News of Saturday, 8th August 2026
ડાંગના રમણીય માલેગાંવમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ખુલ્લો સંવાદ: એક સાથે બેસીને લીધું સમૂહ ભોજન!
ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાને મનોરંજનથી આગળ ધપાવી જનજાગૃતિનું માધ્યમ બનાવવા આહ્વાન; યુવા ક્રિએટર્સ સાથે સરકારનો સીધો સેતુ સ્થાપવાનો અનોખો પ્રયાસ!

ડાંગ : આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન ન રહેતાં જનમાનસ અને વિચારોને બદલવાની એક મજબૂત તાકાત બની ચૂક્યું છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રાકૃતિક અને રમણીય સૌંદર્યથી ઘેરાયેલા માલેગાંવ ખાતેથી એક અત્યંત ઉત્સાહવર્ધક અને સકારાત્મક પ્રસંગ સામે આવ્યો છે. ગુજરાતના ઉર્જાવાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યભરમાંથી આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે એક વિશેષ ચર્ચા-સંવાદ બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ માત્ર ઔપચારિક ચર્ચાઓ કરવાને બદલે તમામ ઇન્ફ્લુએન્સર્સ સાથે અત્યંત પ્રેમપૂર્વક અને હળવા માહોલમાં જમીન પર બેસીને સમૂહ ભોજન (Community Meal) લીધું હતું. હર્ષ સંઘવીના આ સાહજિક અને આપ્તજન જેવા વલણે કાર્યક્રમમાં એક અલગ જ નવો અને હૂંફાળો આત્મીય માહોલ ઊભો કર્યો હતો. તેમણે યુવા ક્રિએટર્સ સાથે રાજ્યના પ્રવાસન, સંસ્કૃતિ અને લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે પોતાના વિચારો શેર કર્યા હતા.
ડાંગમાં યોજાયેલી આ અનોખી બેઠક એ વાતની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે કે રાજ્ય સરકાર હવે યુવા પેઢી અને ડિજિટલ ક્રિએટર્સ સાથે સીધો સેતુ સાધી રહી છે. કન્ટેન્ટ ક્રિએટર્સની શક્તિનો ઉપયોગ કરીને રાજ્યના વિકાસમાં સૌના સહયોગની ભાવનાને વેગ આપવા માટે આયોજિત આ કાર્યક્રમની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
