીનથી લઈને આકાશ સુધી અભેદ્ય સુરક્ષા ચક્ર રચાયું : એનએસજી કમાન્ડો, સ્નાઈપર્સ અને 20 હજાર જવાનોના કડક પહેરા સાથે 1000થી વધુ એઆઈ કેમેરા, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને ફેસ રેકોગ્નિશન ટેકનોલોજી વડે કિલ્લાના ખૂણેખૂણા પર બાજ નજર રખાશે5:28 PM IST
ઈરાનના સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈ ગંભીર હાલતમાં હોવાના ઈઝરાયેલી દાવોઓ વચ્ચે સરકારી મીડિયાએ જાહેર કર્યો વીડિયો, પણ તારીખ વગરના ફૂટેજથી સસ્પેન્સ અકબંધ : પિતા અયાતોલ્લા અલી ખામેનેઈના મોત બાદ સત્તા સંભાળનારા મુજતબા જાહેરમાં ન દેખાતાં વધી રહેલી અફવાઓ, રાષ્ટ્રપતિના વિરોધાભાષી દાવોઓ અને ગુપ્તચર એજન્સીઓની નજર વચ્ચે ઈરાની તંત્રએ રહસ્ય ઘેરું બનાવ્યું5:27 PM IST
બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં પ્રવાસીઓથી ભરેલું હેલિકોપ્ટર પહાડી ક્ષેત્રમાં તૂટી પડતાં ભીષણ અકસ્માત: ચાલક સહિત ચાર લોકો સળગીને ખાખ, મૃતકોમાં એક જ પરિવારની ત્રણ કોલમ્બિયન મહિલાઓ સામેલ : તિજુકા નેશનલ પાર્કની વિસ્ટા ચાઇનીઝા ટેકરીઓ નજીક બનેલી દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડે ક્ષત-વિક્ષત કાટમાળ રિકવર કર્યો: બે મહિનામાં બીજી મોટી એર દુર્ઘટનાને પગલે સિવિલ એવિએશન એજન્સી સમક્ષ ફ્લાઇટ સુરક્ષાના કડક ચેકિંગની માગણી કરાઈ5:27 PM IST
રસ્તા અકસ્માતમાં સૌથી નાના ભાઈ આબાનના મોતના દુઃખદ સમાચાર વચ્ચે જેલમાંથી જામીન પર મુક્ત થઈને આવેલા બે મોટા ભાઈઓ કસારી-મસારી કબ્રસ્તાનમાં ભાવુક દ્રશ્યો સર્જતા જોવા મળ્યા : હાઈકોર્ટમાંથી મળેલા સશર્ત પેરોલ બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચેલા ઉમર અને અલીએ પોતાના પિતા, કાકા તેમજ ભાઈની મઝાર પણ પહેલીવાર જોઈને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી11:34 AM IST
અમેરિકા ધમકી બંધ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલીએ: ઈરાનની ખુલ્લી ચેતવણી અમેરિકાએ પોતાનું વર્તન સુધારી યુદ્ધનો અંત લાવવો પડશે, તો જ જળમાર્ગ ખુલશે: ઈરાની સિક્યોરિટી ચીફ : ઈરાનની કડક શરતો: "અમારી માંગણીઓથી પીછેહઠ નહીં કરીએ, ભલે યુદ્ધ કેમ ના કરવું પડે" વૈશ્વિક તેલ સપ્લાય ક્ષેત્રે તણાવ વધતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ચિંતાનો માહોલ11:48 AM IST
નંદુરબારમાં સગીર બાળકો અને યુવાનોનું જાતીય શોષણનો પર્દાફાશ :4 વર્ષથી ચાલતું શોષણ અને બ્લેકમેઇલ : નરાધમના મોબાઇલમાંથી મળ્યા 600 વિડિઓ : -- ગુપ્ત માહિતીના આધારે પોલીસે સક્રિય થઈને આ રેકેટનો પર્દાફાશ કર્યો: પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને બાળ સંભાળ અને સુરક્ષા કાયદાની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો5:01 PM IST
પશ્ચિમ બંગાળમાં હલીશહરમાં મમતા બેનર્જીના કાફલા પર ઉશ્કેરાયેલ લોકોની ભીડે હુમલો કરી પથ્થરમારો કર્યો : કસ્ટડીમાં ટીએમસી કાર્યકર્તાના મોતથી કોપાયમાન ભીડે ગાડી પર કાદવ અને બૂટ-ચંપલ ફેંક્યા: મમતા બેનર્જીએ જણાવ્યું કે બારી ખુલ્લી હોત તો માથું ફાટી જાત અને પોલીસે હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી ન કરી4:29 PM IST
મહારાષ્ટ્રના બારામતી એરસ્ટ્રિપ પર ટ્રેનર વિમાન રનવે પરથી નીચે ઊતરી જતાં ભારે અફરાતફરી: પાયલટનો ચમત્કારિક બચાવ, સુરક્ષા સામે પ્રશ્નાર્થ : ટેક-ઓફ અને લેન્ડિંગના પ્રયાસ દરમિયાન નિયંત્રણ ગુમાવતા કાર્વર એવિએશનનું તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત: આ જ રનવે પર ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થતાં સર્જાયો હતો ગંભીર અકસ્માત, એક જ વર્ષમાં ત્રીજી ઘટનાથી ઉડ્ડયન ક્ષેત્રે ચિંતા વધી4:17 PM IST
અલ નીનોના પ્રકોપથી ભારત અને એશિયા-પેસિફિક દેશો પર મોંઘવારીનો તોળાતો મોટો ખતરો: એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આપી ખાદ્યાન્ન સંકટની ચેતવણી : બદલાતા વૈશ્વિક હવામાન અને અનિયમિત ચોમાસાથી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડવાની શક્યતા; જોકે, અનાજના મજબૂત બફર સ્ટોક, પાણીના યોગ્ય વ્યવસ્થાપન અને સરકારની પૂર્વતૈયારીઓના કારણે દેશ આર્થિક આંચકાઓ સહન કરવા માટે અગાઉ કરતા વધુ સક્ષમ હોવાનો અહેવાલમાં દાવો.4:16 PM IST
દેશભરમાં મતદાર યાદીઓની શુદ્ધિકરણની પ્રક્રિયા ઝડપી બની છે, જેના ભાગરૂપે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ૧.૫૮ કરોડ નામ રદ કરવામાં આવ્યા છે. : ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું સઘન શુદ્ધિકરણ: ૧.૫૮ કરોડ નામ યાદીમાંથી દૂર કરાયાસાત રાજ્યોમાં હજુ પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલુ, નવી યાદી જાહેર થવાની બાકી4:08 PM IST
ઝારખંડમાં સરકારી ભરતીમાં અનિયમિતતા વિરુદ્ધ વિદ્યાર્થીઓનો જંગ: અભિનેતા પીયૂષ મિશ્રા મેદાનમાં ઉતર્યા, ગુંજ્યું 'આરંભ હે પ્રચંડ' : રાંચીમાં ચાલી રહેલા આંદોલનને મળ્યું બોલિવૂડનું સમર્થન; પીયૂષ મિશ્રાએ કહ્યું - 'વિદ્યાર્થીઓની આંખોમાં રહેલી વેદના અને આંસુ જોઈને હું પોતે અહીં આવવા મજબૂર થયો છું'4:07 PM IST
