<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

​જામનગરના હાપામાં ચાલતા જુગારના અખાડા પર LCBનો દરોડો: ૧૨ પકડાયા

​કિયા શોરૂમ સામેની ઓરડીમાંથી ₹૭૧,૬૦૦ રોકડા અને મોબાઇલ મળી ₹૧.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત

​જામનગર:રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીની દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની સૂચના અન્વયે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી. ઇન્સપેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી. ભાટિયા તથા સ્ટાફના યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઇ તલાવડીયા અને મયુરસિંહ પરમારને મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે હાપા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.  
​પોલીસ ટીમે હાપામાં આવેલા કિયા કંપનીના શોરૂમની સામે, આરોપી મોસીન સતારભાઇ સાટીના કબજા વાળી ઓરડીમાં ચાલતા જુગારના અખાડા પર સરપ્રાઈઝ રેઇડ કરી હતી. જ્યાં ઘોડી-પાસા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા ૧૨ ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.  
​પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. ૭૧,૬૦૦/-, ઘોડી-પાસા (નંગ-૨) અને રૂ. ૩૧,૦૦૦ની કિંમતના ૮ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૦૨,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પો.કોન્સ. રૂષીરાજસિંહ વાળાની ફરિયાદના આધારે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  
​પકડાયેલા આરોપીઓની યાદી:
​૧. મોસીનભાઇ ઉર્ફે છોટીયો સતારભાઇ સાટી (રહે. રબાનીપાર્ક, જામનગર)
૨. વિવેકભાઇ જયરાજભાઇ ચૌહાણ (રહે. લાલવાડી આવાસ, જામનગર)
૩. ઇસુબભાઇ આમદભાઈ આમરોણીયા (રહે. ગુલાબનગર, જામનગર)
૪. સુનીલભાઇ સુરેશભાઇ મારૂ (રહે. રવીપાર્ક, જામનગર)
૫. મુસ્તકીમ નજીરભાઇ લુસવાલા (રહે. પાંચ હાટડી, જામનગર)
૬. મુસ્તુફાભાઇ સીદીકભાઈ ગલેરીયા (રહે. સંતવારા વાડ, જામનગર)
૭. શબીરભાઇ ગુલામભાઇ ખેરાણી (રહે. રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, જામનગર)
૮. અનવરભાઇ મહેબુબભાઇ શાહમદાર (રહે. રાજ સોસાયટી, જામનગર)
૯. અબુભાઇ કાસમભાઇ મતવા (રહે. લાલખાણ, જામનગર)
૧૦. અખ્તરભાઇ નુરમામદ શેખ (રહે. ઘાંચીની ખડકી, જામનગર)
૧૧. શબીરભાઇ મહમદભાઇ ધમાલીયા (રહે. ઘાંચીની ખડકી, જામનગર)
૧૨. ઇરફાનભાઇ સલીમભાઇ બ્લોચ (રહે. ઘાંચીની ખડકી, જામનગર)

(11:16 AM IST)