<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

સતત આઠ દિવસ સુધી ગિરનાર રોપવે બંધ રહ્યા બાદ નવમા દિવસે ફરી શરૂ થતા યાત્રાળુઓની ભીડ જામી

ગિરનાર ઉપર ચોમાસાને લઈ સમગ્ર જંગલ વિસ્તાર લીલુંછમ બની જતા ગિરનારે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ : સતત આઠ દિવસ સુધી ગિરનાર રોપવે બંધ રહ્યા બાદ આજે નવમા દિવસે વાતાવરણ અનુકૂળ થતાં ફરી શરૂ થયો છે. રોપ વે શરૂ થતાં જ વહેલી સવારથી જ યાત્રિકોની ભીડ ગિરનાર પર્વતની સીડી તેમજ રોપ વે પર જોવા મળી. હાલ યાત્રિકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ ગીરનારની જૂની સીડી, નવી સીડી, રોપવેના માધ્યમથી જવા દેવામાં આવી રહ્યા છે. હાલ ગિરનાર ઉપર ચોમાસાને લઈ સમગ્ર જંગલ વિસ્તાર લીલુંછમ બની જતા ગિરનારે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

(4:40 PM IST)