દક્ષિણ-પશ્ચિમ કોલંબિયામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ: નવા રૂઢિચુસ્ત પ્રમુખ અબેલાર્ડો ડી લા એસ્પ્રીએલાના શપથ ગ્રહણના ૨૪ કલાકમાં જ સશસ્ત્ર બળવાખોર જૂથોએ શાંતિ પ્રક્રિયાને પડકારી ભયનું વાતાવરણ સર્જ્યું : એફઆરસી (FARC) ના શાંતિ કરાર ન સ્વીકારનારા વિદ્રોહી જૂથોએ મોટરસાઇકલ પર આવી વાહન મૂકી ધડાકો કર્યો; ૨ સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત અને આસપાસના ઘરોના કાચ તૂટતા ગ્રામજનો લોહીલુહાણ, પ્રમુખે ૧૧૭ જેલર બળવાખોરોને હાઇ-સિક્યોરિટી જેલમાં ખસેડી આતંક સામે કડક વલણ અપનાવ્યું2:34 PM IST
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ: સોપોરમાં પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા 20થી વધુ સ્થળોએ પોલીસના દરોડા, UAPA કેસ અંતર્ગત સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું : બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર સંગઠનોના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા દળોનો મોટાપાયે સપાટો, શકમંદોના રહેણાંક મકાનોમાં ચાલી રહેલી તપાસથી સમગ્ર પંથકમાં ખળભળાટ2:34 PM IST
કેનેડામાં ભારતીય યુવતીની નૃશંસ હત્યાનો મામલો: સાત મહિનાથી ફરાર ૩૨ વર્ષીય આરોપી વિમાનમથકેથી ઝડપાયો, ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો ગુનો દાખલ : ટોરોન્ટોમાં ગત ડિસેમ્બરમાં બન્રયા હિમાંશી ખુરાના હત્યાકાંડમાં ઇન્ટરપોલ અને સ્થાનિક એજન્સીઓના સંયુક્ત ઓપરેશન બાદ અબ્દુલ ગફૂરી નામના શંકાસ્પદની ધરપકડ કરાઇ, કાનૂની કાર્યવાહી તેજ2:33 PM IST
પરીક્ષા ગેરરીતિઓ અને પેપર લીક સામે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો મોટો પ્રહાર: તંત્રનું ઓવરહોલિંગ કરી ઉચ્ચ સ્તરે નવી સ્પેશિયલિસ્ટ કેડર રચાઈ, તપાસ અને સાયબર સુરક્ષા માટે નિષ્ણાતોની ભરતી શરૂ : NEET-UG પેપર લીક અને પરીક્ષાઓની વિવાદસ્પદ સ્થિતિ બાદ છાત્રોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા NTAનું મોટું પગલું: CBI, IB અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન સાધી ઝડપી તપાસ કરવા માટે વિજિલન્સ-ફોરેન્સિક મોનિટરિંગ, અણભેદ આઇટી સિક્યોરિટી અને શૂન્ય વિક્ષેપ સાથે કેન્દ્રોના સંચાલન માટે જનરલ મેનેજરોની નિમણૂક કરાશે2:33 PM IST
દિલ્હીમાં ગરીબોના અનાજમાં મહાકૌભાંડનો આપનો ધડાકો: FCI પાસેથી સબસિડીવાળા ચોખા મેળવી ખાનગી કંપનીને વેચી ૩ વર્ષમાં ₹૨૨,૦૦૦ કરોડ લૂંટવાનું આયોજન હોવાનો સૌરભ ભારદ્વાજનો ગંભીર આરોપ : અસમની કોર્પોરેશન અને દિલ્હી સરકાર વચ્ચેની મિલીભગતથી દર અઠવાડિયે ૩૧,૦૦૦ મેટ્રિક ટન અનાજની હેરાફેરી કરી હરિયાણાની ફર્મને પધરાવી દઈ અબજો રૂપિયાનું કમિશન સટ્ટાકીય રીતે વસૂલવાનું ષડયંત્ર રચાયાનો દાવો2:33 PM IST
દિલ્હીમાં હરિયાણા પોલીસના દારૂડિયા પુત્રએ મર્સિડીઝ કાર વડે કારને ટક્કર મારતાં ૭૦ વર્ષીય વૃદ્ધાનું કરૂણ મોત: અકસ્માત સર્જી ભાગવા જતાં લોકોએ ઝડપી લીધો : તિલક નગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝુરિયસ કારે ટેક્સીને ઉડાવી દેતાં અંદર બેઠેલા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ નિપટ્યું કરૂણ મોત; દારૂના નશામાં ધૂત ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો2:32 PM IST
રાજધાનીમાં પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ: કુદરતી નજારા, મોસમી ઝરણાંઓથી સજ્જ નવા ઈકો-ટૂરિઝમ સર્કિટ સાથે 600 સૈલાણીઓ ક્ષમતાવાળી ભવ્ય લક્ઝરી રિવર ક્રૂઝની અદભુત ભેટ : દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં હરિયાળા પર્યાવરણ આધારિત ગ્રીન ટૂરિઝમ, અરાવલીની ટેકરીઓમાં મોસમી જળધોધ અને યમુના નદીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન સફરનું આયોજન, ગોવા જેવો રોમાંચક અનુભવ હવે પાટનગરમાં જ મળશે2:32 PM IST
બોલિવૂડમાં સ્ટાર બનવાના સપના સાથે ઘર છોડી મુંબઈ પહોંચેલા બે સગીરો પર પોલીસનું વહાલ: આરે પોલીસની સતર્કતાથી બંને બાળકો હેમખેમ પરિવારને સોંપાયા : આસામ અને મધ્યપ્રદેશના બે અલગ-અલગ બાળકો ફિલ્મ સિટીમાં કામ મેળવવાના અરમાન સાથે મુંબઈ દોડી આવ્યા હતા, પરંતુ માયાનગરીની વાસ્તવિકતાનો સામનો થતાં પોલીસ મદદરૂપ બની2:29 PM IST
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભીષણ દાવાનળે મચાવ્યો ભારે વિનાશ: ૨૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, પ્રાંતમાં તાત્કાલિક અસરથી ઈમરજન્સી જાહેર : ઓકાનાગન લેક આસપાસના રસ્તાઓ બંધ થતાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા લશ્કરી હેલિકોપ્ટરો મેદાને: ૧૦૦થી વધુ સ્થળોએ ફાટી નીકળેલી આગ પૈકી અડધોઅડધ આગ બેકાબૂ બનતા અનેક મકાનો અને મિલકતો બળીને ભસ્મીભૂત1:55 PM IST
ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ફુડ સેફ્ટી ઓથોરિટીની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી: નામાંકિત ડ્રાયફ્રૂટ્સ અને નાસ્તા ઉત્પાદક કંપનીઓમાંથી જીવતા જીવડાં, ગરોળી, ઉંદરની હગાર અને સડેલો માલ મળી આવતાં લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ : ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સ્થિત વીકેસી નટ્સ તથા છેડા સ્પેશિયાલિટીઝના પ્રોસેસિંગ યુનિટ્સ પર ફુડ સેફ્ટી કમિશનરના દરોડા: પિસ્તામાં જીવતા કીડા, અંજીર પાસે ગરોળી, તેલની ટાંકીઓ પર ફંગસ અને ખુલ્લા હાથે સડેલા ખોરાકનું પ્રોસેસિંગ થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો1:18 PM IST
બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા ૧૦ ઓગસ્ટથી મલ્ટિપલ શેરોમાં સર્કિટ ફિલ્ટર અને ટ્રેડ-ટૂ-ટ્રેડ સેગમેન્ટમાં મોટા ફેરફારો: રોકાણકારોની સુરક્ષા અને બજારની અસ્થિરતા ડામવા લાદવામાં આવ્યા કડક નિયંત્રણો : ઈન્ટ્રાડે ટ્રેડિંગ પર પ્રતિબંધ અને ૧૦૦ ટકા માર્જિન ડિલિવરીના કડક નિયમો સાથે બજારની ગેરરીતિઓ અટકાવવા બીએસઈ દ્વારા અનેક લિસ્ટેડ કંપનીઓના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર, ૧૦ ઓગસ્ટથી સોદા કરતી વખતે ટ્રેડર્સે વિશેષ સાવચેતી રાખવી પડશે1:18 PM IST
મહારાષ્ટ્રમાં તહેવારો ટાણે ગ્રાહકોને મોંઘવારીનો મોટો આંચકો: 11 ઓગસ્ટથી ગાય-ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો ઝીંકાયો, દહીં-પનીર સહિતની ડેરી પ્રોડક્ટ્સ પણ 10 ટકા સુધી મોંઘી થશે : ડીઝલ, પેકેજિંગ અને ખરીદ પડતરમાં થયેલા વધારાને પગલે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશનનો આકરો નિર્ણય; કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે દૂધ પર એમએસપી લાવવાની હાલ કોઈ યોજના નથી, ભાવ મુક્ત બજાર આધારિત જ રહેશે1:17 PM IST
પેન્ટાગોનની સિક્રેટ ફાઈલોના ચોંકાવનારા ધડાકાથી ખગોળશાસ્ત્રીઓમાં ખળભળાટ: આકાશમાં ગાયબ થતા 'ઠંડા ગોળા', દરિયામાં સરકતા સ્ફિયર અને ૫૦૦ ફૂટ વિશાળ ત્રિકોણાકાર અજાણ્યા યાનના રહસ્યમય દસ્તાવેજો જાહેર, અલૌકિક ઘટનાઓની નવી થિયરીથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ : અમેરિકી સંરક્ષણ મંત્રાલયે યુએફઓ (UAP) સંબંધિત દશકો જૂની ગુપ્ત વિગતો પબ્લિક કરી, લશ્કરી પાયલોટોના વિડિયો, એફબીઆઈની ચોપડીમાં નોંધાયેલા અનુભવો અને ૧૯૬૩માં બ્રાઝિલમાંથી મળેલા ધાતુના ગોળાથી લઈને અફઘાનિસ્તાન-કોલોરાડોના આકાશમાં દેખાયેલા વિશાળકાય ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સનો સવિસ્તાર ખુલાસો; જોકે કોઈ એલિયન ટેકનોલોજીનો સત્તાવાર પુરાવો નહીં મળ્યાનો દાવો1:53 PM IST
સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલુ હોવા છતાં વડાપ્રધાન દ્વારા શિંદે જૂથના સાંસદો સાથેની મુલાકાત ન્યાયપાલિકા પર દબાણ લાવવાનો પ્રયાસ: ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહારો : દેશમાં આંદોલન કરી રહેલા લાખો યુવાનો અને વિદ્યાર્થીઓને મળવાનો સમય ન હોવાનો દાવો કરતા પૂર્વ મુખ્યમંત્રી; સોશિયલ મીડિયા દ્વારા શાસન ચલાવવા તથા બાગી સાંસદોને પ્રોત્સાહન આપવા બદલ કેન્દ્ર સરકાર અને ભાજપ સામે તીખા બાણ છોડ્યા1:14 PM IST
આંતરિક સુરક્ષા અને સેવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ પુડુચેરી પોલીસ દળનું દેશના સર્વોચ્ચ સન્માનથી બહુમાન: ગોરીમેડુ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનાયત કર્યું 'પ્રેસિડેન્ટ્સ કલર' નિશાન : માત્ર પાંચ હજારથી પણ ઓછું સૈન્યબળ ધરાવતા પોલીસે પોતાની બહાદુરી, સમર્પણ અને સેવાભાવના થકી ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ આલેખ્યું: નવા ભારતીય ન્યાય સંહિતાના કાયદા ટેકનોલોજી, સમયસીમા અને વિશ્વાસના ત્રણ મજબૂત સ્તંભો પર આધારિત હોવાનો હોમ મિનિસ્ટરનો સ્પષ્ટ દાવો1:13 PM IST
‘કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે!’: મથુરામાં ૬ ડિસેમ્બરે કારસેવા હાથ ધરવા સંતોનું મોટું એલાન : શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલને લીધું આક્રમક રૂપ | CM યોગી મંજૂરી આપે તો પ્રાણ આપવા પણ તૈયાર: સંતો | અયોધ્યાની તર્જ પર મથુરામાં પણ કારસેવાના આહ્વાનથી ધમાસાણ, સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત.1:09 PM IST
સ્થાવર મિલકતોની વેચાણ પ્રક્રિયા અને રજિસ્ટર્ડ દસ્તાવેજો અંગે દેશની સર્વોચ્ચ અદાલતનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો: બાકી રકમ ન ચુકવાઈ હોય તો પણ રજિસ્ટર્ડ સેલ ડીડ કાયદેસર ગણાશે, વેચનાર વ્યક્તિ દસ્તાવેજ રદ્દ કરાવી શકશે નહીં : જો બંને પક્ષકારો વચ્ચે મિલકતની માલિકી તબદીલ કરવાનો સ્પષ્ટ ઈરાદો હોય તો દસ્તાવેજની માન્યતા અકબંધ રહે છે; કિંમતની બાકી નીકળતી રકમ વસૂલવા માટે વેચનાર મૂળ માલિક કાનૂની દાવો દાખલ કરી શકે છે પરંતુ દસ્તાવેજ ફોક નહીં થાય1:03 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ માઇકલ બૌલોસની કેરળની રોમાંચક મુલાકાત: અલાપ્પુઝાના બેકવોટર્સમાં હાઉસબોટ સફર માણી, વિખ્યાત સ્નેક બોટ રેસની પ્રેક્ટિસ જોઈ મંત્રમુગ્ધ થયા : ભારતમાં યુએસ રાજદૂત સર્ગીયો ગોર સાથે ખાનગી પ્રવાસે આવેલા માઇકલ બૌલોસે વેમ્બનાડ સરોવરમાં કુદરતી સૌંદર્ય નિહાળ્યું; બીજી તરફ કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે બૌલોસ સાથેની સત્તાવાર બેઠકના અહેવાલો ફગાવી સ્પષ્ટતા કરી1:00 PM IST
