<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

​રાજકોટ શહેર એસઓજીનો દરોડો: અણીયારા ગામ પાસે ફેક્ટરીમાંથી પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપાયો, ૧.૭૫ લાખનો મુદ્દામાલ નાશ કરાયો : જુઓ વિડીયો

ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અને પીઆઇ એબ. બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી.વી. ધ્રાંગુ અને ટીમની કામગીરી: દિગ્વિજયસિંહ ગોહિલ અને યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમી

​રાજકોટ: શહેર સ્પેશયલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીક્સ સેલ) દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના અનુસાર એસઓજી પીઆઇ એન.બી.ચૌધરીની રાહબરી હેઠળ અને પીએસઆઇ વી.વી.ધ્રાંગુના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.

​દરમિયાન પો.હેડ.કોન્સ. દિગ્વિજયસિંહ કિરીટસિંહ ગોહિલ તથા પો.કોન્સ. યોગેન્દ્રસિંહ રઘુવીરસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમીના આધારે અણીયારા ગામ પાસે, ડી.કે. ઇન્ડસ્ટ્રીયલ એરીયા, પ્લોટ નં.૨ ખાતે આવેલ 'ગોવાલીયા ફૂડ પ્રોડક્ટ' નામની ફેક્ટરીમાં રેઇડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી પ્રતિબંધિત એનાલોગ પનીર ૧૫૦ કિ.ગ્રા. (કિંમત ૩૦,૦૦૦) તથા એનાલોગ ચીઝ ૪૦૦ કિ.ગ્રા. (કિંમત ૧,૪૫,૦૦૦) મળી કુલ ૫૫૦ કિ.ગ્રા. જથ્થો (કુલ કિંમત ૧,૭૫,૦૦૦) મળી આવ્યો હતો.

​આ કાર્યવાહી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજકોટ શહેરના અધિકારીઓ કે.એચ. ચોચા અને એસ.પી. સોલંકીની હાજરીમાં મેળવેલ તમામ જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો તથા જરૂરી સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસે ફેક્ટરીના સંચાલક અશોકભાઈ જેન્તીલાલ દલવાડી (ઉં.વ. ૫૩, રહે. હસનવાડી શેરી નં.૦૨, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ) સામે કાર્યવાહી કરી છે.

​આ કામગીરી એસઓજી પીઆઈ એન.બી.ચૌધરી અને PSI વી.વી.ધ્રાંગુ સાથે ASI ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, પો.હેડ.કોન્સ. મૌલિકભાઇ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રાઇવર પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(10:36 PM IST)