તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
ભાવનગરના ઓદરકા ગામની સીમમાં વાડીમાંથી રૂ જુગાર રમતા ૭ ઝડપાયા: ૨ ફરાર
જુગારનો અખાડો ચલાવનાર અને વાડી માલિક સહિત બે શખ્સો પોલીસની પકડથી દૂર રહ્યા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ઘોઘા તાલુકાના ઓદરકા ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડીને જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. ૯૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જ્યારે જુગારનો અખાડો ચલાવનાર અને વાડી માલિક સહિત બે શખ્સો પોલીસની પકડથી દૂર રહ્યા છે.
મળતી વિગતો અનુસાર:ભાવનગર રેન્જ આઇજી રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સરવૈયા, PSI આર.એ. વાઢેર તથા સ્ટાફના માણસો ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કરચલીયા પરામાં રહેતો પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઇ વાજા બહારથી માણસો ભેગા કરી, વાવડીના મહેન્દ્રસિંહ ગોહિલની ઓદરકા સીમના નેસડો વિસ્તારમાં આવેલી વાડીમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ત્યાં ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતાં સાત શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી મોહિત ઉર્ફે ફુગ્ગી હબીબભાઇ ભાડુલા, રફિક કાસમભાઇ ખોખર, જાવેદખાન હબીબખાન પઠાણ, અશોકભાઇ ઉર્ફે કલી મનસુખભાઇ ચૌહાણ, પ્રવિણ ઉર્ફે જોગી મામૈયાભાઇ અમરચોળી, બળદેવ જેન્તીભાઇ બારૈયા અને પ્રવીણ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ ડાભીની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂ. ૯૧,૩૦૦, ગંજીપત્તાના પાના અને તાડપત્રી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કેસમાં અખાડો રમાડનાર પ્રવિણ ઉર્ફે પલ્લો વાજા અને વાડી માલિક મહેન્દ્રસિંહ ગોહિલ હાજર ન મળી આવતાં બંનેને પકડવાના બાકી આરોપી દર્શાવી ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