યુવાનો સાથેના સંગઠનાત્મક જોડાણ અને 'જેન ઝી'ના અવાજ અંગે મંથન કરવાની સલાહને પક્ષ વિરોધી ગણાવાતા વકરેલો વિવાદ: શશિ થરૂરે રાહુલ ગાંધી કે કોંગ્રેસ નેતૃત્વ પર હુમલો કર્યાના અહેવાલોને અફવા ગણાવી સણસણતો ખુલાસો કર્યો : 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ અને જંતર-મંતર ખાતેના વિદ્યાર્થી આંદોલનની સરખામણી મુદ્દે મીડિયાના અર્થઘટન સામે આક્રોશ; કોંગ્રેસ સાંસદે X પર પૂરો વિડિયો શેર કરીને સ્પષ્ટ કર્યું કે 'નવી પેઢી માટે રાજકીય પક્ષોએ નેતૃત્વના દરવાજા ખોલવા પડશે તે જ મારો મુખ્ય આશય હતો'12:59 PM IST
અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મળતાં જ પ્રમુખ ટ્રમ્પ સામે તાત્કાલિક મહાભિયોગના બદલે તેમના કારોબારી-નાણાકીય સામ્રાજ્ય સામે વ્યાપક તપાસ ચલાવવાની ડેમોક્રેટ્સની આક્રમક યોજના : વાઇટ હાઉસ સાથે સીધી કાનૂની ટક્કર ટાળીને ડોનાલ્ડ ટ્રમ્પના કૌટુંબિક વ્યવસાયો, ખાનગી કંપનીઓ અને વિદેશી ફંડ્સ પર સકંજો કસવા સમન્સ તથા દસ્તાવેજો મેળવવાનો નવો વ્યૂહ; કોર્પોરેટ ગૃહોને અત્યારથી જ પત્રો પાઠવી પાયો તૈયાર કરાયો12:56 PM IST
આકાશમાં ૩૦૦ ફૂટ નીચે પટકાયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનામાં નવો મોટો ધડાકો: ૧૭ મુસાફરોને ઈજાગ્રસ્ત કરનાર ફુકેત-દિલ્હી ફ્લાઈટના કેપ્ટનનો સાયકોએક્ટિવ ડ્રગ્સ માટેનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યાનો દાવો : ૪ ઓગસ્ટે હવાઈ મુસાફરી દરમિયાન ભયાનક ટર્બ્યુલન્સ સર્જાતા વિમાનમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી; એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ બાદ લેવાયેલા સેમ્પલમાં પાઈલટે નશો કર્યો હોવાની આશંકા સામે આવતા ખળભળાટ, બ્લેક બોક્સ તપાસ અને DGCA સમક્ષ ફરિયાદથી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું12:55 PM IST
૬૭ કિલોમીટર લાંબુ ડ્રેનેજ નેટવર્ક અને ૪ માસ્ટર ડ્રેન હોવા છતાં ચોમાસામાં પાણીમાં ગરકાવ થતું સાયબર સિટી: ક્ષમતા નહીં પરંતુ નાળાઓ વચ્ચેના નબળા કનેક્ટિવિટી નેટવર્કે નોતરી હોનારત : કરોડો રૂપિયાના આંધણ છતાં ગુરુગ્રામમાં વિઝિબિલિટી ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલ્લી; ૧૧૯ એમએલડી જેટલું અશુદ્ધ પાણી અને ગેરકાયદેસર સીવર કનેક્શન્સ વરસાદી પાણીના નિકાલમાં મુખ્ય અવરોધ બનતા સ્થાનિક તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ કાગળ પર જ સ્વિમિંગ પૂલ સાબિત થયા12:54 PM IST
ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા કાજે ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય: ૧ કિમીના દાયરામાં સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ! : સરહદથી ૫૦ કિમી સુધીનો પટ્ટો સંવેદનશીલ જાહેર કરાયો; પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોના નાગરિકો કે એન્જિનિયરોને નોકરીએ રાખવા પર કડક પાબંધી!9:04 PM IST
મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ભારતીય ક્રિકેટના દંતકથાને સુંદર શ્રદ્ધાંજલિ: વાનખેડે સ્ટેડિયમ ખાતે 'દિલીપ સરદેસાઈ ગેટ' ના સ્મારક બોર્ડનું ભવ્ય અનાવરણ! : મહાન ટેસ્ટ બેટ્સમેનની જન્મજયંતિ પર પરિવાર અને MCA ના હોદ્દેદારોની હાજરીમાં રજૂ કરાયું મેમોરિયલ બોર્ડ; ૧૯૭૧ ના વેસ્ટ ઈન્ડિઝ વિજયના નાયકને કરાયા યાદ!9:43 PM IST
યુવાનોને રીલ્સના ચક્રવ્યૂહમાં ફસાવીને મજુર બનાવી દીધા: રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર સણસણતો પ્રહાર : પ્રયાગરાજમાં ‘છત્રોં કી ગૂંજ’ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ શિક્ષણ પ્રણાલી, બેરોજગારી, પેપર લીક અને ડેટા ચોરી જેવા ગંભીર મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની નીતિઓની આકરી ટીકા કરીને દેશના યુવાનોની પીડાને વાચા આપી9:55 PM IST
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મોટી જાહેરાત: 'વંદે ભારતમ્' ના પ્રથમ નવીન વિચારકોના સમૂહની પસંદગી, ૨૬,૦૦૦ થી વધુ અરજીઓમાંથી દેશના શ્રેષ્ઠ સંશોધકો ચમક્યા! : અમદાવાદ ખાતેથી દેશભરના નવોદિત ઉદ્યોગસાહસિકો માટે નવો માર્ગ પ્રશસ્ત; ૧૪ ઓગસ્ટે યોજાનારા 'ગ્રાન્ડ ફિનાલે' માં વિજેતા સંશોધકોને 'વંદે ભારતમ્ ટ્રોફી' થી નવાજાશે!10:31 PM IST
પાકિસ્તાનમાં આર્થિક કટોકટી વચ્ચે જનઆક્રોશ ફાટી નીકળ્યો: મોંઘવારી અને ઈંધણ પરના કમરતોડ ટેક્સ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન! : ૭ ઓગસ્ટે દેશભરમાં ૫૦૦ થી વધુ સ્થળોએ રેલીઓ અને ધરણાઓથી વિરોધ; જમાત-એ-ઇસ્લામીની સરકારને આખરી ચીમકી, માંગણીઓ નહીં સંતોષાય તો ૯ ઓગસ્ટથી અનિશ્ચિત મુદતના આંદોલનનું એલાન!10:40 PM IST
બિહાર : BPSC TRE 4 ભરતીમાં શિક્ષકોની જગ્યાઓમાં મોટો વધારો થવાની શક્યતા: શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓ પાસે માગી સુધારેલી માહિતી, નોટિફિકેશન માટે ઉમેદવારોએ હજુ જોવી પડશે રાહ! : TRE-3 ની ખાલી બેઠકો અને બેકલોગ પદો ઉમેરવાની કવાયત તેજ; તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને બે દિવસમાં અનામત અને વિષયવાર વિગતો મોકલવા આદેશ!11:28 PM IST
ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષા ગેરરીતિ મામલે મોટો અસંતોષ: સરકાર સાથેની બીજા રાઉન્ડની વાટાઘાટો પણ નિષ્ફળ, હવે ધારાસભ્ય જયરામ મહતો ઉતરશે ભૂખ હડતાળ પર! : ૧૪મી JPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન આક્રમક; સાત દિવસથી ઉપવાસ પર બેઠેલા નેતા દેવેન્દ્ર નાથ મહતોની તબિયત લથડી, રવિવારે યોજાશે આખરી વાર્તા!11:42 PM IST
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન: ભારત-યુએસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે થઈ મહત્ત્વની ચર્ચા! : વેપાર, સંરક્ષણ, ક્રિટિકલ ટેકનોલોજી અને ઊર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પ્રતિબદ્ધતા; પીએમ મોદીએ વાન્સ દંપતીને પુત્રજન્મ બદલ પાઠવી શુભકામનાઓ!11:44 PM IST
મુંબઈમાં ગૅસ બિલના નામે મોટું સાયબર ફ્રોડ: ૬૮ વર્ષીય વૃદ્ધને APK ફાઈલ મોકલી ₹૯.૯૮ લાખ પડાવી લીધા, પોલીસે ૨ શાર્પ શૂટર જેવા સાયબર ઠગને દબોચ્યા! : મહાનગર ગૅસ લિમિટેડના નામે બિલ અપડેટ અને KYC ના નામે રમાયો ખેલ; મુંબઈની દહિસર પોલીસે બેંકિંગ ટ્રાન્ઝેક્શન ટ્રેસ કરીને ૨૧ વર્ષીય આર્યન ગુપ્તા અને અંકિત તિવારીની કરી ધરપકડ!12:07 AM IST
મહારાષ્ટ્રના નાશિકમાં મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકાથી ભારે અફરાતફરી: ૪.૩ ની તીવ્રતાના કંપનથી ધ્રૂજી ઊઠી ધરતી, લોકો રસ્તા પર દોડી આવ્યા! : નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર જમીનથી ૫ કિમી ઊંડાણપૂર્વક નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ; ગુજરાતના સાપુતારા સહિત સરહદી વિસ્તારોમાં પણ અનુભવાયો ધ્રૂજારો!12:12 AM IST
ચીન સામે ભારતે આક્રમક વલણ અપનાવ્યું: સિંધુ અને બ્રહ્મપુત્રા નદીઓના જળ ડેટા તાત્કાલિક શેર કરવા ભારતની ચીનને કડક સૂચના! : સરહદી નદીઓના પ્રવાહ અને પૂરના આંકડા સમયસર આપવા ભારતની રજૂઆત; તિબેટ ક્ષેત્રમાં ચીનના વિશાળ ડેમ પ્રોજેક્ટ્સ વચ્ચે નીચાણવાળા વિસ્તારોની સુરક્ષા માટે ડેટા શેરિંગ અત્યંત મહત્વપૂર્ણ!12:13 AM IST
છત્તીસગઢના બિલાસપુરમાં સનસનાટીભરી ઘટના: જેલમાં બંધ સંબંધીના જામીન મેળવવા સ્મશાનગૃહમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ફોટા પર કરાયો કાળો જાદુ! : મૃત માછલીઓ અને તાંત્રિક વિધિની સામગ્રી સાથે યુવક રંગેહાથ ઝડપાયો; સોશિયલ મીડિયાના તાંત્રિકના કહેવાથી રચાયું ભયાનક ષડયંત્ર, પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી!12:18 AM IST
રાહુલ ગાંધીના પ્રયાગરાજ કાર્યક્રમ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનો આકરો પ્રહાર: 'પ્રયાગરાજ નહીં પણ રાંચી જઈને વિદ્યાર્થીઓની સ્થિતિ જોવી જોઈતી હતી!' : વિપક્ષી શાસિત ઝારખંડમાં ભરતી પરીક્ષાઓની ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો હોબાળો; રાહુલ ગાંધીના બેરોજગારી અને પેપર લીકના મુદ્દા પર કેન્દ્રીય મંત્રીનો વળતો કટાક્ષ!12:22 AM IST
અદાણી ગ્રુપનો બિઝનેસ ધમાકો: ગૌતમ અદાણીએ માત્ર ૪ દિવસમાં રચાઈ ૨ નવી કંપનીઓ, ગ્લોબલ ફાઇનાન્સ અને એવિએશન સેક્ટરમાં વધારશે પોતાનો દબદબો! : અદાણી એન્ટરપ્રાઈસિસની નવી સબસિડીયરી 'AACL ગ્લોબલ IFSC લિમિટેડ' ની ભવ્ય જાહેરાત; ગ્લોબલ ટ્રેઝરી અને ફાઇનાન્શિયલ ઓપરેશન્સને ગિફ્ટ સિટીમાંથી મળશે નવી ઊંચાઈ!12:24 AM IST
પૂર્વ અમેરિકી પ્રમુખ જો બિડેનની તબિયત અત્યંત નાજુક: પ્રોસ્ટેટ કેન્સર હાડકાં સુધી ફેલાયું, પુત્ર હન્ટર બિડેને લાગણીશીલ બની વ્યક્ત કરી ગંભીર ચિંતા! : અત્યંત અસહ્ય પીડા અને શારીરિક કમજોરી છતાં દેશ સેવા માટે બુલંદ અવાજે બોલવાનું ચાલુ રાખતા ૮૩ વર્ષીય બિડેન; પરિવાર માટે આ સમય જોવો અત્યંત દુઃખદ!12:32 AM IST
ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત: અત્યાર સુધીમાં ૪.૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન! : બાલતાલ અને પહેલગામ બંને માર્ગો પર જાળવણી કાર્ય અને સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્રનો મોટો નિર્ણય; ૨૮ ઓગસ્ટે ચડી મુબારક સાથે યાત્રાનું થશે સત્તાવાર સમાપન!12:36 AM IST
અમેરિકા-ઈરાન યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાલત કફોડી: 'ન ગળી શકાય, ન થૂંકી શકાય' જેવી સ્થિતિ વચ્ચે યુદ્ધમાંથી બહાર નીકળવા હવાતિયાં! : હવાઈ હુમલા નિષ્ફળ જતાં અને પર્વતીય વિસ્તારોમાં ભૂમિ યુદ્ધના ડરે વોશિંગ્ટનને ચિંતામાં મૂક્યું; ઓમાનની મધ્યસ્થી અને હોર્મુઝની સામુદ્રધુની યુદ્ધવિરામ માટે મુખ્ય ચાવી બની!12:40 AM IST
પંજાબના રાજકારણમાં મોટા ભવિષ્યના એંધાણ: પીએમ મોદી સાથેની મુલાકાત બાદ સુખબીર સિંહ બાદલે સીમાંકન અને મહિલા અનામતને આપ્યું સમર્થન, અકાલી-ભાજપ ગઠબંધનના પુનઃમિલનની અટકળો તેજ! : ચંદીગઢમાં વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ શિરોમણી અકાલી દળે તાત્કાલિક મહિલા અનામત અને તમામ રાજ્યોમાં ૫૦% સમાન સીટો વધારવાની માંગ કરી; ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા!12:47 AM IST
સંસદમાં વિપક્ષનો હોબાળો: પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ એક્શન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેની ગૃહમાં ચર્ચા અને ગૃહમંત્રીના નિવેદનની ઉગ્ર માંગણી : NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના આંદોલન પર સરકારના વલણ સામે મલ્લિકાર્જુન ખડગેએ આકરા પ્રહારો કર્યા, રાજ્યસભામાં માઈક બંધ કરવાના અને વિપક્ષનો અવાજ દબાવવાના આક્ષેપ સાથે પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રી સદનમાં આવીને સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરી1:15 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 ઈંચ સાથે મોસમનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો : 9 જિલ્લાઓમાં તો 30 ટકાથી પણ વધુ વરસાદી ઘટ : દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 81 ટકા જેટલી વરસાદી ઘટ, પોરબંદર જિલ્લામાં પણ સરેરાશ માત્ર 5.87 ઈંચ વરસાદ સાથે 67 ટકા જેટલી મોટી ઘટ: જામનગર, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને ગીર સોમનાથ જેવા જિલ્લામાં પણ વરસાદની અછત 8:07 PM IST
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ટાણે દાહોદમાં ડીજે વગાડવાની બાબતે ઘર્ષણ સર્જાતાં પથ્થરમારો: અચાનક ઉશ્કેરાયેલા તોફાનીઓએ પોલીસ કાફલાને નિશાન બનાવતા વાતાવરણ તંગ બન્યું : શાંતિપૂર્ણ માહોલ ડહોળવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વોને વિખેરવા પોલીસનો આકરો સમન્સ; ટિયરગૅસના શેલ છોડી પરિસ્થિતિ પર ત્વરિત મેળવાયો કાબૂ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ભારે પોલીસ બંદોબસ્ત ખડકાયો5:31 PM IST
અમદાવાદ PG ગંભીર ગુના કેસમાં પોલીસની સખત કાર્યવાહી: સિક્યુરિટી ગાર્ડ જેલભેગો, વિદ્યાર્થીઓ અને વર્કિંગ વુમનની સુરક્ષા માટે સ્પેશિયલ સિક્યોરિટી પ્લાન : અમદાવાદ પોલીસનું મેગા ડ્રાઈવ: શહેરના તમામ પેઇંગ ગેસ્ટ (PG) એકમોનું ચેકિંગ હાથ ધરાશે; નિયમોનું ઉલ્લંઘન કરનાર મકાનમાલિકો સામે પણ થશે કાનૂની કાર્યવાહી.1:46 PM IST
અમદાવાદના કાંકરિયાનો બદલાશે નઝારો: પિકનિક હાઉસ અને સાઈ ઝુલેલાલ ઓડિટોરિયમ તોડીને રૂ. ૯૭ કરોડના ખર્ચે બનશે ૭ માળનું ભવ્ય મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો મેગા પ્લાન: શિશુગૃહ, આધુનિક લાઈબ્રેરી, કોન્ફરન્સ હોલ અને વિશાળ પાર્કિંગ સહિતની વર્લ્ડ-ક્લાસ સુવિધાઓથી સજ્જ પરિસર આકાર લેશે1:31 PM IST
અમદાવાદના જોધપુર-આણંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી કોલેજિયન યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચરેલું દુષ્કર્મ: પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી : સુરક્ષા માટે તૈનાત રક્ષક જ ભક્ષક બન્યો; રાત્રિના સમયે છત પર એકલી જોઈ યુવતીને ધમકાવી પશુપણા આચર્યું, આણંદનગર પોલીસે ગુનો નોંધી આરોપીને જેલભેગો કર્યો12:50 PM IST
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે અમદાવાદ સ્માર્ટ સિટીના માર્ગોની બિસ્માર હાલત છતી થઈ: શહેરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોમાં ખાડા અને ભૂવાઓના સામ્રાજ્ય વચ્ચે AMCમાં ૫,૦૦૦થી વધુ ફરિયાદોનો અંબાર લાગ્યો : ચોમાસાના પ્રારંભે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનિંગના દાવાઓનો ફિયાસ્કો, કમરતોડ ખાડા અને જળબંબાકારના કારણે એસ.જી. હાઇવે, આશ્રમ રોડ સહિતના મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામની વિકટ સ્થિતિ, માત્ર કોલ્ડ મિક્સ અને કચરાના પુરાણથી કામ ચલાવવાની નીતિ સામે નાગરિકોમાં તીવ્ર આક્રોશ11:30 AM IST
પાટણના સિદ્ધપુરમાં કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત: બેફામ કારે બાઇકને ટક્કર મારતા ફૂટબોલની જેમ ફંગોળાયેલા બે પડોશી ખેડૂતોના કરૂણ મોત! : કહોડાની સીમમાંથી ખેતીકામ પતાવી ઘરે પરત ફરી રહેલા બે મિત્રો કાળનો કોળિયો બન્યા; અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી!10:01 PM IST
સુરતના ખટોદરા હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો: ૨૫ થી વધુ CCTV ખંખોળી પોલીસે ટેમ્પો ચાલકને દબોચ્યો, સ્વર્ગસ્થ દીકરીના પરિવારે કર્યું ચક્ષુદાન! : મનોચિકિત્સક બનવાનું સ્વપ્ન સેવતી સ્નેહાનું સારવાર દરમિયાન મોત; અસહ્ય દુઃખ વચ્ચે પણ ઘોરી પરિવારે દીકરીની આંખોનું દાન કરી સમાજને પૂરી પાડી પ્રેરણા!10:06 PM IST
અમદાવાદના આનંદનગરમાં PGમાં રહેતી યુવતી પર દુષ્કર્મના આરોપીને ઝડપવા પોલીસે મોડી રાતે દુકાનો ખોલાવીને CCTVનું મેપિંગ કરી આરોપી સુધી પહોંચી : આરોપી 4 દિવસ પહેલા જ કામ પર લાગ્યો હોવાથી તેની વધારે વિગતો ઉપલબ્ધ નહતી:મોબાઈલ પણ સ્વીચ ઑફ કરી દીધો આથી આરોપી ઘટના સ્થળથી ચાલતો-ચાલતો જ્યાં-જ્યાંથી પસાર થયો, તે સમગ્ર રૂટ પરના CCTV ચેક કરીને આખા વિસ્તારનું મેપિંગ કરાયું 11:58 PM IST
વડોદરામાં સીમા તળાવ રોડ પર આદિવાસી યાત્રા દરમિયાન યુવકોના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી : વાતાવરણમાં તંગદિલી ફેલાઈ : મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસની સુરક્ષા કામગીરી સામે સવાલો ઊઠ્યા: પોલીસે વાઈરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરીને દોષિતો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી 8:54 PM IST
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની "રતવાની દવા"ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ: રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત : લેબલ વગરની ૧૦૦ મિ.લી. ક્ષમતા ધરાવતી પારદર્શક પ્લાસ્ટિકની ૧૬૦ બોટલોમાંથી લાલ રંગનું પ્રવાહી મળી આવ્યું હતું, જેને ટીમે સીઝ કરી વધુ તપાસ અર્થે સેમ્પલ લીધા6:14 PM IST
દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરી મુક્ત વાતાવરણ ઊભું કરવા માટે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે હાથ ધરેલી સઘન કાર્યવાહી દરમિયાન કુખ્યાત શિવા ઝાલા ગેંગના રીઢા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ખતરનાક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે દપોચી લીધો : રાજ્યભરમાં લૂંટ, અપહરણ અને એનડીપીએસ (ડ્રગ્સ) સહિતના અનેક વિવાદસ્પદ મામલાઓમાં નાસતા-ફરતા આરોપી સામે કાયદાનો સકંજો મજબૂત કરતી એસઓજી પોલીસ; ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા ક્ષેત્રિય સ્તરે સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું5:33 PM IST
સાગબારાના જમીન આંદોલનને મળ્યો મોટો ટેકો: આદિવાસી ખેડૂતોના ધરણાં સ્થળે પહોંચ્યા સાંસદ, તંત્રને ચીમકી આપતાં કહ્યું- "હક્કપત્રક આપી પ્રશ્ન ઉકેલો" : વન વિભાગના વલણ સામે રોષ: દાયકાઓથી જમીન ખેડતા આદિવાસીઓને અન્યાય થતો હોવાનો આક્ષેપ; પ્રશ્નનો સકારાત્મક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનવાના એંધાણ1:47 PM IST
ગુજરાત પર એકસાથે બે મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા મુશળધાર બેટિંગ કરશે: આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા જેવા પવન સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની ગંભીર ચેતવણી : સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફની સંયુક્ત અસરથી વાતાવરણમાં સર્જાયો તીવ્ર પલટો; દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર, માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને પાક સંભાળવા કડક સૂચના12:52 PM IST
અમદાવાદના દરિયાપુરમાં SMCની ધાડ: કૌશલ્યની રમતના નામે ધમધમતા મનપસંદ જીમખાનાના હાઇટેક જુગારધામ પર 24 કલાક ચાલેલું મેગા ઓપરેશન, 187 જુગારીઓ ઝડપાયા બાદ અડ્ડો સીલ કરાયો : કોડવર્ડવાળી રસીદો અને એક્સેલ શીટ દ્વારા ચાલતા નેટવર્કમાંથી રૂ. 3.30 લાખ રોકડા, 176 મોબાઇલ ફોન અને 29 વાહનો જપ્ત; મુખ્ય સૂત્રધાર ગોવિંદ પટેલ સહિત 9 આરોપીઓ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર ધકેલાયા, સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા11:28 AM IST
10 ઓગષ્ટ, વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે 100 હેક્ટર વિસ્તારમાં સીમિત ક્ષેત્ર બનાવવા માટે વન વિભાગનો નિર્ણય : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિહ સંરક્ષણ-સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કર્યું છે11:19 AM IST
ગાંધીનગરમાં 'TTF અમદાવાદ-૨૦૨૬' નું ભવ્ય સમાપન: ૩ દિવસમાં ૧૬,૫૦૦ થી વધુ ટ્રાવેલ પ્રોફેશનલ્સ ઉમટી પડ્યા, પ્રવાસન ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો! : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રણ રાજ્યોના મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ; ટ્રેડ વિઝિટર્સમાં ૧૦% ના વધારા સાથે આગામી તહેવારો અને શિયાળુ વેકેશન માટે બુકિંગમાં મોટો ઉછાળો!10:00 PM IST
રાજકોટ શહેર એસઓજીનો દરોડો: અણીયારા ગામ પાસે ફેક્ટરીમાંથી પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપાયો, ૧.૭૫ લાખનો મુદ્દામાલ નાશ કરાયો : જુઓ વિડીયો : ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અને પીઆઇ એબ. બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી.વી. ધ્રાંગુ અને ટીમની કામગીરી: દિગ્વિજયસિંહ ગોહિલ અને યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમી10:36 PM IST
અમરેલીના બાબરાના ખંભાળા ગામે નવા બનતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્થળ પર ચોમાસાનું પાણી એકત્રિત થવાની ગંભીર સમસ્યા : તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ વિજય ઝાપડીયાએ સ્થળ વિઝિટ કરી જાત નિરીક્ષણ કર્યું અને કેમેરામાં વાસ્તવિકતા કંડારી: જો સમયસર માટી પુરાણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટો પાણી ભરાવ થવાની સંભાવના10:22 PM IST
જામનગરમાં સૂર્યગ્રહણનું સેટેલાઈટ મારફતે જીવંત પ્રસારણ : સાથે બ્રહ્માંડની સફર અને ખગોળ ક્વિઝનું આયોજન : કાર્યક્રમમાં ‘સૂર્યગ્રહણ અને અંધશ્રદ્ધા’, ‘બ્લેક હોલ’, ‘પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિમાં ચંદ્ર અને સૂર્યનું મહત્વ’ તથા ‘ગ્રહણની જીવસૃષ્ટિ ઉપર થતી અસર’ જેવા વિવિધ વિષયો અંગે રસપ્રદ માહિતી અને વૈજ્ઞાનિક સમજ અપાશે 10:33 PM IST
ગીર નહીં દેખા તો ગુજરાત નહીં દેખા…! સાવજ નહીં દેખા તો સૌરાષ્ટ્ર નહીં દેખા..." વિશ્વ સિંહ દિવસ વિશેષ ૧૧ જિલ્લામાં ગૂંજશે સાવજની ગર્જના, સંરક્ષણ સાથે સહઅસ્તિત્વનો સંદેશ : જુઓ વિડિયો : ૨૦૨૫ની સિંહ ગણતરીમાં ૮૯૧ સાવજ વધતી સિંહ સંખ્યા ગુજરાતના સંરક્ષણ મોડેલની સફળતાની સાક્ષી શિક્ષણ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા-તાલુકા સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન8:42 PM IST
જૂનાગઢ જિલ્લા જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત ભવ્ય જાગૃતિ સેમિનાર યોજાયો : ૫૦૦થી વધુ બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો : MY Bharat, સૂફી ઇસ્લામિક બોર્ડ અને જેલ પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે આયોજન : એડવોકેટ અનવર હુસૈન શેખ, રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક, સિનિયર જેલર જી.આર. વણઝારા, જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.કે. ચંદનાણી અને ગીર સોમનાથના સેક્રેટરી એસ.ડી. પટેલનું પ્રેરક માર્ગદર્શન4:20 PM IST
‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવાશક્તિની સક્રિય ભાગીદારી જરૂરી : ડૉ. મનસુખભાઈ માંડવિયા : ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ની થીમ હેઠળ ભાવનગર યુનિવર્સિટીમાં ‘માય ભારત યુવા સંવાદ’ : યુવાશક્તિના સામર્થ્યથી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રીનુ યુવાનોને આહ્વાન : ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓએ લીધા નશામુક્તિના શપથ : “યુવા દેશની શક્તિ છે,યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે,શિક્ષણથી જ્ઞાન, સંસ્કારથી વિચાર અને સંકલ્પથી કાર્યશક્તિ પ્રાપ્ત કરી યોગ્ય દિશામાં આગળ વધજો, પોતાના વ્યક્તિત્વના વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસમાં પણ સક્રિય ભાગીદાર બનવા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજનુ આહવાન10:16 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ભારતીય બેડમિન્ટન સ્ટાર અશ્મિતા ચલિહાએ રચ્યો ઇતિહાસ: ચીનની ખેલાડીને ધૂળ ચટાડીને કારકિર્દીનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ પોતાના નામે કર્યું : ઘૂંટણની ગંભીર ઇજા બાદ શાનદાર વાપસી કરતા કોરિયા માસ્ટર્સ સુપર ૩૦૦ ટૂર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચમાં ચીનની હાન શિયાન ઝી સામે કમાલનું પ્રદર્શન કરીને મેળવ્યો ઐતિહાસિક વિજય4:06 PM IST
ભારતીય ક્રિકેટના ઉભરતા તારલા વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગે ચાલતી વિવાદસ્પદ ચર્ચા પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બોલર બ્રેટ લીનું મોટું નિવેદન: 'ઉંમર ૧૫ હોય કે ૧૮, આ બાળકમાં અદ્ભુત પ્રતિભા છે, તેના પર બિનજરૂરી દબાણ ન બનાવો' : આઇપીએલથી લઇને આંતરરાષ્ટ્રીય મંચ સુધી વિધ્વંસક બેટિંગથી ગેઇલનો રેકોર્ડ તોડનાર સૂર્યવંશીની ક્ષમતાના વખાણ કરતા પૂર્વ ઝડપી બોલરે મીડિયા અને ચાહકોને કરી ખાસ અપીલ; હવે ઇશાન કિશનની કેપ્ટન્સી હેઠળ દુલીપ ટ્રોફીમાં ઇસ્ટ ઝોનના ઉપ-કાપ્તાન તરીકે મેદાનમાં ઉતરશે1:16 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST
FIBA અંડર-18 બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ-અમદાવાદમાં 13મીથી યોજાનારી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું નામ ગજવશે રોનાલ્ડો : મૂળ ભાવનગરના રોનાલ્ડો હોપકિન્સને રમતના સંસ્કારો વારસામાં મળ્યા છે: માતા પણ નેશનલ બાસ્કેટબોલ પ્લેયર હતાં: એશિયા-ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ગુજરાતનાં બાળકો-યુવાનો માટે પ્રેરણારૂપ બનવાનું રોનાલ્ડોનું સપનું6:12 PM IST
સંગીત જગતમાં અમર સાબિત થયેલો કલ્ટ રાગ: 'બિહાર કોકિલા' શાર્દા સિંહાએ ૩૭ વર્ષ પહેલાં પ્રથમ હિન્દી ફિલ્મ માટે ગાયેલું ભોજપુરી શૈલીનું સૂરિલું ગીત આજે પણ શ્રોતાઓના હૃદયમાં જીવંત : વર્ષ ૧૯૮૯માં આવેલી સલમાન ખાન અને ભાગ્યશ્રીની સુપરહિટ બોલિવૂડ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ના 'કહે તોસે સજના' ગીતથી પાર્શ્વ ગાયન ક્ષેત્રે પદાર્પણ કરનાર પદ્મ વિભૂષણ લોકગાયિકાની સંગીતમય સફર અને સિનેમા ઈતિહાસમાં તેમના અમૂલ્ય યોગદાન પર વિશેષ અહેવાલ1:02 PM IST
ઓસ્ટ્રેલિયાના વિઝા મંજૂર ન થતાં સિડનીનો ભવ્ય સ્ટેજ શો રદ કરવો પડ્યો, ભારતીય સિનેમાના દંતકથા સમાન અભિનેતા મોહનલાલે નિરાશ થયેલા ચાહકો અને આયોજકોની નમ્રતાપૂર્વક ક્ષમાયાચના માંગી : અડધી સદી લાંબી અભિનય કારકિર્દીમાં પ્રથમ વખત વિઝાની સમસ્યાનો સામના કરવો પડ્યો હોવાનું સ્વીકારીને મલયાલમ સુપરસ્ટારે સિંગાપોરથી વિડિયો સંદેશ દ્વારા તમામ જવાબદારી પોતાના શિરે લીધી; ગાયિકા કે.એસ. ચિત્રા સહિતની બાકીની ટીમ સાથે ટૂંક સમયમાં ફરી શો યોજવાનું વચન આપ્યું12:58 PM IST





















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































